Top News

More Posts

   The Latest

Most Popular

દેશ સુરક્ષિત હાથોમાંની ફાંકા ફોજદારી વચ્ચે દેશની છાતી સમા દિલ્હીમાં અને દેશનું હૃદય કહી શકાય એવા લાલ કિલ્લાની નજીક કારમાં વિસ્ફોટ થયો અને 9 થી વધુ લોકોના મૃત્યુ થયા અને કેટલાય લોકો ઘાયલ થયાં. ઘટના બનીને તરત રાબેતા મુજબ ‘કોઈને છોડીશું નહીં’ના હાકલા સંભળાવા લાગ્યાં. દેશ ખરેખર રામ ભરોસે ચાલી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મોદી સરકારનો ફક્ત એક જ એજન્ડા છે કે એનકેન પ્રકારેણ ચૂંટણી જીતવી અને સત્તામાં ચોંટી રહેવું છે. ક્યાંક ચૂંટણી હોય ત્યારે જ આવા ધડાકા કેમ થાય છે? એની પાછળનું કારણ પ્રજા બરાબર સમજી ગઈ છે.

આટલી માત્રામાં વિસ્ફોટક પદાર્થ છેક દિલ્હી સુધી કઈ રીતે પહોંચ્યો એ અંધભક્તો સિવાય બધાને સમજમાં આવે છે. 26 /11 ના મુંબઈના તાજ હોટલ પર થયેલા હુમલામાં શિવરાજ પાટીલ અને વિલાસરાવ દેશમુખ તથા આર. આર. પાટીલે જવાબદારી સ્વીકારતા રાજીનામાં ધરી દીધા હતા. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ સબબ જવાબદારોના રાજીનામાં પડશે ખરાં? દેશની રાજધાની એવા દિલ્હીમાં આટલો મોટો આતંકવાદી હુમલો થયો હોવા છતાંય વડાપ્રધાન ભૂતાન નીકળી ગયાં. દેશમાં જ્યારે આવી આફત સમી દુર્ઘટનાઓ બને ત્યારે વિદેશ ગયેલા વડાપ્રધાને પણ ત્વરિત દેશમાં પરત આવી જવું પડે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top