શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગત રોજ તા. 14 નવેમ્બર શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટ થતાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો...
પારદર્શિતા એ ચોક્કસપણે નરેન્દ્ર મોદી સરકારની ઓળખ નથી. જ્યારે દેશવાસીઓને વિશ્વાસમાં લેવાની પૂરતી આવશ્યકતા હોય છે ત્યારે સરકારના સામાન્ય કાર્યમાં પણ આવું...
છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્યોની ચૂંટણીમાં મહિલાઓને રોકડ સહાય આપવાનો રાજકીય ટ્રેન્ડ શરૂ થયો છે એ રાજકીય સફળતા તો જરૂર અપાવે છે પણ...
બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી...
2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ખૂબ જ વિચારપૂર્વક મતદાન કર્યું હતું જેની અસર પરિણામોમાં જોવા મળી રહી છે. બિહારના લોકોએ સ્પષ્ટ કરી...
બીલીમોરામાં રહેતી બી.એ. ગ્રેજ્યુએટ પરપ્રાંતિય પરિણીતાએ પિતૃઓના મોક્ષ માટે પોતાના બે માસુમ પુત્રોના ગળા દબાવીને મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર મચી ગયો...
દિલ્હીમાં શુક્રવારે સાંજે બિહારમાં NDAની જીતની ઉજવણી કરવામાં આવી. આ અવસર પર બોલતા પીએમ મોદીએ કહ્યું, “બિહારના લોકોએ ગર્દા ઉડાવી દીધો. હવે...
ભાજપ પહેલીવાર બિહારમાં પોતાના દમ પર સરકાર બનાવવાની નજીક છે. આનો અર્થ એ છે કે તે નીતિશ કુમારના JDU વિના સરકાર બનાવી...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિજય પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ X પર બિહારમાં NDA સરકારની પ્રશંસા કરી...
બિહારમાં મત ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા વલણોએ મહાગઠબંધનને મોટો ફટકો આપ્યો છે, અને NDA જંગી જીત તરફ...
ખરાબ રોડ રસ્તા ને લઇ સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ 15 થી 20 ગામના લોકોએ મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના...
બિહાર વિધાનસભા ચૂંટણીની સાથે સાત રાજ્યોમાં આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં બે બેઠકો પર યોજાઈ હતી જ્યારે ઝારખંડ,...
માતા સાથે કુવા ઉપર ગયેલી સાત વર્ષીય પુત્રી માતાના હાથમાંથી છટકી ભાગી છુટતા બચી ગઈ ( પ્રતિનિધિ ) સુખસર,તા.14 સુખસર તાલુકામાં અવાર-નવાર...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીનો ટ્રેન્ડ સૂચવે છે કે એનડીએ રાજ્યમાં મોટી અને નિર્ણાયક જીત તરફ આગળ વધી રહ્યું છે. એનડીએ...
બીએલઓ અને સ્વયંસેવકો મદદ માટે હાજર, ડિજિટલ ફોર્મ સબમિશન સાથે તમામ 2576 મતદાન મથકોમાં સુવિધાઓ વડોદરા વડોદરા: શહેર અને જિલ્લામાં મતદાર યાદીની...
કાળા પાણીથી ત્રાહિમામ સ્થાનિકો વોર્ડ ઓફિસે પહોંચ્યા, કહ્યું: “પાણી ન આપો તો વોટ માંગવા આવતા નહીં!” વડોદરા. * શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા...
પ્રતિનિધિ વડોદરા તા.14વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા દંપતીને માંજલપુરમાં વિઝાની ઓફિસ ધરાવતા બે ઠગોએ આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાનું કહી...
પ્રતિનિધિ વડોદરા તા.14તસ્કરોએ ફરી એકવાર જાહેર રોડ પર આવેલા મંદિરને નિશાન બનાવીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી નાખ્યાં છે. જાંબુઆ બાયપાસ પાસે અંબે...
બોલિવૂડની સૌથી વૃદ્ધ અને આદરણીય અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડાતા હતા....
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી (JSP) ની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. JSP એક પણ બેઠક...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ આજે (14 નવેમ્બર) કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે શરૂ થઈ. આ મેચનો પહેલો દિવસ...
