દુબઈ: (Dubai) વિશ્વની સૌથી ઊંચી ઈમારત દુબઈના બુર્જ ખલીફા (Burj Khalifa) પરથી પાકિસ્તાનના (Pakistan) આઝાદી પર્વ નિમિત્તે 2716.5 ફૂટની ઊંચાઈથી પાકિસ્તાનનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન 14મી ઓગસ્ટે પોતાની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણી નિમિત્તે બુર્જ ખલીફા તરફથી ઈમારત પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ લોકો પાકિસ્તાનનું નામ લઈને અલગ-અલગ પ્રકારની મજાક ઉડાવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ સેંકડો પાકિસ્તાનીઓની હાજરીમાં થયું છે અને તેઓ આને લઈને ખૂબ ગુસ્સે હતા.
અનેક લોકો બુર્જ ખલીફાની સામે ઉભા રહીને પોતાના દેશને ઝંડો લહેરાવવાની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ બધાને એ જોઈને આશ્ચર્ય થયું કે 12 વાગ્યા પછી એક મિનિટ પણ દુનિયાની સૌથી ઊંચી ઈમારત પરથી કંઈ પ્રતિક્રિયા કરવામાં ન આવી. આ પછી નિરાશ જનતાએ તેમના દેશ અને માતૃભૂમિ પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઘટનાને કારણે પાકિસ્તાનીઓ ખૂબ જ નિરાશ દેખાય છે.
‘આ છે પાકિસ્તાનીઓની ઔકાત’
આ સમગ્ર ઘટના એક મહિલાએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી છે. આ મહિલાને કહેતી સાંભળી શકાય છે કે, ’12 વાગીને એક મિનિટ થઈ છે પરંતુ દુબઈના લોકોએ કહ્યું છે કે બુર્જ ખલીફા પર પાકિસ્તાનના ઝંડાનો ફોટો નહીં લગાવવામાં આવે. આ અમારી ઔકાત છે. પાકિસ્તાનના લોકો નારા લગાવી રહ્યા છે પરંતુ બુર્જ ખલીફા પર પાકિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. મહિલાએ છેલ્લે કહ્યું કે પાકિસ્તાનીઓ તમારી સાથે પ્રેન્ક થઈ ગયું છે. તમારી સાથે આવું જ થવું જોઈએ.
દુબઈથી ટ્વિટર પર આવેલા આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્યાં રહેતા સેંકડો પાકિસ્તાની ઈમારતની આસપાસ એકઠા થઈ ગયા છે. આ તમામ લોકો દેશની આઝાદીની ઉજવણી કરવા માટે અડધી રાત્રે જ બુર્જ ખલીફા પહોંચ્યા હતા. પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ન ફરકાવવાથી બધા ખૂબ જ નિરાશ અને ગુસ્સે હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અડધી રાત્રે પણ સેંકડો પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે પોતાના દેશનો ધ્વજ ફરકાવવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ એ આશા સાથે ત્યાં હાજર હતાં કે આ ઇમારત તેમના રાષ્ટ્રધ્વજના રંગોથી પ્રકાશિત થશે.