દુનિયામાં લાખો લોકો કેન્સરથી પીડાય છે. કેન્સર આજના જમાનાની સૌથી વિકરાળ બીમારી બની ગઈ છે. કેન્સરના કારણે વર્ષે એક કરોડથી વધુ લોકોનાં...
સ્વતંત્ર ભારતના બંધારણમાં “સર્વે ભવન્તુ સુખીનામ્’’ ની વિભાવના ઉતારવામાં આવી. પ્રજાના પ્રતિનિધિઓ આ માટેની સંરચના (કાયદા) તૈયાર કરશે અને નિયુક્ત થનાર કર્મચારીઓ...
૨૬ નવેમ્બરના રોજ અમદાવાદને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર તરીકે સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી. ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં ૭૪...
આ વર્ષે દિવાળી પછી તરત જ આપણા ગુજરાતમાં કમોસમી વરસાદનું એક મોજું આવ્યું. એકાદ સપ્તાહ સુધી વરસાદી માહોલ રહ્યો. અને આ વરસાદી...
ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગે માર્ચ ૨૦૨૬ થી વેચાતા તમામ નવા સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પહેલાંથી ઇન્સ્ટોલ કરવી ફરજિયાત બનાવી છે. આ કાયદાનો હેતુ...
નવી પેઢી જુની પેઢી કરતા ખૂબ આગળ રહી છે. એમ કહી શકાય કારણ કે એના ભાગે નવી નવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહે...
( પ્રતિનિધિ )વડોદરા,તા.3 વડોદરા આવેલા કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીની સુરક્ષાને લઈ સવાલો ઉઠવા પામ્યા હતા. કાર્યક્રમ બાદ પરત ફરતી વેળાએ તેઓના કાફલા પાછળ...
તા. 25/11/25 એ કાર્તિકેય ભટ્ટે આ સંદર્ભે ખૂબ ઊંડાણથી ચર્ચા કરી સુંદર માર્ગદર્શન આપ્યું તે માટે તેમને અભિનંદન. આજકાલ આ વિષયે ચર્ચા...
ઇ.સ. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય છે. આ લક્ષ્ય હાંસલ કરવા દરેક નાગરિકોએ પોતાનું યોગદાન આપવું પડશે. ભારત દેશની ટોચની...
ખાય લ્યો, મ્હારા વ્હાલા…! ખાધું પીધું જ ભેગું આવશે.. ને બાકી બધું અહીંયા જ પડ્યું રહેશે! સાચુંને મિત્ર! ખેર, મૂળે અને મુદ્દે…...
ગુજરાત આજે ડ્રગ્સનું એપિસેન્ટર બની ગયું છે. 2020 થી લઈને 2024 દરમિયાન 7,350 કરોડ રૂપિયાનુ ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. આટલી માત્રામાં ડ્રગ્સ...
વૈકલ્પિક વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે લાંબા સમયથી થતા ટેક્નિકલ ધાંધિયાથી મુસાફરો પરેશાન ( પ્રતિનિધિ )વડોદરા,તા.3 વડોદરા એરપોર્ટ ઉપર લાંબા સમયથી...
શહેરમાં ફરી ઠંડીનો પારો નીચે ગગળ્યો : 15.4 ડીગ્રી તાપમાન ( પ્રતિનિધિ )વડોદરા,તા.2 વડોદરા શહેરમાં ફરી એક વખત ઠંડીનો પારો નીચે ગગડ્યો...
ભારત સરકારે તમામ સ્માર્ટફોન કંપનીઓને નવા ફોન પર ‘સંચાર સાથી’ એપ ફરજિયાતપણે પ્રીલોડ કરવાનો આદેશ આપ્યો છે. જોકે એપલે તેનું પાલન કરવાનો...
કમિશનરનું નિવેદન: પ્રથમ તબક્કામાં 40 ઇ-બસ દોડશે, AQI જાળવવા માટે કોર્પોરેશન હવે ‘સ્મોક ગન્સ’ ખરીદશે; કુલ 250 બસોનું આયોજન. વડોદરા :;શહેરના જાહેર...
રૂ. 38 કરોડના ખર્ચે 1035 બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ જૂના ગાંધીનગરગૃહના સ્થાને અઢી વર્ષમાં તૈયાર થનાર આ માળખું શહેરની કલા-સંસ્કૃતિને આપશે નવું...
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન સ્મિથનું 62 વર્ષની વયે અવસાન થયું છે. સ્મિથે 1988 થી 1996 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 62 ટેસ્ટ મેચ અને...
