ગાંધીનગર : રાજ્યમાં પ્રવાસન સુવિધાઓને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ...
ગોવાના નાઇટક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બર શનિવારે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના મુખ્ય...
ગાંધીનગર : આજે બુધવારે રાજયમાં કચ્છના નલિયામાં ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને રાજયમાં આજે બુધવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કચ્છના નલિયામાં...
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન સમારંભમાં ખોરાકી ઝેરની અસર થવા પામી છે. જમ્યા પછી અંદાજિત 400 લોકોને તેની અસર થઈ...
કારમાંથી વિદેશી શરાબના કવોટરીયા મળી આવ્યા : બુલેટ ચાલકની હાલત ગંભીર, શ્રી હરિ ટાઉનશીપ પાસેનો બમ્પર નહિ દેખાતો હોવાના આક્ષેપ : (...
ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ...
માછલી અને કાચબાના અસ્તિત્વ પર સંકટ, બંધ બોરિંગ શરૂ કરવા અથવા નવા બોર બનાવવા તાકીદ અગાઉની રજૂઆતો અવગણાતા બાળુભાઈ સુર્વેનો મ્યુનિસિપલ કમિશનરને...
( પ્રતિનિધિ )વડોદરા,તા.10 ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટોને લઈને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ફ્લાઇટ રદ કરાતા મુસાફરોના વિવિધ પ્રસંગો અને હોસ્પિટલના કામો પણ...
નિવૃત પ્રમુખે શિક્ષક સંઘના હોદ્દેદારોએ કરેલા આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા જુદાજુદા જિલ્લામાં જઈ હોદ્દાની રૂહે ચૂંટણીને પ્રભાવીત કરે છે : મૃગેન્દ્રસિંહ સોલંકી...
નલીન પટેલ તથા હરમુખ ભટ્ટ વચ્ચે પ્રમુખ માટે જંગ જામશે ઉપપ્રમુખ માટે નેહલ સુતરીયા સહિતના ચાર ઉમેદવારો વચ્ચે રસાકસીપ્રતિનિધિ વડોદરા તા.10વડોદરા વકીલ...
દાહોદ: ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના સીમલીયા ગામની 24 વર્ષીય પરણીતાએ પોતાના પતિ દ્વારા કરાતી મારકૂટ, ઝઘડા અને જાનથી મારી નાખવાની ધમકીઓથી પરેશાન...
સાંકડો રોડને કારણે જીવલેણ અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા જીવલેણ અકસ્માત થાય તે પહેલા તાત્કાલિક પગલા લેવાની માંગ ( પ્રતિનિધિ )વડોદરા,તા.10 વડોદરાના...
ટેન્ડર વિના જ ત્રણ બ્રિજ પાછળ ₹1.73 કરોડનો ખર્ચ! સ્થાયી સમિતિને માત્ર જાણ કરાઈ વડોદરા પાદરા નજીક ગંભીરા ગામ પાસે બ્રિજ ધરાશાયી...
દેવગઢબારિયા: નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સત્તાસંઘર્ષ હવે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદાથી સમાપ્ત થયો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા તત્કાલીન પ્રમુખ ધર્મેશ...
દાહોદ પોક્સો કોર્ટનો કડક ચુકાદો: દાહોદ: દાહોદ જિલ્લામાં દસ વર્ષીય સગીરાનું અમાનવીય રીતે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરનાર કુટુંબી સગાને દાહોદની...
મૃતદેહ પર ઇજાના નિશાન પડેલા હોવાના કારણે હત્યા કરાઇ હોવાની આશંકા તાલુકા પોલીસ દ્વારા લાશને પીએમ માટે ગોત્રી હોસ્પિટલ લવાઈ પ્રતિનિધિ વડોદરા...
ભાજપ નેતા અને એક્સ-આર્મીમેન વિરુદ્ધ કલેક્ટર-કમિશનરને ફરિયાદ; ‘હું નેતા છું, તમારો કેસ નહીં લેવાશે’ તેવી ધમકી! વડોદરા શહેર નજીક રણોલી ખાતે આવેલી...
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સાત માળની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે 10 ડિસેમ્બર સવારે મોટી આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી....
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને જૂનાગઢમાં તીવ્ર વિરોધ ઉભો થયો છે. આ ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત...
લોકસભામાં ચૂંટણી સુધારા પર બે દિવસીય ચર્ચા યોજાઈ હતી. આજે બુધવારે ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, રવિશંકર...
ગોવાના આર્પોરામાં આવેલા ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઇટ ક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બરે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા બાદ ક્લબના...
રોયલ્ટી બંધ હોવા છતાં ગાડીઓ ક્યાંથી ભરાય છે? – લોકોમાં ચર્ચા પ્રતિનિધિ : બોડેલી છોટાઉદેપુરના ખાણ-ખનીજ વિભાગની નસવાડી નજીક આવેલી ધામસિયા ચેકપોસ્ટ...
સામાન્ય રીતે શનિ અને રવિવારે શેરબજાર બંધ રહેતું હોય છે, પરંતુ આવતા વર્ષે એક રવિવાર એવો હશે જ્યારે શેરબજાર ખુલશે અને વેપાર...
