પ્રતિનિધી ગોધરા તા.24 ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસુ, સસરા અને વહુ વચ્ચેના પારિવારિક કલેશનો 181 અભયમ ટીમ સુખદ ઉકેલ લાવી છે. ચોંકાવનારી...
શાળામાંથી ઘરે લઈ જવાના બહાને સગીરાને તુવરના ખેતરમાં લઈ જઈ યુવકે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું વડોદરાત તા.24 નેત્રંગ તાલુકાના એક ગામમાં...
શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ઘટના બની છે. પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. આ યુવક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...
બિટકોઈનમાં કડાકો બોલતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારે આર્થિક નુકસાન થયું છે, તેમની કુલ સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ફોર્બ્સના અહેવાલ મુજબ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.24 વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોને વેગ અપાઈ રહ્યો છે.જેના કારણે શહેરભરમાં ખાડા ખોદવામાં આવ્યા છે.આવી એક કામગીરી ગોત્રી પ્રથમ...
બકરાવાડીના લોકોએ VMCને અપીલ કરી: જો તંત્ર જલ્દી પગલાં નહીં લે, તો જનઆંદોલન છેડવાની ચીમકી વડોદરા: શહેરના બકરાવાડી, તારા સો મીલ અને...
આજે સોમવારે સવારે 10 વાગ્યે ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંત શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા. G-20...
મોટાભાગના વહિવટીતંત્રમાં ચોરી-ભ્રષ્ટાચાર-લૂંટફાટ, સત્યોને દફનાવવા જેવા અઢળક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ખોટા વાયદાઓ કરીને સરકારી તિજોરીઓના નાગરિકોના નાણાંના બેસુમાર અને બીનજરૂરિયાતના...
આજે સોમવારે સવારે પાકિસ્તાનના પેશાવરમાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરી (FC) ના મુખ્યાલય પર એક મોટો આતંકવાદી હુમલો થયો. બે આત્મઘાતી હુમલાખોરોએ FC મુખ્યાલય...
ભારતમાં મહિલા શક્તિ દિવસે ને દિવસે વધી રહી છે. લાડલી બહેનોએ મુંબઈ શહેરમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ આ મહાનગરમાં જ્યારે...
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં હવામાન બદલાયું છે. હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરના પર્વતોમાં તાજી બરફવર્ષા થઈ...
હાલમાં નાનાં છોકરાંઓને મોબાઈલ ટેવ વધારે પડતી છે. ભણવામાં કે લેશન કરવામાં ધ્યાન ઓછું અને મોબાઈલમાં ધ્યાન વધારે. સ્કૂલેથી આવ્યાં, ચોપડા મૂકયા...
ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચે વધતી જતી આર્થિક ખાઈ ચિંતાજનક રીતે વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર ફક્ત એક ટકો જેટલા સૌથી...
ગુરુ તેગ બહાદુરજીનું સમગ્ર જીવન ન્યાય, કરુણા અને સત્યની શક્તિનું પ્રતીક છે, શીખ પરંપરાના નવમા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરજી ભારતીય ઇતિહાસના...
જીવનમાં અનેક સંઘર્ષ અને ઘર્ષણ પછી ગામમાં બાપ-દાદા બે પાંદડે સુખી થતાં અર્થાત્ આર્થિક સ્થિતિ સારી થવાથી, લીલી વાડી જોયા પછી મૃત્યુ...
શાસ્ત્રોમાં દાનનો મહિમા અપરંપાર છે એ વાત કરવામાં આવી છે. દાન પણ એક નહીં અનેક પ્રકારનાં દાન છે. 17મી નવેમ્બરના ‘ગુજરાતમિત્ર’ અખબારની...
દ્વારકાધીશ મંદિરના એક પગથિયા પર વર્ષોથી એક અંધ ભિક્ષુક પોતાની ચાદર અને થાળી મૂકીને બેસતો અને ભગવાનનું નામ લેતો રહેતો. તે પોતે...
પ્રથમ કેનેડા સાથે તકરાર થઇ. બાદમાં અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ‘અમેરિકા ફર્સ્ટ’ની પોલીસી લઇને આવ્યા. સમાંતરે યુકેમાં ઇમિગ્રન્ટસ અર્થાત્ આ પ્રવાસી નાગરિકોની...
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા એ વાતને વરસ પૂરું થશે. ભારત સહિત સમગ્ર વિશ્વ માટે આ એક વર્ષ દુ:સ્વપ્ન જેવું રહ્યું છે....