રોડના કામમાં ‘ઝીરો ટોલરન્સ’: નબળી ગુણવત્તાવાળા રોડ મંજૂર નહીં થાય; ખોદકામ બાદ પુરાણમાં બેદરકારી નહીં ચલાવાય વડોદરા મહાનગરપાલિકા કમિશ્નર અરુણ મહેશ બાબુની...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. તેમની બહેન ઉઝમા સોમવારે જેલમાં તેમને મળી હતી. બહાર આવ્યા...
ગ્રાહકો અને વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓ વચ્ચે થતા ઘર્ષણ અટકાવવાની માંગણી ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા કડક પોલીસ કાર્યવાહી કરવા એમજીવીસીએલના...
હાલમાં પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને વ્યાપક ગભરાટ છે. મંગળવારે તેમની બહેન ઉઝમા ખાનને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મળવાની મંજૂરી આપવામાં...
સતત બીજા દિવસે સંસદમાં હોબાળા વચ્ચે સરકાર અને વિપક્ષ SIR પર ચર્ચા કરવા માટે સંમત થયા છે. જોકે વિપક્ષે SIR પર તાત્કાલિક...
અકોટા જીઈબી સ્ફુલ અંગ્રેજી માધ્યમમાં કલાસ ટીચરની બેદરકારી શિસ્તમા છોકરાઓ ન રહે એ યોગ્ય નથી, આંખ જેવી સેન્સેટિવ વસ્તુની અંદર વાગે એ...
પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલાઈ ગયું છે. કેન્દ્રીય સચિવાલયનું નામ પણ બદલાઈ ગયું છે. સચિવાલયને કર્તવ્ય ભવન કહેવામાં આવશે. કેન્દ્ર સરકારે દેશભરના રાજભવનોનું...
150થી વધુ ફાઈલો ગુમ થયાની ચર્ચા વચ્ચે કમિશનર માત્ર ‘પરિપત્ર’ કરીને સંતોષ માનશે? જવાબદાર અધિકારીઓ સામે FIRની માંગ વડોદરા મહાનગરપાલિકા માંથી ફાઈલો...
મહાનગરપાલિકા પર સીધો આક્ષેપ: ગટરનું પાણી ડ્રેનેજ દ્વારા નદીમાં છોડવાનું બંધ ન કરી શકી ઓક્ટોબરમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં ખુલાસો: વિશ્વામિત્રીનું પાણી ‘અતિ...
કારેલીબાગમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિધાર્થિનીનો મોબાઈલ પણ લુંટવાનો પ્રયાસ, યુવતીએ બૂમરાણ મચાવતા યુવક યુવતી મોપેડ લઈ ભાગ્યા વડોદરા તા.2વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં...
હાલોલ: હાલોલ જ્યોતિ સર્કલ નજીક આજે મંગળવારના રોજ સવારે જીવંત વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર...
વર્ષોમાં પરાળી બાળવાનું સૌથી ઓછું હોવા છતાં દિલ્હી-એનસીઆરની શિયાળાની હવા ગૂંગળામણભરી રહે છે. ઓક્ટોબર અને નવેમ્બરના મોટાભાગના મહિનામાં પ્રદૂષણનું સ્તર ‘ખૂબ જ...
લોકો જાતે સફાઈ કરવા મજબૂર, તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. ગટરનું ગંદુ પાણી રોડ પર ફરી વળતા લોકો પરેશાન, રોગચાળો ફેલાઈ તો નવાઈ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા

દુનિયામાં લાખો લોકો કેન્સરથી પીડાય છે. કેન્સર આજના જમાનાની સૌથી વિકરાળ બીમારી બની ગઈ છે. કેન્સરના કારણે વર્ષે એક કરોડથી વધુ લોકોનાં મોત થઈ જાય છે. કેન્સરની જુદી જુદી સારવાર પદ્ધતિ છે અને ઘણાં લોકો સાજા થાય છે છતાં અક્સિર ઈલાજ હજુ સુધી મળ્યો નથી. આવી સ્થિતિમાં અમેરિકામાંથી આશા જન્માવતો અહેવાલ આવ્યો છે. અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની વેક્સિન પર સફળ પ્રયોગ કર્યો છે. સાયન્સ જર્નલ નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પબ્લિશ થયેલા અહેવાલ પ્રમાણે ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ કેન્સરની યુનિવર્સલ વેક્સિન વિકસાવી છે. mRNA એટલે કે મેસેન્જર RNA ટેકનિકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ બનાવેલી કેન્સરની વેક્સિન બધા પ્રકારના કેન્સરમાં કારગત નીવડે તેમ છે. ઉંદરો પર પ્રયોગ થયો એનું પરિણામ ખૂબ ઉત્સાહવર્ધક છે. વેક્સિન આપ્યા બાદ ઉંદરોના શરીરમાં કેન્સરની ગાંઠ ગાયબ થઈ ગયાનું જણાયું હતું. વેક્સિનની ખાસિયતો જાણતા પહેલાં mRNA ટેકનિક વિશે જાણી લઈએ.
