Top News

More Posts

   The Latest

Most Popular

કોઈ પણ યોજનાનું નામકરણ કરવામાં આવે છે. તે સમયે ચર્ચા અને ઘટના સાથે રાષ્ટ્ર માટેનું યોગદાન જેવી અનેક બાબતો ધ્યાનમાં રાખી નાગરિકોને લાભ આપવા માટે  કોઈ મહાનુભાવનું નામ જોડવામાં આવે છે. ભારતીય નાગરિકોને 100 દિવસની રોજગારી મળી રહે તે માટે  UPA સરકારી મનરેગા યોજના શરૂ કરી હતી. જેનું સંપૂર્ણ નામ “ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ “ (MGNREGA) જેમાં નિયમો વાંચતાં ખબર પડે છે કે સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ જાય તો ઘર બેઠા બેરોજગાર નાગરિકોને સો દિવસનુ મહેનતાણું ચૂકવવું પડે તેવા કડક નિયમ બનાવ્યા છે. આ યોજનાને મોહરું આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

આ યોજનાનું નામ બદલી પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી મનરેગા ભ્રષ્ટાચાર નાબૂદ નથી થવાનું. એક નામ બદલવાથી તેના બોર્ડ બેનર બદલવાનો ખર્ચ લાખો રૂપિયાનો થાય છે. જો આ ખર્ચ બચત કરીને રાષ્ટ્રના સારા નાગરિક બનાવવા માટે સરકાર સરકારી શિક્ષણ સંસ્થા ઊભી કરવામાં કમર કસી નિર્ણયશક્તિ વાપરે તો ઘણું બધું સારું થઈ શકે છે. વાસ્તવિકતાએ છે કે મોહરું આગળ કરીને લૂંટવામાં આચારેલું કૌભાંડ ભુલાવવાનો કીમિયો છે. વાહિયાત બે મોઢાનાં નાગરિકોને (નેતા)ઓળખવાનો સમય આવી ગયો છે. નામ બદલવાથી રાષ્ટ્રનો વિકાસ આપોઆપ થઈ જતો હોય તો ભારતની જગ્યા પર ભાજપા નામ રાખી દો અને બધાં ભારતીયોને  માલામાલ બનાવી દો.
તાપી      – હરીશકુમાર ચૌધરી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top