સુરતમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી રાજ્યની પહેલી એલિવેટેડ એપીએમસી માર્કેટ એટલે કે શાકભાજી માર્કેટને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મુકી છે....
વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સીના કોલકાતા પ્રવાસ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે હોબાળો જોવા મળ્યો. મેસ્સીની એક ઝલક જોવા માટે હજારો ચાહકો...
ડભોઇ: ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા જાહેર સ્થળે નાટ્યાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...
વીમા રકમની લાલચમાં મોટી બહેન બની હત્યારી, પ્રેમી સાથે મળી નાની બહેનની કરાવી હત્યા વડોદરા, તા. 13 —રૂ. 40 લાખની ઇન્સ્યોરન્સ રકમની...
ગાંધીનગર: કચ્છના અંજારમાં તળાવમાં પાંચ બાળકો ડૂબ્યાની હોવાના પગલે સાંજે અહીં સ્થાનિક લોકો તથા તરવૈયાઓએ બચાવ ઓપરેશન શરૂ કર્યું હતું. મળતી વિગતો...
ગાંધીનગર : દુબઈ થઈ યુરોપ જવાન નીકળેલા એક ગુજરાતી પરિવારને લીબિયામાં બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, પરિવારજનો પાસે બે કરોડની...
ગાંધીનગર: રાજ્ય પોલીસમાં એલઆરડી ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવારો પાસ થયા છે. જેમાં 8782 પુરુષ અને 3117 મહિલા ઉમેદવાર પાસ થયા...
ગાંધીનગર: રાજ્યમાં આજે શુક્રવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. ખાસ કરીને કચ્છનું નલિયા કાતિલ ઠંડીની ચપેટમાં આવી ગયું છે. આજે દિવસ દરમિયાન નલિયામાં...
ગાંધીનગર : રિજનલ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ગ્રોથ માટેની દિશા દર્શક આ વી.જી.આર.સી.ની ચાર એડિશન રાજ્યમાં યોજવાના આયોજન રૂપે આગામી ૧૦ થી...
વિશ્વવિખ્યાત ફૂટબોલ લેજન્ડ લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસના પ્રથમ તબક્કામાં કોલકાતા પહોંચ્યો છે. આજે 13 ડિસેમ્બરથી શરૂ થનારા આ પ્રવાસ દરમિયાન મેસ્સીનું કોલકાતામાં...
દિલ્હીમાં હવાના પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર ગંભીર બની છે. આજે 13 ડિસેમ્બર શનિવારે સવારે રાજધાનીમાં ઘાટું ધુમ્મસ અને સ્મોગ જોવા મળ્યું. જેના...
NCR વિસ્તારમાં શિયાળાની ગાઢ ધુમ્મસે ફરી એકવાર માર્ગ સુરક્ષાને ગંભીર અસર પહોંચાડી છે. આજે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ...
લીમખેડા: લીમખેડા તાલુકાના બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા બ્લોક કક્ષાના કલા ઉત્સવમાં પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ...
કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે...
આર્જેન્ટિનાના વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટાર લિયોનલ મેસી આજે 13 ડિસેમ્બર શનિવારે કોલકાતા પહોંચ્યા અને તેમની બહુપ્રતિક્ષિત ‘GOAT ઈન્ડિયા ટૂર 2025’ની સત્તાવાર શરૂઆત કરી....
કોઈપણ ક્ષેત્રની મોટી કંપનીઓ જે કંપનીઓની જીવા દોરી ખરેખર નાના વેપારીઓ જ છે એ જ શાખ અને ક્રેડિટ ખરાબ કરવાનું કામ એ...
બોલિવુડમાં દિવાળી દરમિયાન કુલ ચાર કલાકારોએ અંતિમ વિદાય લીધી. સૌથી પહેલા જાણીતા બે હાસ્ય કલાકારો અસરાની, સતીષ શાહ ગયા. પોતાની વિશિષ્ટ કલાથી...
હાલમાં જ વરિષ્ઠ રાજકારણી અને વર્તમાન સુરત જનરલ હોસ્પિટલના ચેરમેન દ્વારા મ્યુ. કમિશનરને ચૌટાબજારમાંથી કાયમી ધોરણે દબાણ હટાવવા અંગે લેખિત રજુઆત કરવામાં...
અમેરિકામાં ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફ મુદ્દે હવે અમેરિકા સાંસદમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય કટોકટીનો...
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી સંસદભવનમાં એક રખડતા કૂતરાને સાથે લઇ ગયા હતાં. એમણે એ પછી એક ટીપ્પણી એ પણ કરી હતી કે...
આશ્રમમાં અભ્યાસ પૂરો કરીને જઈ રહેલા શિષ્યોનો વિદાય સમારંભ હતો. આજે ગુરુજીનું છેલ્લું પ્રવચન સાંભળવા મળવાનું હતું. બધા શિષ્યો ગુરુજીના શબ્દો સાંભળવા...
સમાચાર માધ્યમોમાં જોવાં મળેલાં આ મથાળાં ભલે ચીલા-ચાલુ લાગે પણ આ વખતે સાર્થક અને સચોટ છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતીનની આ...