સાવલી, તા. 10: સાવલી તાલુકાના ઝુમખા ગામની સીમમાં આજે સવારે ખેતરમાં પાણી મૂક્તા યુવાન ખેડૂત જગદીશભાઈ પરમાર (34) ને વીજ કરંટ વાગતા...
ઈન્ડિગોનું સંકટ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. આજે બુધવારે પણ 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી. દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં પણ ઈન્ડિગો સંબંધિત...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને ‘વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025’થી સન્માનિત કરવાની જાહેરાત બાદ રાજકીય હલચલ મચી ગઈ...
શિનોર શિનોર : સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી વડોદરાના 68 વર્ષીય વૃદ્ધને ભારે પડી ગઈ હતી. ફેસબુક પર ‘પિંકી પટેલ’ નામની યુવતી...
કવાંટ : કવાંટના પરેશભાઈ રાઠવા નામના યુવક દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખૂંખાર નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરતા પોલીસે તાત્કાલિક કાયદેસર...
ભારતે મંગળવારે કટક ટી20માં દક્ષિણ આફ્રિકાને 101 રનથી કચડી નાખ્યું. હાર્દિક પંડ્યાએ બેટ અને બોલ બંનેથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. પંડ્યાએ શાનદાર પ્રદર્શન...
ગોરવા દશામાં મંદિર પાસે હાઉસિંગ બોર્ડની જમીન પર VMCનું મેગા ડિમોલિશન: 200થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાતા શ્રમજીવીઓના હાલ બેહાલ, પોલીસે પરિસ્થિતિ...
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
વડસર બ્રિજ ઉપર બે બાઈક સવાર વચ્ચે નજીવો અકસ્માત, બોલાચાલીથી ટ્રાફિક જામ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સ્વાધ્યાય પરિવારના અધ્યક્ષા પૂજ્ય દીદીજીને ‘D.Litt.’ ની માનદ પદવી અર્પણ કરાઇ
નવલખી મેદાનના કૃત્રિમ તળાવમાં ભારે ગંદકી, દુર્ગંધ ફેલાઈ
VMCની ‘થ્રી-વે’ સ્વચ્છતા પહેલ: પશ્ચિમ ઝોનમાં નવી ટેક્નોલોજીથી સજ્જ કચરા સંકલન શરૂ
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, સોનાના ભાવે પણ રેકોર્ડ તોડ્યો
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
ગાંધીનગર : રાજ્યમાં પ્રવાસન સુવિધાઓને વધુ આધુનિક, સુવ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દરેક જિલ્લામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી (DTDS)’ રચવાનો નિર્ણય લેવાયો. 11મી ચિંતન શિબિરમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા થયા બાદ હવે સરકારએ તેને અમલી રૂપ આપ્યું છે, જેના કારણે જિલ્લાવાર પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસને ગતિ મળશે.
નવો સેટઅપ જિલ્લા સ્તરે વધુ સશક્ત, વહીવટી અને નાણાકીય રીતે સ્વતંત્ર રીતે કામ કરશે. દરેક જિલ્લામાં વર્ષ દરમિયાન રૂ. 10 કરોડ સુધીની ગ્રાન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને સાથે CSR ફંડ, યુઝર ફી તથા અન્ય સ્ત્રોતો દ્વારા વધારાનું ભંડોળ એકત્ર કરવાની સત્તા પણ સોસાયટીને આપવામાં આવશે. કલેક્ટર અથવા મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષ તરીકે રહેશે, જ્યારે જિલ્લા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રવાસન સંબંધિત સંગઠનોના પ્રતિનિધિઓની ગવર્નિંગ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ભાગીદારી રહેશે. સોસાયટી પ્રવાસન સ્થળોની અગ્રતા નક્કી કરશે, વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા કરશે અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત કરશે.
DTDS દ્વારા સ્થળોની બ્યુટીફિકેશન, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, ટોઈલેટ્સ, પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સાઈનેજ, માહિતી કેન્દ્રો, ગાઈડ ટ્રેનિંગ જેવી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. ઉપરાંત PPP મોડેલ હેઠળ કાફેટેરિયા, સોવેનીયર શોપ્સ જેવી સેવાઓ વિકસાવવામાં આવશે અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર પૂરા પાડવા હસ્તકલા, કોટેજ ઇન્ડસ્ટ્રી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
આ નિર્ણયથી જિલ્લાવાર આયોજન વધુ ઝડપી અને અસરકારક બનશે, પ્રવાસન સેવાઓની ગુણવત્તા વધશે અને વિવિધ સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંકલન મજબૂત બનશે. નાણાકીય–વહીવટી સ્વાયત્તતાથી પ્રોજેક્ટો વધુ પારદર્શક રીતે અને ગતિથી પૂરાં થઈ શકશે. રાજ્યમાં પ્રવાસન સ્થળોનું આધુનિકીકરણ અને વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ વધુ મજબૂત બનશે, જેને કારણે પ્રવાસનમાં વધારો અને સ્થાનિક રોજગારીમાં વૃદ્ધિ થશે.