અમેરિકાએ શનિવારે પૂર્વી પ્રશાંત મહાસાગરમાં એક ડ્રગ લઈને જતી બોટ પર એરસ્ટ્રાઇક કરી, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. અમેરિકી સેનાએ આ...
દુબઈ એર શોમાં હવાઈ પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં પાઇલટનું મોત થયું હતું. પાઇલટ હિમાચલ પ્રદેશના...
ઈન્ડિગો ચેક-ઈન કાઉન્ટર પર પીઓપીનું પાટિયુ તૂટ્યું : સ્ટાફ મેમ્બરનો બચાવ ઈન્ડિગો મેનેજમેન્ટએ તમામને કડક પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટના ના...
મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયથી નાગરિકોને સુવિધા, અકસ્માતો ઘટશે અને ઇંધણનો વ્યય અટકશે; ટ્રાફિકનું ભારણ ઘટાડવા 10 નવા જંક્શનો પર સિગ્નલ લગાડાશે વડોદરા શહેરના...
( પ્રતિનિધિ )વડોદરા,તા.23 વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવા માંડ્યો છે રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન...
આજે અલવી બોહરા સમાજમાં હેરિટેજ વૉકનું આયોજન થયું હતું જેમાં હિજરી સન ૧૧૪૦ માં ખોદાયેલા કૂવા ને કઈ રીતે પુનર્જીવિત કર્યો એના...
વડોદરા તા.23વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકની પત્નીના કોઈ અન્ય યુવક સાથે મારા સંબંધ હતા. દરમિયાન પત્નીએ પોતાનો પતિ અડખોલી રૂપ બનતો...
મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના કેમ્પમાં વ્યવસ્થાના અભાવે અરજદારો હેરાન; નાગરિકોની સુવિધા માટે તંત્ર નિષ્ફળવડોદરામાં ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન...
વડોદરા:;બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનની સેવાઓના 60 વર્ષ પૂર્ણ થયા એ ઉપલક્ષમાં હીરક જયંતિ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે 23 નવેમ્બર રવિવારે સવારે ૭:૦૦ થી...
દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. ઈજાગ્રસ્ત શુભમન ગિલની ગેરહાજરીમાં કેએલ રાહુલને ટીમનું...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના લગ્ન પિતાની તબિયત અચાનક નબળી પડતાં મુલતવી રાખવામાં આવ્યા છે. આજે બપોરે લગ્ન થવાના...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
પ્રતિનિધી ગોધરા તા.24
ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસુ, સસરા અને વહુ વચ્ચેના પારિવારિક કલેશનો 181 અભયમ ટીમ સુખદ ઉકેલ લાવી છે. ચોંકાવનારી બાબત એ હતી કે સાસુ-વહુના ઝઘડાનું મુખ્ય કારણ સસરાનું દારૂનું વ્યસન હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરાના એક ગામમાંથી વૃદ્ધ મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનમાં સંપર્ક કરી જણાવ્યું હતું કે તેમની વહુ તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપે છે તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. આ ગંભીર ફરિયાદ મળતા જ 181 ટીમના કાઉન્સેલર એમ.વી. રાઠવા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સત્ય સામે આવ્યું હતું કે પીડિતાના પતિ એમ.જી.વી.સી.એલ.માં ફરજ બજાવી નિવૃત્ત થયેલા છે. પરંતુ તેઓ નિવૃત્તિ બાદ દારૂના રવાડે ચઢી ગયા હતા. તેઓ નશાની હાલતમાં ઘરમાં આવીને બિભત્સ વર્તન કરતા હતા અને વહુને ગાળો ભાંડતા હતા. ઘરમાં જુવાન દીકરા-દીકરીઓ હોવા છતાં સસરા ભાન ભૂલી તોડફોડ કરતા હતા. વહુની રજૂઆત હતી કે સસરાના આવા વર્તન છતાં સાસુ તેમને વારતા નથી કે સમજાવતા નથી. જેથી આવેશમાં આવીને વહુએ સાસુ સાથે ઝઘડો કર્યો હતો.
આ સમસ્યામાં અભયમના કાઉન્સેલરે નિવૃત્ત સસરાને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સમજાવ્યું હતું કે તેમના વ્યસનની અસર તેમના પૌત્ર-પૌત્રીના ભવિષ્ય પર પડી રહી છે. ત્યારબાદ સાસુ અને વહુ વચ્ચે સમજાવટ કરી સમાધાન કરાવ્યું હતું. અંતે સસરાએ દારૂ છોડવાની અને વહુએ સાસુનું સન્માન જાળવવાની ખાતરી આપતા પરિવારમાં ફરી શાંતિ સ્થપાઈ હતી.