છેલ્લા દિવસે દિવાળી બજાર ‘હાઉસફુલ’! માંડવીથી ગોત્રી સુધી ચિક્કાર ભીડ, વેપારીઓને મોટો આર્થિક ફાયદો; ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ તેજી વડોદરા :;શહેરની તમામ બજારોમાં...
ભક્તોએ ભૂત પ્રેતથી મુક્તિ અને રક્ષા માટે દીવા પ્રગટાવવાની પરંપરા નિભાવી : ખોપડીને સિગારેટ અને દારૂનો ભોગ ચડાવવાની અંધશ્રદ્ધા : ( પ્રતિનિધી...
હરિયાણાના રોહતકમાં દારૂના વેપારી પ્રવીણ બંસલ અને પોલીસ અધિકારી સુશીલ કુમાર વચ્ચે ૨.૫ લાખ રૂપિયાના સોદાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રોહતકના...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને રશિયાની શરતો સ્વીકારવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે જો યુક્રેન આમ નહીં કરે...
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે અનોખી રીતે દિવાળી ઉજવી. આ વર્ષે રાહુલે દિવાળી માટે જૂની દિલ્હીની મુલાકાત લીધી. અહીં રાહુલે પ્રખ્યાત અને...
મહારાષ્ટ્રના જાલનામાં એક દુ:ખદ ઘટના બની છે. કૂતરાના હુમલામાં ૩ વર્ષની બાળકીનું મોત થયું છે. આ ઘટના યશવંત નગર વિસ્તારમાં બની હતી....
સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે સાઉદી અરેબિયામાં “જોય ફોરમ” કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે ભારતીય સિનેમા...
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા વિશ્વભરમાં સેવાકાર્ય કરવામાં અગ્રેસર છે. વડોદરામાં પણ અવારનવાર આર્ટ ઓફ લિવિંગ દ્વારા...
દિવાળી અને ધનતેરસના તહેવારોની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો નોંધાયો છે. રોકાણકારો અને ખરીદદારો માટે આ સારો મોકો બની શકે...
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર નૌકાદળના કર્મચારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી. આ પ્રસંગે વડાપ્રધાને પોતાના જીવનનું સૌભાગ્ય ગણાવ્યું. તેમણે ઓપરેશન...
રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે 143 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી આજે સત્તાવાર રીતે...
દિવાળીના શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરી. પીએમ મોદીએ ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંતની મુલાકાત...
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતી ચોપરાએ માતૃત્વની સફર શરૂ કરી છે. તેણીએ દીકરાને જન્મ આપ્યો છે અને પતિ રાઘવ ચઢ્ઢા પિતા બન્યા છે....
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એક ફતવો બહાર પાડવામાં આવ્યો. અમેરિકા બહાર જેનું ઉત્પાદન થયું હોય તેવી તમામ સિનેમા ફિલ્મ ઉપર...
દિવાળીના શુભ અવસર પર આજ રોજ તા. 20 ઓક્ટોબર સોમવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે શરૂ થયું. રોકાણકારોના ઉત્સાહ અને સકારાત્મક વૈશ્વિક સંકેતો...
હાલમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઇ હુમલામાં ત્રણ ક્રિકેટરના મોત થઇ ગયા છે. આ મામલાએ સમગ્ર વિશ્વનું બંને દેશો વચ્ચે લાંબાસમયથી ચાલતા...
આજે ત્રીસ-ચાલીસ વર્ષ બાદ ભાજપના જ હાલના કોઈ મંત્રી વડાપ્રધાન-નરેન્દ્ર મોદીના નિર્ણયો ભૂલભર્યા જણાવે અને ફાઈલો પરના અલગ અલગ અભિપ્રાયો પર આધાર...
રતિલાલ’અનિલ’ નાં ચાંદરણામાં જીવનની ગહનતા સમાય જાય છે. એમના ચાંદરણા મિતભાષી શૈલીમાં કંડારાયેલી વ્યંગ કણિકાઓ જ નહી. પરંતુ સાંપ્રાત સામાજિક જન જીવનનું...
આજકાલ લોકો ખરીદી કરતી વેળા ભાવ-તાલ બાબતે રકઝક કરતા હોય છે. પરંતુ ખાણી-પીણીમાં બેફામ પૈસા ઉડાવે છે. ત્યાં મોંઘવારી નથી નડતી. હાલમાં...
હોંગકોંગમાં આજ રોજ તા. 20 ઓક્ટોબર સોમવારે વહેલી સવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો. દુબઈથી ઉડાન ભરેલું એક કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન...
તારીખ 17 ઓક્ટોબર 2025 ના ગુજરાત મિત્ર ન અહેવાલ પ્રમાણે સરથાણામાં જાહેરમાં વેચાતા ફટાકડામાં આગ લાગવાથી નાશ ભાગ ચાલુ થઈ. અહીં મુખ્ય...
આજે એપ્રિલથી માર્ચ સુધી હિસાબનીશ વર્ષ ગણાય છે. પહેલા ગુજરાતમાં દિવાળી થી દિવાળી વિક્રમ સંવત વરસના કારતક થી આસો હિસાબનીશ વર્ષ ગણાતું...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તો તેને “ભારે...
દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તા નોંધપાત્ર રીતે બગડી ગઈ છે. વધતા પ્રદૂષણ સ્તરના પ્રતિભાવમાં GRAP-2 લાગુ કરવામાં આવ્યો છે, જેમાં અનેક પ્રતિબંધો...
( પ્રતિનિધી )વડોદરા,તા.19 બરોડાની ટીમે કર્નલ.સીકે નાયડુ ટ્રોફીમાં મેઘાલયને એક ઇનિંગ્સ અને 80 રનથી હરાવ્યું હતું. બરોડાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું....
કોતર તલાવડી પાસેના દર્શન નગરમાં ગટર, ડ્રેનેજ અને રોડની જર્જરિત હાલત: ઘર દીઠ નાણાં આપવા છતાં ડ્રેનેજનું કામ અધૂરું, કોર્પોરેશન અને કોર્પોરેટર...
ચોમાસામાં જળબંબાકાર, દિવાળીએ જળસંકટ: વાઘોડિયા રોડ પર પ્રભુનગરના લોકો રોષે ભરાયા, પાલિકાના સત્તાધીશો ‘આંખ આડા કાન’ કરીને પર્વની મોજમાં વડોદરા: એક તરફ...
VHP માંજલપુર પ્રખંડની ટીમે સ્ટોલ પર જઈ ફટાકડા પાણી ભરેલી ડોલમાં નાખી ‘વિસર્જન’ કર્યું, વેપારીને કડક સૂચના અપાઈવડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફટાકડાના...
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શનિવારે બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો. નેતન્યાહૂ સરકારે ગાઝા અને ઇજિપ્તને જોડતો એકમાત્ર ખુલ્લો...
બુટલેગર સહિતના આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા મકાનોમાં સર્ચ કરાયું ગેરકાયદે ધંધામાંથી કેટકેટલી મિલકત ઉભી કરી તેની પણ તપાસ કરાશેપ્રતિનિધિ વડોદરા તા.19રતનપુર...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
છેલ્લા દિવસે દિવાળી બજાર ‘હાઉસફુલ’!
માંડવીથી ગોત્રી સુધી ચિક્કાર ભીડ, વેપારીઓને મોટો આર્થિક ફાયદો; ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પણ તેજી
વડોદરા :;શહેરની તમામ બજારોમાં આજે દિવાળીના મહાપર્વને અનુલક્ષીને છેલ્લી ઘડીની ખરીદીનો જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી તેમજ ખાનગી કર્મચારીઓને પગાર અને બોનસ મળ્યા બાદ, ગઈકાલે રવિવાર અને આજે દિવાળીની રજાના કારણે બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે, જેનાથી સ્થાનિક વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

આ વર્ષે ફટાકડાના ભાવમાં નજીવો વધારો થયો હોવા છતાં, ગ્રાહકોમાં ઉત્સાહ જળવાઈ રહ્યો છે. ખાસ કરીને બાળકો માટે બજારમાં નવા આકાર અને સ્ટાઇલિશ ફટાકડાની માંગ ખૂબ વધી છે. વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે કોલ્ડ્રિક્સ ટીન, ચોકલેટ બટરફલાય, બોલબેટ, ગિટાર અને AK-47 રાઇફલ જેવા અવનવા આકારના ફટાકડા બજારમાં મુક્યા છે, જે બાળકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યા છે.
હાલના સમયમાં ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ ખૂબ જ પ્રચલિત છે, ત્યારે વડોદરાના વેપારીઓએ એક અનોખી પહેલ કરી હતી. તેમણે પત્રિકાઓ દ્વારા અને સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી ગ્રાહકોને સ્થાનિક દુકાનોમાંથી જ ખરીદી કરવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. વેપારીઓની આ અપીલ સફળ રહી છે. ગ્રાહકોએ ઓનલાઈન માર્કેટને બદલે સ્થાનિક બજારોને પ્રાથમિકતા આપી છે. સ્થાનિક બજારમાં વસ્તુઓ ઓનલાઈન ભાવમાં જ સરળતાથી ઉપલબ્ધ હોવાથી ગ્રાહકોને પણ સુવિધા મળી છે.

ફટાકડા અને કપડાં ઉપરાંત મોબાઈલ સહિતના ઈલેક્ટ્રોનિક માર્કેટમાં પણ આ વખતે ધૂમ ખરીદી જોવા મળી રહી છે. લોકો દિવાળીના શુભ તહેવારે નવી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોવાથી ઈલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ પર પણ સારી ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ખરીદી વધવાથી શહેરના વેપારીઓને મોટો આર્થિક ફાયદો થયો છે, જે શહેરની અર્થવ્યવસ્થા માટે સારો સંકેત છે.
શહેરમાં માંડવી રોડ, ન્યાયમંદિર રોડ, વાડી રોડ, અલકાપુરી, ગોત્રી અને ગોરવા જેવા વિસ્તારો વર્ષોથી મુખ્ય ખરીદીના કેન્દ્રો રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં હાલ ગ્રાહકોની ચિક્કાર ભીડ જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ છે. જોકે, ઉત્સવના માહોલમાં લોકો આ બધી અગવડોને અવગણીને ખરીદીની મજા માણી રહ્યા છે. વડોદરાવાસીઓનો આ ઉત્સાહ સૂચવે છે કે આ દિવાળી વેપારીઓ માટે ખૂબ જ લાભદાયી નીવડશે.