આવી ભૂલ નહીં કરવા પણ આરોપીએ સ્વીકાર્યું વડોદરા તા.28એક ઠગે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને પીએસઆઈ તરીકેની...
આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. દેશના બે મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ (UP) અને મહારાષ્ટ્ર (MH) બંનેએ સ્પષ્ટ નિર્ણય કર્યો...
દેશમાં સમયાંતરે ચૂંટણીવિષયક, વસ્તીગણતરી વિષયકની કામગીરી નિયમિત ચાલુ રહે છે. આ SIRની કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. BLO તથા અન્ય અધિકારી પણ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી મતોના નુકસાનકારક રાજકારણો છોડીને વિકાસવાદોનું રાજકારણ ચલાવીને 2014થી સાચો રસ્તો બતાવેલ છે. દેશનો નોંધપાત્ર વિકાસ અભિનંદનને...
સુરત: જેલમાં ટિફિન, વીઆઈપી બેરેક અને સુવિધાઓ અપાવવાની લાલચ આપી, ન આપશો તો હાઈ સિક્યુરિટીમાં મૂકી દેવાની ધમકી આપી પૈસા પડાવતા ઠગની...
સુરત: છેલ્લાં એક અઠવાડિયાથી સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતું અને તેમાં પણ તાજેતરમાં ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ સુરત સુધી પહોંચતાં સુરતનો એર...
હાલમાં એક અહેવાલ એવા હતા કે મધ્યપ્રદેશની પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા-2025માં માત્ર 7,500 જગ્યાઓ માટે લગભગ 9.5 લાખ અરજદારો આવ્યા હતા., આ...
સુરત: સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં ચીફ સિક્યુરિટી ઓફિસર જાગૃત નાયક વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. મુગલીસરા ખાતે પોતાની કેબિનમાં તેઓ...
સુરત: ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં મતદાર નોંધણી સંબંધિત કામગીરી તેજ ગતિએ ચાલી...
સુરત: એકબાજુ સુરત શહેરની સ્વચ્છતા મુદ્દે સમગ્ર દેશમાં અવ્વલ હોવાની આલબેલ પોકારાય છે. તો બીજી બાજુ શહેરવાસીઓ આ સ્વચ્છતાનો અહેસાસ થતો નહીં...
સુરત: વરાછા સૂર્યપુર ગરનાળાથી સરથાણા જકાતનાકા પાસેના પ્રાણી સંગ્રહાલય સુધીના બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ગેરકાયદે રીતે વસાવટ કરતાં...
વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 19...
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે કેનેડામાં કપિલ શર્માના કૅપ્સ કાફેમાં થયેલા ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગોળીબારમાં સામેલ મુખ્ય શૂટર...
મુંબઈ-વડોદરા-મુંબઈની ફ્લાઈટ 6E-5126/6087 કેન્સલ : મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી : ( પ્રતિનિધિ )વડોદરા,તા.28 વડોદરા એરપોર્ટ પર આવતી મુંબઈ વડોદરા મુંબઈની...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝનો પ્રારંભ તા.30 નવેમ્બરે રાંચી સ્ટેડિયમ ખાતે થશે. ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ બંને ટીમો હવે...
નોકરી ધંધા પર જતા લોકો અટવાયા, કેટલાક વાહન ચાલકોએ રોંગ સાઇડ જવાની ફરજ પડી બ્રિજ પર એક્ટિવા ચાલકે મોપેડ સવાર મહિલાને ટક્કર...
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. ટીમ ટ્રોફી સાથે નવી દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને પહોંચી. બધી ખેલાડીઓએ સાથે...
ટ્રીમિંગ અને સાફ સફાઈના નામે આખા વૃક્ષ કાપી નાખતા વિવાદ ગાર્ડન શાખાની લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી કાર્યવાહી ( પ્રતિનિધિ )વડોદરા,તા.27 વડોદરાની...
આજવા ડેમ નજીક બ્રોડગેજ લાઇન માટે 0.85 હેક્ટર જમીનનું વળતર અધિનિયમ-2013 મુજબ લેવાશે; 20 હજાર વૃક્ષો કાપવા માટે કમિશનરને સત્તા વડોદરા શહેરની...
આસામ વિધાનસભાએ બહુપત્નીત્વ પ્રતિબંધ બિલ 2025 પસાર કર્યું છે. આ કાયદો છઠ્ઠી અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિ જનજાતિઓને લાગુ પડશે નહીં. સરકારના જણાવ્યા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27 વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ Al2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર...
ત્રણ દિવસથી નળ સૂકા, 800 ઘરો મુશ્કેલીમાં ! બેદરકારીનો ભોગ બનતા બાળકો વડીલો,’કાઉન્સિલર-ધારાસભ્ય પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ,’ સ્થાનિકોનો સણસણતો આક્ષેપ; કોર્પોરેશનને 1000...