ભારતમાં કેટલાંક મુખ્યમંત્રી એવાં છે કે જેની કોઈ જોડ નથી અને એમનો કોઈ તોડ નથી. કારણ કે એ ખુદ જડતોડમાં પારંગત છે....
ભારતમાં એવિએશનના ઈતિહાસમાં જે સ્થિતિ હાલમાં સર્જાઈ છે તેવી ક્યારેય સર્જાઈ નહોતી. ડીજીસીએ તાજેતરમાં એવો નિર્ણય લીધો હતો કે દરેક ક્રુ મેમ્બરને...
દુનિયામાં એક ડઝનથી વધુ યુદ્ધ રોકવાનો દાવો કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલા નામના દેશ સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે....
₹3,429ની એક્સપાયર ખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ, 31 પેઢીઓની તપાસ હાલોલ | સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન...
દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી 13 ડિસેમ્બર શનિવારના રોજ ભારત આવી રહ્યા છે અને સવારે લગભગ 10:30 વાગ્યે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ઉતરશે....
હાઇકોર્ટમાં ડિવોર્સ કેસ: પત્નીની સતત ગેરહાજરીથી અદાલતનું કડક વલણ વડોદરા:કતારમાં રહેતા 29 વર્ષીય એનઆરઆઇ પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી ડિવોર્સ પિટિશનમાં...
ટ્રેક, લેવલ ક્રોસિંગ અને અન્ય સલામતી ધોરણોની વિગતવાર સમીક્ષા :સમયસર ટ્રેન સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું :(...
આજે (12 ડિસેમ્બર) સોના અને ચાંદીના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનાનો ભાવ...
ખેડા જિલ્લા સહકારી દૂધ સંઘ (અમુલ)ના ચેરમેન તરીકે શાભેસિંહ પરમારની નિમણૂક
વડોદરાના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ શાહ ગુજરાત સ્ટેટ જુનિયર ચેમ્પિયન
પતિ માટે ગુટખા લઈને આવતી મહિલાને અજાણ્યા વાહને કચડી મારી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો બિસમાર હાલતમાં, નગરજનો માટે બિનઉપયોગી
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટતા 40 ફ્લાઇટ્સ રદ, એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી
વડોદરાવાસીઓ માટે તક: 18મીથી વર્ષના અંત સુધી મતદાર યાદીમાં નામાંકન કરાવી શકાશે
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સુરતમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બનેલી રાજ્યની પહેલી એલિવેટેડ એપીએમસી માર્કેટ એટલે કે શાકભાજી માર્કેટને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લી મુકી છે. આ ઉપરાંત સુરત મનપાના 350 કરોડના વિકાસ કાર્યો સહિત કુલ 600 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યા છે.
ખેડૂતો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થનારી એપીએમસી માર્કેટના લીધે પુણા રોડ પરના ટ્રાફિકનું ભારણ પણ હળવું બનશે. કારણ કે શાકભાજીના ટ્રક માર્કેટના પહેલા માળે માલ ઠાલવીને માર્કેટના વેપારને ડિસ્ટર્બ કર્યા વિના પસાર થઈ શકશે. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રાંદેર ખાતે ઓલ ઈન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત વીર નર્મદ યુનિવર્સિટીમાં વિકાસ કામોના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપીએમસીના ઉદ્દઘાટન પ્રસંગે ટેક્નોલોજીના મહત્ત્વ પર ભાર મુકતા કહ્યું હતું કે આધુનિક સુવિધાઓને લીધે હવે લોકાર્પણ અને ખાતમુહૂર્ત શક્ય બન્યા છે. સુરત એપીએમસી ખાતે રાજ્યના પહેલાં એલિવિટેડ માર્કેટ યાર્ડને ખુલ્લુ મુકતા તેને ખેડૂત હિત માટેનું સુંદર સોપાન ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પડખે ઉભી છે. કમોસમી માવઠાને લીધે પાકને થયેલા નુકસાની સામે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના રતાળુ જેવા પાકોને વૈશ્વિક બજાર અપાવવા સરકાર કટીબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
સુરત એપીએમસીની પ્રગતિ વિશે જાણો..
વર્ષ 1951માં માત્ર 15 હજારની આવકથી સુરતમાં એપીએમસી માર્કેટ શરૂ થયું હતું. આ યાર્ડ આજે રાજ્યમાં આવકની દ્રષ્ટિએ પ્રથમ છે. અહીં દૈનિક 15 હજારથી વધુ લોકોની અવરજવર રહે છે. ખેડૂતો RTGS મારફતે ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા થયા છે.
જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતોના આરોગ્યનું પણ ધ્યાન રખાયું
સુરત APMCની રાજ્યમાં સૌથી વધુ આવક ધરાવતી સંસ્થા તરીકે પ્રશંસા કરી અને નોંધ્યું કે અહીં ખેડૂતોને માત્ર બજાર જ નહીં, પરંતુ આરોગ્ય માટે દવાખાના જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ભારતના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જેમાં ફોર્મ ભર્યાના ખૂબ જ ટૂંકા ગાળામાં રાહત પેકેજના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ રહ્યા છે.
CMના હસ્તે 600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (URDCL)ના 241.85 કરોડના પ્રકલ્પો તથા સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના કુલ 358.81 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા.