આજવા ડેમ નજીક બ્રોડગેજ લાઇન માટે 0.85 હેક્ટર જમીનનું વળતર અધિનિયમ-2013 મુજબ લેવાશે; 20 હજાર વૃક્ષો કાપવા માટે કમિશનરને સત્તા વડોદરા શહેરની...
આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 પસાર કર્યું છે. આ કાયદો છઠ્ઠી અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિ જનજાતિઓને લાગુ પડશે નહીં. સરકારના જણાવ્યા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27 વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ Al2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર...
ત્રણ દિવસથી નળ સૂકા, 800 ઘરો મુશ્કેલીમાં ! બેદરકારીનો ભોગ બનતા બાળકો વડીલો,’કાઉન્સિલર-ધારાસભ્ય પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ,’ સ્થાનિકોનો સણસણતો આક્ષેપ; કોર્પોરેશનને 1000...
આઇએમડીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત સેન્યાર પછી વધુ એક ચક્રવાતી વાવાઝોડું દિત્વા ટૂંક સમયમાં તમિલનાડુ-આંધ્રપ્રદેશ-પુડુચેરી કિનારા સુધી પહોંચવાની ધારણા છે. આઇએમડી...
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. દેઓલ પરિવારે આજે 27 નવેમ્બરના રોજ મુંબઈના સીસાઇડ લૉન્સ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27 મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ પૂરા પાડ્યા...
જેલોના વડા ડો.કે.એલ.એન.રાવની સુચના મુજબ જેલ સુધારાત્મક પ્રવૃતિ અંતર્ગત જેલો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા મધ્યસ્થ જેલ...
વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ માટે રોડ સેફ્ટી અભિયાન તજજ્ઞોની ઉપસ્થિતિમાં હાથ ધરાયું સાવલી : કે-જે.આઈ.ટી. કેમ્પસ સાવલી ખાતે આવાસ યુથ વુમન...
મકાન માલિક યુવકના લગ્ન થતાં ન હોય ગ્રહો નડે છે તેમ કહી સોનાના દાગીના, રોકડા રૂપિયા પડાવ્યા, ક્રેડિટ કાર્ડ માંથી એસી ફ્રીજ...
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર દૂધ ચિલિંગ સ્ટેશને અમૂલના સ્થાપક ડૉ. વર્ગીસ...
પાકિસ્તાનમાં અદિયાલા જેલની બહાર હંગામો વધી રહ્યો છે. ખૈબર પખ્તુનખ્વા (કેપીકે)ના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને મળવા અદિયાલા...
ગુજરાતી સિનેમાની અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત “લાલો- કૃષ્ણ સદા સહાયતે” ફિલ્મને ખરેખર ભગવાન કૃષ્ણના આશીર્વાદ મળી રહ્યા હોય તેવું લાગે છે. કારણ...
નેપાળે ફરી એકવાર ભારત સાથે દગો કર્યો છે. આ વખતે નેપાળે ચીન જેવું જ વર્તન કર્યું છે. તેણે ૧૦૦ રૂપિયાની નવી નોટ...
શેરબજારમાં રોલર કોસ્ટર રાઈડમાં બેસવાનો અનુભવ આજે રોકાણકારોએ લીધો હતો. આજે ગુરુવારે તા. 27 નવેમ્બરે બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. નિફટી અને...
મહિલા પ્રીમિયર લીગ (WPL) ની પહેલી મેગા હરાજી નવી દિલ્હીમાં ચાલી રહી છે. મલ્લિકા સાગર હરાજીની યજમાની કરી રહી છે. પહેલી બોલી...
દક્ષિણ આફ્રિકા સામે ભારતની 0-2 ટેસ્ટ શ્રેણીની હાર બાદ વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી. પંતે સ્પષ્ટપણે...
વડોદરા : બાપોદ અને વાડી પોલીસ સ્ટેશનના પીએસઆઇની ઓળખ આપીને રેપિડો કેપ્ટન તથા ચાઇનીઝની લારી ચલાવતા વેપારી સાથે ઠગાઈ કરતી ગેંગ સક્રિય...
બોલીવુડ પાર્ટીઓમાં સેલિબ્રિટીઓ સાથે ફોટા પડાવી ફેમસ થયેલો ઈન્ફ્લુએન્સર ઓરી ડ્રગ્સ કેસમાં ફસાયો છે. રૂપિયા 252 કરોડના ડ્રગ્સ કેસમાં બુધવારે તા. 26...
કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટેનો જંગ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. અહેવાલો સૂચવે છે કે જો પાર્ટી હાઇકમાન્ડ ડીકે શિવકુમારને આ પદ માટે...
સુપ્રીમ કોર્ટનો આદેશ’: ₹7 કરોડના બાકી વેરામાંથી રેલવેએ તત્કાળ ₹2 કરોડ ભર્યા; બાકી ₹5 કરોડ પણ ટૂંક સમયમાં ભરાશે વડોદરા:; છેલ્લા ઘણા...
શહેરમાં એક બાજુ અસામાજિક તત્વોનો ઉત્પાત યથાવત છે. પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે બુધવારે રાત્રે અસામાજિક તત્વોએ કાયદા વ્યવસ્થાની લીરેલીરા ઉડાડ્યા હતા. પાંડેસરાની આવિર્ભાવ...
ડભોઇ::વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં BLOની હાલત લથડતા , ફિલ્ડ પર ફરજ દરમિયાન અચાનક બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડોદરા જિલ્લામાં ડભોઇ...
વડોદરા તા.27વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા પોતપોતાની કાર ખુલ્લા પ્લોટમાં પાર્ક કરવામાં આવી હતી. ત્યારે મોડી રાત્રિના સમયે કેટલાક...