આઇએમડીએ ગુરુવારે જણાવ્યું હતું કે ચક્રવાત સેન્યાર પછી વધુ એક ચક્રવાતી વાવાઝોડું દિત્વા ટૂંક સમયમાં તમિલનાડુ-આંધ્રપ્રદેશ-પુડુચેરી કિનારા સુધી પહોંચવાની ધારણા છે. આઇએમડી...
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. દેઓલ પરિવારે આજે 27 નવેમ્બરના રોજ મુંબઈના સીસાઇડ લૉન્સ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.27 મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ પૂરા પાડ્યા...
જેલોના વડા ડો.કે.એલ.એન.રાવની સુચના મુજબ જેલ સુધારાત્મક પ્રવૃતિ અંતર્ગત જેલો ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા મધ્યસ્થ જેલ...
વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ માટે રોડ સેફ્ટી અભિયાન તજજ્ઞોની ઉપસ્થિતિમાં હાથ ધરાયું સાવલી : કે-જે.આઈ.ટી. કેમ્પસ સાવલી ખાતે આવાસ યુથ વુમન...
મકાન માલિક યુવકના લગ્ન થતાં ન હોય ગ્રહો નડે છે તેમ કહી સોનાના દાગીના, રોકડા રૂપિયા પડાવ્યા, ક્રેડિટ કાર્ડ માંથી એસી ફ્રીજ...
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર દૂધ ચિલિંગ સ્ટેશને અમૂલના સ્થાપક ડૉ. વર્ગીસ...
પાકિસ્તાનમાં અદિયાલા જેલની બહાર હંગામો વધી રહ્યો છે. ખૈબર પખ્તુનખ્વા (કેપીકે)ના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનને મળવા અદિયાલા...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
આવી ભૂલ નહીં કરવા પણ આરોપીએ સ્વીકાર્યું
વડોદરા તા.28
એક ઠગે વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને ચાઇનીઝના રૂપિયા આપ્યા નહોતા. જેથી વેપારીએ ફોન કરીને રૂપિયા માંગતા આરોપીની પત્નીએ પોલીસ પાસે પૈસા માંગો છો તેમ કહીને ધમકાવ્યા હતા. જેની ફરિયાદ વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે મોબાઈલ લોકેશન ના આધારે ખોટી પીએસઆઇની ઓળખ આપનાર આરોપી અને તેની પત્નીને આજવા રોડ ઉપરથી ધરપકડ કરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઇ તરીકેની ઓળખ આપનાર આરોપીને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારે આરોપીએ મારું નામ બકુલ છે, મેં પીએસઆઇ તરીકેની ખોટી ઓળખ આપીને જમવાનું પાર્સલ મંગાવ્યું હતું, મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવી ભૂલ ફરી નહીં કરું,હું માફી માંગુ છું તેવી કબુલાત કરી હતી.
વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં આવેલ અહેમદ પાર્કમાં રહેતા વેપારી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદ સરદાર એસ્ટેટની બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. ગત 23 નવેમ્બરના રોજ રાત્રિના સમયે એક યુવક બાઈક પર આવ્યો હતો. દુકાનના વેપારી સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે હું વાડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ નલવાયા સાહેબ બોલુ છું. તેણે ચિકન ચાઈનીઝ ભેલનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ પૈસા માંગતા આ શખ્સે ફરીથી પીએસઆઈ સાથે વાત કરાવી હતી ત્યારે વેપારીને મોબાઈલ નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશનના તેમના મિત્ર એક-બે કલાકમાં આવીને રૂ.140નું પેમેન્ટ કરી દેશે. આ વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ પાર્સલ આપી દીધું હતું.
બીજા દિવસે વેપારીએ મોબાઈલ નંબર પર કોલ કર્યો ત્યારે એક મહિલાએ ફોન ઉપાડ્યો તેણે કહ્યું કે, અડધા કલાકમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે અને તેમના પતિ પીએસઆઈ છે તમને રૂ.140 માંગતા શરમ નથી આવતી ? ત્યારબાદ પણ પેમેન્ટ આવ્યું ન હતું. વેપારીએ વારંવાર કોલ કર્યા છતાં તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ શખ્સોએ પીએસઆઇની ખોટી ઓળખ આપીને રેપીડો વાળાના રૂ. 40નું પેમેન્ટ કર્યું નહોતું. જેને ફરિયાદ ચાઈનીઝના વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે પોલીસે વેપારીને આપેલા મોબાઈલ નંબર નું લોકેશન ટ્રેસ કરતા આજવા રોડ પર આવેલા શ્રી હરી ટાઉનશિપનું નીકળ્યું હતું. જેથી પોલીસે લોકેશન પર જઈને તપાસ કરતા મોબાઈલ નંબર ધારક બકુલ જશુ તથા રશ્મી બકુલ બંને હાજર હોય તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે બકુલની પૂછપરછ કરતા આરોપીઓએ પોલીસમાં નથી તેમ છતાં પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ અને રશ્મિબેન બકુલભાઈ (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે આરોપી બકુલને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી અને કાયદા ના પાઠ ભણાવતા તેણે આવી ભૂલ ફરીવાર નહીં કરવા માટે ખાતરી આપી હતી.