National

કારગીલ યુદ્ધ પછી પહેલીવાર પાકિસ્તાનની સેના બોર્ડર તરફ આગળ વધી રહી છે, ભારતે કહ્યું, અમે તૈયાર..

પાકિસ્તાની થલસેના બોર્ડર તરફ આગળ વધી રહી છે. 1999ના કારગિલ યુદ્ધ પછી આ પહેલી વાર પાકિસ્તાની સેના ભારતીય બોર્ડર તરફ આગળ વધી રહી હોય. પાકિસ્તાન જમીનથી એટેકના મૂડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ તરફ ભારતીય સેના તૈયાર અને સતર્ક છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનનો સૈનિકોને બોર્ડર નજીક એકત્ર કરવાનો નિર્ણય આક્રમક ઇરાદો દર્શાવે છે. પાકિસ્તાની સૈન્ય સરહદી વિસ્તારોમાં તેમના સૈનિકોને ખસેડતું જોવા મળ્યું છે, જે પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના આક્રમક ઇરાદાને દર્શાવે છે. જોકે, ભારતીય સશસ્ત્ર દળો કોઈ પણ ઓપરેશન માટે તૈયાર છે અને તમામ પ્રતિકૂળ કાર્યવાહીનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો છે અને યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો છે.

શનિવારે વહેલી સવારે પાકિસ્તાને ‘ઓપરેશન બુન્યાન ઉલ મારસૂસ’ શરૂ કર્યું, જેમાં જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રોન અને મિસાઇલોથી લશ્કરી સ્થળો અને નાગરિક માળખાને નિશાન બનાવવામાં આવ્યું. કુરાનની એક શ્લોક પરથી લેવામાં આવેલા આ ઓપરેશનનું નામ ‘અતૂટ દિવાલ’ છે.

સરકારે જણાવ્યું હતું કે પાકિસ્તાને લશ્કરી સ્થળો પર હુમલો કરવા માટે ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, ગોળા-બારણા અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો હતો. ઉધમપુર, ભૂજ, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.

પાકિસ્તાનના અનેક એરબેઝ પર ભારતનો હુમલો
ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં ટેકનિકલ એકમો, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો, રડાર સાઇટ્સ અને શસ્ત્ર ભંડારોને નિશાન બનાવ્યા છે. ઓછામાં ઓછા કોલેટરલ નુકસાન પહોંચાડ્યું છે. રફીકી, મુરીદ, ચકલાલા, રહીમ યાર ખાન, સુક્કુર અને ચુનિયાન ખાતેના પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને ફાઇટર જેટ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. પસરુરમાં રડાર સાઇટ્સ અને સિયાલકોટમાં એક એવિએશન બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

સરકારે ફરી એકવાર પાકિસ્તાની સૈન્ય દ્વારા બદલો લેવામાં આવે તો તણાવ ન વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પાકિસ્તાનના આ આક્રમક પગલાં ભારતના ઓપરેશન સિંદૂર બાદ આવ્યા છે, જ્યાં સશસ્ત્ર દળોએ બુધવારે સરહદ પાર નવ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. આ ઓપરેશન 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

Most Popular

To Top