નવી દિલ્હી : પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડના (Cricket Board) માટે આ અઠવાડિયું ઘણા બધા બદલાવોથી ભરપુર રહ્યું છે. ગયા અઠવાડિયે ટીમના ચેરમેન રમીઝ રાઝાને હટાવીને તેમની જગ્યાએ નઝમ સેઠીની અધ્યક્ષતામાં પેનલ બનાવ્યા બાદ તેમના હાથમાં બધી સત્તા આપવામાં આવી હતી. તો હવે શનિવારે પણ મોટા ફેરબદલના ભાગ રૂપે હવે શાહિદ આફ્રીદીને (Shahid Afridi) ટીમના ચીફ સીલેક્ટર ( Team Chief Selector) બનાવીવાનો એક મોટો ફેસલો કરવામાં આવ્યો હતો. ગુરુવારે કમાન સાંભળ્યા બાદ સેઠીની આગેવાનીમાં પ્રબંધક સમિતિના પહેલા ચીફ સીલેક્ટર મહોમ્મદ વસીમનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઇ જતા તેમની પણ હાકલપટ્ટી કરી દેવામાં આવી હતી અને બીજી તરફ 2019 પીસીબી સવીધાનના નેજા હેઠળ નિયુક્ત બધી સમિતિઓને તેમણે ભંગ કરી દેતા મોટી ઉથલ પાથલ થઇ હતી.
26 ડિસેમ્બરથી કરાચીમાં ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ શરુ થશે
પીસીબી દ્વારા નિયુક્ત નવી પસંદગી સમિતિમાં આફ્રિદીની સાથે તેના ભૂતપૂર્વ પાકિસ્તાની સાથી અબ્દુલ રઝાક અને રાવ ઈફ્તિખાર અંજુમનો પણ સમાવેશ થશે. પીસીબીએ નવી પસંદગી સમિતિને જે પ્રથમ જવાબદારી સોંપી છે તે જૂની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલી ટીમની સમીક્ષા કરવાની છે અને જો યોગ્ય ખેલાડીઓની પસંદગી ન થાય તો તેમાં ફેરફાર કરવાની છે. ઉલ્લેખનીય છે કે આ ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સીરીઝ રમશે જે 26 ડિસેમ્બરથી કરાચીમાં શરૂ થશે. આ ત્રણ સભ્યોની પસંદગી સમિતિના કન્વીનર હારૂન રશીદ સભ્ય મેનેજમેન્ટ કમિટીની છે.
મુખ્ય પસંદગીકાર બન્યા બાદ આફ્રિદીએ શું કહ્યું?
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી શાહિદ આફ્રિદીએ 1996 થી 2018 દરમિયાન દેશ માટે 27 ટેસ્ટ અને 398 વનડે ઉપરાંત 99 ટી-20 મેચ રમી હતી. તેણે કુલ 11,196 રન બનાવ્યા હતા અને તેના નામે 541 વિકેટો ઝડપવાનો રેકોડ પણ છે. તેણે 83 આંતરરાષ્ટ્રીય મેચોમાં રાષ્ટ્રીય ટીમનું સુકાન પણ સાંભળ્યું હતું. તેઓ પાકિસ્તાની ટીમના સભ્ય હતા જેમણે લોર્ડ્સમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2009 જીત્યો હતો. હવે આ મોટી જવાબદારી મળ્યા બાદ આફ્રિદીએ કહ્યું કે તે આ ભૂમિકાને પૂરી જવાબદારી સાથે ભજવીને ગર્વ અનુભવી રહ્યા છે.
ટુક સમયમાં જ પસંદગીકારોની બેઠક બોલાવાશે
વધુમાં આફ્રિદીએ કહ્યું હતું કે પીસીબી મેનેજમેન્ટ કમિટી દ્વારા આ જવાબદારી સોંપવામાં આવતા હું ગર્વ અનુભવું છું અને હવે હું આ જવાબદારી નિભાવવામાં કોઈ કસર નહીં છોડીશ. અમારી ટીમે ક્રિકેટની રમતમાં જીત કઈ રીતે મેળવવી તેના કાર્ય પ્રણાલી ઉપર વધુ ફોકસ કરીશું .અને મને તેમાં કોઈ શંકા નથી કે વ્યૂહાત્મક પસંદગીના નિર્ણયો દ્વારા અમે રાષ્ટ્રીય ટીમને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં મજબૂત પ્રદર્શન કરવામાં અને અમારા ચાહકોનો વિશ્વાસ પાછો મેળવવામાં મદદ કરીશું. આફ્રિદીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, હું ટૂંક સમયમાં પસંદગીકારોની બેઠક બોલાવીશ અને આગામી મેચો માટે મારી યોજનાઓ પણ જાહેર કરીશ.