પાકિસ્તાન ક્રિકેટમાં શોકનો માહોલ, આ દિગ્ગજનું નિધન, 2003 વર્લ્ડ કપમાં ભજવી હતી મોટી ભૂમિકા – Gujaratmitra Daily Newspaper

Sports

પાકિસ્તાન ક્રિકેટમાં શોકનો માહોલ, આ દિગ્ગજનું નિધન, 2003 વર્લ્ડ કપમાં ભજવી હતી મોટી ભૂમિકા

લાહોર: પાકિસ્તાન ક્રિકેટના (Pakistan Cricket) એક દિગ્ગજનું નિધન (Death) થયું છે. જેની ખબરથી પાકિસ્તાન ક્રિકેટમાં શોકનો માહોલ છવાય ગયો છે. અસલમાં 2003માં પાકિસ્તાનને વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (Pakistan Cricket Board) પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનનું (Shahryar Khan) આજે એટલે કે 23 માર્ચે લાહોરમાં 89 વર્ષની વયે નિધન થયું હતું.

PCBએ આજે 23 માર્ચે શનિવારે એક પ્રેસ રિલીઝમાં આ દુઃખદ સમાચાર જાહેર કર્યા હતા. પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તેમજ બોર્ડ ઓફ ગવર્નર્સ અને સ્ટાફ આજે સવારે લાહોરમાં પીસીબીના પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનના નિધન પર ગહન દુ:ખ અને શોક વ્યક્ત કરે છે. તેમજ શહરયાર ખાનના નિધન પર તેમના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીયે છીયે. તેમજ છેલ્લા કેટલાક દાયકા દરમિયાન પાકિસ્તાનમાં ક્રિકેટને પાછું લાવવાના મુખ્ય પાત્રોમાંના એક તરીકે તેમને હંમેશા યાદ કરીશું.

શહરયાર પાકિસ્તાન ટીમના મેનેજર પણ હતા
શહરયાર ખાન 1999ના ભારતીય પાકિસ્તાન પ્રવાસ અને 2003 ODI વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ટીમના મેનેજર હતા. તેઓ ભોપાલના રાજવી પરિવારના હતા. પીસીબીના વર્તમાન અધ્યક્ષ મોહસિન નકવીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પીસીબી વતી હું પૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનના નિધન પર ઊંડી સંવેદના અને દુઃખ વ્યક્ત કરું છું. તેઓ એક સારા પ્રશાસક હતા અને તેમણે અત્યંત સમર્પણ સાથે પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ દેશમાં રમતના વિકાસમાં તેમની સેવાઓ માટે શહરયાર ખાનનું ઋણી છે.

પાકિસ્તાન ન્યૂઝીલેન્ડની યજમાની માટે તૈયાર છે
હાલમાં દરેક લોકો IPLમાં વ્યસ્ત છે. ત્યારે પાકિસ્તાન 5 મેચની T20 શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની યજમાની કરવા માટે તૈયાર છે. પ્રથમ ત્રણ T20 મેચો 18, 20 અને 21 એપ્રિલે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી બાકીની 2 મેચ 25 એપ્રિલ અને 27 એપ્રિલે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

Most Popular

To Top