પાકિસ્તાનનો હાલનો ઘટનાક્રમ જોતાં ઉપલક દૃષ્ટિએ એવું લાગે કે પાકિસ્તાની સર્વોચ્ચ (?) અદાલતે પાકિસ્તાની હાલમાં જ ભૂતપૂર્વ થયેલા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા વડા પ્રધાન અને તેમની સાથે મેળાપીપણામાં રહેલા પાકિસ્તાની રાષ્ટ્રીય ધારાસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું લોકશાહીને કુંઠિત કરવાનું કાવતરું નિષ્ફળ બનાવી લોકશાહીનું રક્ષણ કર્યું છે. પણ સંજોગોમાં ઊંડા ઊતરીએ તો આ માજી વઝીર એ આઝમે જો સેનાના વડાને સેવાનું નિવૃત્તિ બાદનું વિસ્તરણ આપ્યું હોત તો હાલ જે સંજોગો નિર્માણ થયા અને એક વખતના આડકતરી રીતે સેના દ્વારા જ હાંકી કઢાયેલા માજી વડા પ્રધાનના ભાઈને લાવવામાં આવે તે બન્યું જ નહીં હોત અને સત્તા અને જોર – જુલમથી કરેલા આર્થિક ભ્રષ્ટાચાર દ્વારા કોઈ રીતે દેશનિકાલના સંજોગોમાં સમૃદ્ધ પરદેશી ભૂમિ પર, જયાં ચલણનું મૂલ્ય પાકિસ્તાની ચલણના પ્રમાણમાં ખૂબ જ ઊંચું છે. વર્ષો સુધી કોઈ પણ કામધંધા વિના વર્ષોનાં વર્ષો સુધી સ્વાસ્થ્યને નામે રહી શકાય. અલબત્ત, રાજકારણીઓ જે સૈન્યમાંથી આવ્યા વિના રાજકારણી બન્યા છે તે બધા પણ આ બાબતે સંપૂર્ણપણે પાછળ નથી જ. રાજકારણીઓ અને ધર્મને નામે સત્તા મેળવવી એ વાઘસવારી જેવું છે. તે પાકિસ્તાન સંદર્ભે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને બેનઝીર ભુટ્ટો બાબતે તો સાબિત થઈ ચૂક્યું છે.
સુરત – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પાકિસ્તાન – ધાર્યું ધણી ( અહીં સેના-વડા સમજવું) નું થાય
By
Posted on