mRNA એટલે આપણાં જેનેટિક કોડનો નાનકડો હિસ્સો. જે શરીરની કોશિકાઓમાં પ્રોટીન બનાવવાનું કામ કરે છે. આ પદ્ધતિથી વેક્સિન બને એનો અર્થ એ કે જ્યારે શરીરમાં કોઈ વાયરસ કે બેક્ટેરિયાનો હુમલો થાય ત્યારે mRNAથી બનેલી વેક્સિન શરીરમાં પ્રોટીન બનાવવાનો મેસેજ મોકલે છે. એટલું જ નહીં, આ ટેકનિકથી શરીરમાં એન્ટીબોડી પણ બને છે. પ્રોટીન મળે એટલે શરીરની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે, સાથોસાથ એન્ટીબોડી બને છે એટલે ખરાબ થયેલા કોશો નાશ પામે છે.
આ વેક્સિન મૂળભૂત રીતે શરીરની રોગ પ્રતિકારક શક્તિને કેન્સરની ગાંઠ પર હુમલો કરવા પ્રેરિત કરે છે. શરીરમાં જે સ્થળે ટ્યૂમર હોય એ સ્થળે તે સીધો એટેક કરે છે. ઘણાં ઉંદરોમાં કેન્સર ટ્યૂમર સદંતર નાબૂદ થયાનું જણાયું હતું તો ઘણાં ઉંદરોમાં ગાંઠ નબળી પડી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વેક્સિન કોઈ એક પ્રકારના કેન્સરમાં જ ઉપયોગી નથી, બધા જ પ્રકારના કેન્સરમાં તે અસર કરે છે, તેથી યુનિવર્સલ કેન્સર ટ્રિટમેન્ટ માટે આ વેક્સિન ભવિષ્યમાં બહુ મોટી ભૂમિકા ભજવશે.
સંશોધકોએ સ્કીન, હાડકાં અને બ્રેન કેન્સર ધરાવતા ઉંદરોને આ વેક્સિન આપીને જોયું તો વેક્સિનથી તેમના શરીરમાં પાવરફૂલ રોગ પ્રતિકારક શક્તિ જનરેટ થઈ હતી.
એ રોગ પ્રતિકારક શક્તિએ જ કેન્સર સામે મજબૂત લડાઈ આપી હતી. ડૉ. એલિયાસ સયૂરના માર્ગદર્શનમાં તૈયાર થયેલી આ વેક્સિનથી કેન્સર ઈમ્યુનોથેરપીની પદ્ધતિને સાયન્ટિફિકલી વધારે સમર્થન મળશે.
ડૉ. એલિયાસ સયૂરના કહેવા પ્રમાણે આ વેક્સિન નિષ્ક્રિય થયેલા સેલને ફરીથી એક્ટિવ કરે છે. તેનાથી શરીરની કેન્સર સામેની લડાઈ વધારે સ્ટ્રોંગ બની જાય છે.
અત્યારે કેન્સરની ટ્રિટમેન્ટ થાય છે તેમાં મ્યુટેશન્સ પર ફોકસ કરવામાં આવે છે. એટલે કે શરીરના DNAમાં સ્થાઈ પરિવર્તન કરવામાં આવે છે. ટૂંકમાં અત્યારની પ્રચલિત સારવારથી સ્થાઈ પરિવર્તન થાય છે, પરંતુ ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ બનાવેલી વેક્સિન શરીરમાં વાયરસ સામે લડવાની પદ્ધતિની કોપી કરે છે. વેક્સિન સ્વયં શરીરમાં ટ્યૂમરને ઓળખી કાઢે છે અને માત્ર એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ વેક્સિન વિકસાવવામાં સાયન્સની ભૂમિકા તો ચાવીરૂપ છે જ પરંતુ ટેકનોલોજી પણ એટલી જ ઉપયોગી બની છે.
વૈજ્ઞાનિકોએ વેક્સિન બનાવવામાં અને mRNAને સમજવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. એના એનાલિસિસમાં પણ AI ટેકનોલોજી મદદરૂપ બની રહી છે.
•આનંદ ગાંધી