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટ વોશ બાદ કોચ ગૌતમ ગંભીરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. ગંભીરને કોચ પદેથી દૂર કરાશે તેવી...
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે બુધવારે તેઓએ સાબરકાંઠા અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ત્યાં રિવ્યુ...
વડોદરા તા.27અટલાદરા વિસ્તારમાં રહેતું દંપતી કુરાલીથી નારેશ્વર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન લીલોડ ગામની પાસે ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ જતા કાર...
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી. તેમના મૃત્યુના લગભગ ત્રણ દિવસ પછી તેમની પત્ની હેમા માલિનીએ તેમની પહેલી પોસ્ટ પોસ્ટ કરી...
હાલ મોંઘવારીએ માઝા મૂકી દીધી છે અને દરેક ચીજ વસ્તુઓના ભાવ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યા છે કે, આ મોંઘવારીનું કાળચક્ર ક્યાં...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને લઈને ચાલી રહેલી અફવાઓ વચ્ચે એક નવી અપડેટ સામે આવી છે. જીઓ ટીવીના અહેવાલ મુજબ, અડિયાલા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
આજવા ડેમ નજીક બ્રોડગેજ લાઇન માટે 0.85 હેક્ટર જમીનનું વળતર અધિનિયમ-2013 મુજબ લેવાશે; 20 હજાર વૃક્ષો કાપવા માટે કમિશનરને સત્તા
વડોદરા શહેરની નજીક આવેલા આજવા ડેમ પાસેથી પસાર થતી જૂની નેરોગેજ લાઇનને મિયાગામ-ડભોઇ-સમીયાલા નવીન બ્રોડગેજ લાઇનના રૂપાંતરણ માટે અને આ લાઇનને વડોદરા મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં ‘ગિફ્ટ’ તરીકે સ્થાનાંતરિત કરવા માટેની મહત્વપૂર્ણ દરખાસ્તને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. જોકે, આ મંજૂરી કેટલીક પૂર્વ શરતોને આધીન છે, જે શહેરીજનોના હિતોનું રક્ષણ કરે છે.
સ્થાયી સમિતિએ આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સંદર્ભે નિર્ણય લેતી વખતે ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારત સરકાર, ગુજરાત સરકાર અને પાલિકાના પરામર્શ બાદ જે સંયુક્ત ડિઝાઇન તૈયાર થાય, તેના પાલન પૂર્વે સ્થાયી સમિતિ અને સમગ્ર સાધારણ સભાની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. આ નિર્ણય પ્રોજેક્ટમાં પારદર્શિતા જાળવવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓની સંમતિ સુનિશ્ચિત કરવાનો આશય ધરાવે છે.
આ ઉપરાંત, આ પ્રોજેક્ટનો બીજો એક સંવેદનશીલ મુદ્દો આજવા સરોવરનો છે, જ્યાંથી વડોદરા શહેરની જનતાને પાણી પૂરું પાડતી મુખ્ય જળ લાઇન પસાર થાય છે. ભવિષ્યમાં આ વિસ્તારમાં નવી લાઇન નાખવાની, રીપેરીંગ કરવાની કે અન્ય કોઈ પ્રકારની કામગીરી કરવાની થાય, તો તે સંદર્ભે પાલિકાને ત્વરિત પરવાનગી મળી રહે અને તેના ખર્ચ બાબતે પણ સમજૂતી કરાર માં સ્પષ્ટતા કરવામાં આવે તેવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શહેરના પાણી પુરવઠામાં કોઈ અવરોધ ન આવે.
રેલવે લાઇનના સ્થાનાંતરણની આ પ્રક્રિયામાં જમીનની અદલાબદલીનો મોટો મુદ્દો પણ સામેલ છે. નેરોગેજ લાઇન ધરાવતી 6.05 હેક્ટર વેસ્ટર્ન રેલવેની માલિકીની જમીનનો કબજો પાલિકાને સોંપવામાં આવશે. જ્યારે, પાલિકાની હદમાંથી પસાર થતી 6.85 હેક્ટર જમીનમાં બ્રોડગેજ લાઇન નાંખવાની મંજૂરી આપવામાં આવી છે. આ જમીનોના તફાવત વાળી 0.85 હેક્ટર જમીન વેસ્ટર્ન રેલવેને ‘NO COST’ પર આપવી કે સદર જમીનનું વેલ્યુએશન કરાવી અથવા સરકારના નવા કાયદા મુજબ યોગ્ય વળતર મેળવી, એટલે કે જમીન સંપાદનમાં પારદર્શકતા, પુનઃરોત્થાન અને પુનઃવસવાટ અંગેનો અધિનિયમ-2013ની જોગવાઇ મુજબ, સરકારની 2011ની જંત્રીના ચાર ગણા ભાવે વેસ્ટર્ન રેલવે પાસેથી વળતર લઈને સોંપવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, બ્રોડગેજ લાઇનમાં આવતી અન્ય ખાનગી માલિકીની જમીનોનું સંપાદન માત્ર અને માત્ર વેસ્ટર્ન રેલવે દ્વારા જ કરવામાં આવે, તેમજ પાલિકાની જમીનમાં આવતી કમ્પાઉન્ડ વોલ દૂર કરવા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીનમાં આવતા આશરે 20 હજાર જેટલા વૃક્ષોને કાપવાની મંજુરી પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા મેળવી આપવા વગેરેની તમામ સત્તાઓ અંગે કમિટીની રચના કરવા અને તેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણને મંજૂર કરવામાં આવી છે. જોકે, આ કમિટીને પ્રસ્તુત કામોમાં નિર્ણય કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં સ્થાયી સમિતિના અધ્યક્ષનો સમાવેશ કરવા અંગેનો અભિપ્રાય પણ સ્વીકારવામાં આવ્યો છે.