કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) (Pakistan Cricket Board) પાકિસ્તાન જુનિયર લીગનું આયોજન કરવા માંગે છે પરંતુ તેની છ ટીમોમાંથી (Team) કોઈને ખરીદનાર મળ્યો નથી. બોર્ડે મંગળવારે જાહેરાત કરી હતી કે પ્રથમ પાકિસ્તાન જુનિયર લીગ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ રમાશે અને તમામ ટીમ મેનેજમેન્ટ પીસીબી દ્વારા જ સંભાળવામાં આવશે. બોર્ડે એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાનના માજીવેદ મિયાંદાદ લીગના મેન્ટર હશે. તેમના સિવાય વિવિયન રિચર્ડ્સ, ઈમરાન તાહિર, ડેરેન સેમી, કોલિન મુનરો, શાહિદ આફ્રિદી અને શોએબ મલિક ટીમોને માર્ગદર્શન આપવાની ભૂમિકા ભજવશે. બોર્ડે અગાઉ તમામ છ ટીમો માટે બિડિંગની જાહેરાત કરી હતી પરંતુ પીસીબી દ્વારા નક્કી કરાયેલા ભાવ પર કોઈએ બોલી લગાવી ન હતી.
અમે જાણીએ છીએ કે આ પ્રથમ જુનિયર T20 ઇન્ટરનેશનલ લીગ છે અને અલબત્ત પ્રાયોજકો અને બિડર્સ થોડા ડરેલા હતા પરંતુ PCB માને છે કે થોડી સીઝન પછી આ લીગ વ્યવસાયિક રીતે પણ ખૂબ જ સફળ થશે, પીસીબી સૂત્રોએ એવું કહ્યું હતું.
પાકિસ્તાને મોટા ઉપાડે જૂનિયર લીગનું આયોજન તો કર્યું પણ છ ટીમને ખરીદવામાં કોઇએ રસ ન દાખવ્યો