બોડેલી: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરી એકવાર લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલે દમદાર પ્રદર્શન કરતા સતત પાંચમી વખત જંગી બહુમતીથી વિજય...
તમારું સિમ કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું હોવાનું કહી ડરાવ્યા, વીડિયો કોલ પર ખાખીમાં બેઠેલા શખ્સે પોલીસ લોગો પણ બતાવ્યો ( પ્રતિનિધિ )...
( પ્રતિનિધિ ) વડોદરા, તા.19 વડોદરા એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ રદ થવાની અને મોડું ચાલવાની સમસ્યા યથાવત છે. અગાઉ ઈન્ડિગોની...
ચૂંટણી પંચ સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં મતદાર યાદીઓ સુધારવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. આ સંદર્ભમાં શુક્રવારે...
રૂ. 55.33 લાખનું પુરવણી બિલ ફટકારાયું 1236 વીજ જોડાણોની તપાસ ( પ્રતિનિધિ ) વડોદરા, તા.19 મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત...
મંગલ પાંડે રોડ પર ટ્રાફિકનો ચક્કાજામ; હલકી ગુણવત્તાના મટીરીયલના કારણે જનતામાં રોષ. વડોદરા : મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તા પર...
સઘન સુધારણા અભિયાન બાદ મુસદ્દારૂપ મતદાર યાદી પ્રસિદ્ધ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર૯ હજાર જેટલા કર્મયોગીઓની દિવસ-રાતની મહેનત બાદ મતદાર યાદીનો મુસદ્દો તૈયાર,...
મંગલમ કાસ્ટિંગ કંપનીના ગેટ પર શોક સાથે વિરોધ ( પ્રતિનિધિ ) વાઘોડિયા, વડોદરા, તા.19 વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મંગલમ...
રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની શાંતિ યોજના પર કરાર થાય તે પહેલાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક સનસનાટીભર્યું નિવેદન બહાર પાડ્યું. પુતિને શુક્રવારે...
જન્મથી બોલી ન શકતી અને મંદબુદ્ધિ સગીરાને ભોળવી બળાત્કાર ગુજાર્યો હતોદાહોદ તા.19 દાહોદ જિલ્લાના એક ગામે રહેતી જન્મથી બોલી ન શકતી અને...
શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રી નેહા શર્મા તેમજ ઉર્વશી રૌતેલા સહિત...
યુવા નેતા ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ચાલી રહેલી અશાંતિ વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકારે મૈમનસિંઘમાં એક હિન્દુ વ્યક્તિની કથિત રીતે લિંચિંગની સખત નિંદા...
શુક્રવારે EDએ ‘ડંકી’ માર્ગે ભારતથી યુવાનોને અમેરિકા મોકલવાના કેસમાં મોટી કાર્યવાહી કરી. EDએ દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં એક ડઝનથી વધુ...
સતત ત્રીજા દિવસે ચોરીની હેટ્રિક, માત્ર ફાંકા ફોજદારી કરતી પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકાર ડભોઇ : ડભોઇ નગર અને પંથકમાં કાયદો-વ્યવસ્થાની હાલત પર...
ગુરુવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં વીબી-જી રામ જી બિલ પસાર થયું. જોકે વિપક્ષના સાંસદોએ ચર્ચા દરમિયાન હોબાળો મચાવ્યો. બિલ પસાર થાય તે...
CCTV વીડિયો વાયરલ થતા પોલીસ કામગીરી સામે સવાલોનો મારો “સાહેબ, અમારી સુરક્ષા ક્યારે?” આજવા ચોકડી વિસ્તારમાં વાહન ચોરીના વધતા ગ્રાફથી રહીશોમાં ભારે...
સુરતઃ તાજેતરમાં ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલિંગ પેપર પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુક્યા બાદ પોલીસ એલર્ટ થઈ છે. આજે સુરત...
ડો. નુસરત પરવીન જેમનો હિજાબ નીતિશ કુમાર દ્વારા ઉતારવામાં આવ્યો હતો તે પટણાની તિબ્બી કોલેજમાં અભ્યાસ કરતી હતી. કોલેજના પ્રિન્સિપાલ મહફુઝુર રહેમાને...
ભીમરાડ અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીમાં રહેતા 400 પરિવાર બે દિવસથી રિફ્યૂજી જેવી જિંદગી વીતાવા મજબૂર બન્યા છે. આ લોકો ક્યારે પોતાના...
ઝાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારીપ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે કથા આયોજનની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ ગુજરાત મિત્ર ન્યુઝ | ઝાલોદઝાલોદ નગરની પવિત્ર...
યાત્રાધામ પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા આયોજન હાલોલ | યાત્રાધામ પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા આયોજિત ઐતિહાસિક પાવાગઢ ડુંગર પરિક્રમા યાત્રાનો આજે...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે ટ્વિટર) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફરી એકવાર ચર્ચામાં આવી છે. X દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા નવા...
ગોકુલ નગરમાં સીસીટીવી કેમેરા સામે જ ખેલાયો ખતરનાક ખેલ; અટલાદરા પોલીસે તેજ કરી તપાસવડોદરા:; શહેરમાં અસામાજિક તત્વોનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો હોય...
વોર્ડમાં બાકી વેરો વસૂલવા પાલિકા મેદાને: કોમર્શિયલ મિલકતો સીલ થશે અને રહેણાંકના નળ કનેક્શન કપાશે૩૫ કરોડની ડિમાન્ડ સામે માત્ર ૧૦ કરોડની વસૂલાત...
એસ.ઓ.જી.ની ખાસ ઝુંબેશ હેઠળ પાન પાર્લરો પર સઘન ચેકિંગગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જથ્થો કબ્જે, બે સામે ગુનો નોંધાયો પ્રતિનિધિ |...
ઘરના આગળના ભાગે ઊંઘી રહેલા યુવકને નિશાન બનાવી હત્યારા ફરાર પાદરા પોલીસ અને એલસીબીની ટીમો દોડી આવી, સીસીટીવી આધારે તપાસ શરૂવડોદરા તા.19...
મોટરસાઇકલને અડફેટે લેતા ચાલકનું સ્થળ પર મોત, એક ઇજાગ્રસ્ત શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં...
વર્ષ 2025ને અલવિદા કહી નવા વર્ષ 2026ને આવકારવા થનગનાટ કરી રહેલાં યુવાન સુરતીઓ માટે ખાસ સમાચાર છે. ફાર્મ હાઉસ પર ખાવાપીવાની પાર્ટી...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલ તારીખ 17 ડિસેમ્બરના રોજ વહેલી સવારે જુદી જુદી શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં...
અમદાવાદ: રાજ્યમાં ૧-૪-૨૦૨૫ થી ૩-૧૨-૨૦૨૫ સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
બોડેલી:
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં ફરી એકવાર લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલે દમદાર પ્રદર્શન કરતા સતત પાંચમી વખત જંગી બહુમતીથી વિજય મેળવી લીધો છે. ચૂંટણી પરિણામ જાહેર થતા જ બોડેલી કોર્ટ સંકુલમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે લલિતચંદ્ર ઝેડ રોહિત, ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન રોહિત, મંત્રી તરીકે અજય શ્રીવાસ્તવ તેમજ આશાબેન ઠક્કર લાયબ્રેરી ઇનચાર્જ તરીકે બિન હરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ સહ-મંત્રી અને ખજાનચી પદ માટે સવારે 10 વાગ્યાથી બોડેલી કોર્ટ સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વકીલોએ ભારે ઉત્સાહ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ચૂંટણી અધિકારી જે. રોહિતના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં સહ-મંત્રી પદ માટે હસમુખ એ. જયસ્વાલ અને નિલેશ એસ. રાઠવા વચ્ચે મુકાબલો યોજાયો હતો. મતગણતરીમાં હસમુખ જયસ્વાલને 16 મત મળ્યા જ્યારે નિલેશ એસ. રાઠવાને 88 મત પ્રાપ્ત થતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
તે જ રીતે ખજાનચી પદ માટે શબનમ બાનુ અને ભાવિશા આર. વસાવા વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. જેમાં શબનમ બાનુને 26 મત જ્યારે ભાવિશા આર. વસાવાને 78 મત મળતા ભાવિશાબેન વિજયી બન્યા હતા. આ રીતે સહ-મંત્રી અને ખજાનચી બંને પદ પર પણ લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થતા પેનલનો સંપૂર્ણ દબદબો સાબિત થયો હતો.
ચૂંટણી પરિણામ જાહેર થતા જ ડીજેના તાલે વકીલ મંડળ ઝૂમી ઉઠ્યું હતું અને લલિતચંદ્ર ઝેડ રોહિતની પેનલના સતત પાંચમી વખત વિજય બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કોર્ટ સંકુલમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.