બિહારમાં એનડીએના ગઠબંધને સપાટો બોલાવ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં એનડીએ 200થી વધુ બેઠકો પર આગળ છે. વળી, આ ગઠબંધનમાં ભાજપની સ્થિતિ...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. હાલમાં ટ્રેન્ડ એનડીએ તરફી ચાલી રહ્યો છે. નીતિશ કુમાર ફરી એકવાર વિજયી બન્યા છે....
સિંગવડ. સિંગવડ તાલુકાના જી.એલ શેઠ કોમ્યુનિટી હોલ ખાતે 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી ઉજવવાની હોય તે સંદર્ભે મીટીંગ યોજવામાં...
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો બિહાર રાજ્યમાં એન ડી એ, ભાજપનો ભગવો લહેરાયો છોટાઉદેપુર::...
2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે અને NDA મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના વલણો...
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામના વલણોમાં NDA સ્પષ્ટ લીડમાં છે. જ્યારે મહાગઠબંધન પછાડ રહ્યું છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકાર...
પ્રતિનિધી ગોધરા તા.14પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મિશન ક્લસ્ટર ગુસરમાં મોટી કાટડી ગામ ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામ...
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કુશા કેમિકલ્સ કંપની ખાતે સંયુક્ત મોકડ્રીલ યોજાઈ પ્રતિનિધિ ગોધરા તા.14પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ પંચમહાલના ગોધરા...
*જન્મ જયંતિ વિશેષ.*છોટાઉદેપુર: આવતીકાલે ૧૫ મી નવેમ્બર. મહાન ક્રાંતિકારી શહિદ બિરસા મુંડા જન્મ જયંતિ, ૧૫ નવેમ્બર ૧૯૮૦માં જે તે વખતના બિહારનાં રાંચી...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ગત રોજ તા. 14 નવેમ્બર શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે એક શક્તિશાળી વિસ્ફોટ થતાં વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ઘટના સમયે પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ‘વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક’માંથી જપ્ત કરાયેલા એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટકોની તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં ઇમારતનો મોટો ભાગ તૂટી પડ્યો અને પાર્કિંગમાં ઉભેલા અનેક વાહનોમાં આગ લાગી ગઈ. તેમજ આ વિસ્ફોટમાં 9થી વધુના મોત અને 29થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ત્યાં હાજર લોકોના શરીરના ભાગો 200 મીટર સુધી ફેંકાઈ ગયા હતાં. આ વિસ્ફોતમાં 9 લોકોના મોત થયા છે. તેમજ 29 ઘાયલ પોલીસકર્મીઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે DSP રેન્કના ઓફિસર સહિત લગભગ 50 લોકો પોલીસ સ્ટેશનની ઈમારતમાં હાજર હતા.
ફરીદાબાદમાં ડૉ. મુઝમ્મિલ ગનાઈના ભાડાના મકાનમાંથી જપ્ત કરાયેલા 360 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટનો એક ભાગ FSL લેબમાં મોકલાયો હતો અને બાકીને નૌગામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. આ જ વિસ્ફોટકની તપાસ દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાને આતંકવાદી હુમલો ન ગણાવી પૈકીના કોઈ એક વિસ્ફોટક ટ્રિગર થવાને કારણે આકસ્મિક બ્લાસ્ટ થયો હોવાનું પોલીસનું કહેવું છે.
લોકલ સૂત્રો મુજબ વિસ્ફોટનો અવાજ શ્રીનગરની SMHS હોસ્પિટલ સુધી સંભળાયો હતો. જે અહીંથી લગભગ 14 કિલોમીટર દૂર છે. આસપાસની બિલ્ડિંગોના કાચના ગ્લાસ તૂટી ગયા અને વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઇટર્સે આગ કાબૂમાં લીધી હતી. પોલીસ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
ઓક્ટોબરમાં આ જ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. ત્યારબાદ ‘વ્હાઇટ-કોલર’ આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ કેસ સંબંધિત વિસ્ફોટકોનું જ નિરીક્ષણ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની.
પોલીસે ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે અને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ પ્રમાણે આ આતંકવાદી હુમલો નહીં પરંતુ ટેકનિકલ ભૂલથી થયેલો આકસ્મિક વિસ્ફોટ છે. હાલ સમગ્ર કેસની વિગતવાર તપાસ ચાલુ છે.