લાંચ કેસ બાદ અપ્રમાણસર મિલકતનો વધુ એક ફટકો દાહોદ | તા. 17 દાહોદ જિલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની...
સ્માર્ટ સિટીઝ કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલવડોદરા | 18 ડિસેમ્બર 2025 સ્માર્ટ સિટીઝ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની...
વડોદરામાં મોડીફાય સાયલેન્સર સામે ટ્રાફિક પોલીસનો કડક સપાટો (પ્રતિનિધિ) વડોદરા, તા.17 વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડીફાય સાયલેન્સર લગાવેલા બુલેટ સહિતના ટુ-વ્હીલર...
કસ્ટમર સપોર્ટની APK ફાઇલ પડી ભારે, લિંક પર ક્લિક કરતા જ બે ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉડી પ્રતિનિધિ | વડોદરા | તા.17 વડોદરાના...
કપડવંજના રેલીયા પોલીસ ચેક પોસ્ટ પર પાંચ વર્ષ પહેલા લાંચ માંગનારા તત્કાલીન 2 કોન્સ્ટેબલ અને જીઆરડી સામે ગુનો નોંધાયો લાંચ માંગવા સહિતની...
અપક્ષ પાસેથી સત્તા આંચકી ફરી ભાજપાનો ભગવો લહેરાયો, દેવગઢ બારીઆ ::નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રીતે મહત્વપૂર્ણ જીત મેળવી છે. અપક્ષના...
દિલ્હી–NCRમાં સતત વધતા હવા પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન...
IPL 2026ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને માત્ર રૂ.75 લાખમાં ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ નિર્ણય પછી ઘણા લોકો વિચારમાં...
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આતંકવાદી સાજિદ અકરમને મારનાર ઓસ્ટ્રેલિયન પોલીસ અધિકારીની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ ડિટેક્ટીવ સિનિયર કોન્સ્ટેબલ સીઝર બરાઝા...
રેલવે મુસાફરો માટે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાના સમયમાં મહત્વપૂર્ણ ફેરફાર...
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટથી વાઘને લવાયો : નિયમ મુજબ ક્વોરેન્ટાઈન પિરિયર્ડ પૂર્ણ થયા બાદ ઓપન પીંજરામાં નાગરિકોને નિહાળવા મુકવામાં આવશે :...
આજે સુરત શહેરના ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રભારી રજનીકાંત...
આ સમારોહમાં કુલ ૨૧,૬૨૬ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે પ્રતિનિધિ ગોધરા તા.17 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આગામી શનિવાર, તારીખ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના...
પ્રતિનિધિ : શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે મનન વિદ્યાલયમાં તસ્કરો દ્વારા મોટી ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ...
ગેસ પુરવઠો ઠપ્પ; હજારો ગેસધારકોને હાલાકી ( પ્રતિનિધિ ) વડોદરા, તા.17 વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી જતા...
પલસાણાના માખીગા ગામમાં સ્થિત શ્રી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના આજે સવારે બની હતી. ફેક્ટરીમાંથી અચાનક ઉંચી જ્વાળાઓ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ઇથોપિયાની અધિકૃત મુલાકાતે છે. આજે 17 ડિસેમ્બર બુધવારે તેમણે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. જ્યાં તેમણે ઇથોપિયાને...
શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સની પ્રોટેક્શન વોલ મંગળવારે રાત્રે અચાનક તૂટી પડી. આ દિવાલ તૂટવા પાછળ બાજુના પ્લોટમાં બિલ્ડર દ્વારા બેફામ...
પિતા વિનાની દીકરીઓ માટે સુરતના પી.પી.સવાણી ગ્રુપ છેલ્લા 18 વર્ષથી ‘કોયલડી’ નામે અનોખી અને માનવતાભરી સમૂહ લગ્ન યોજના ચલાવી રહ્યું છે. આ...
જૂના પાણીના હવાડા પાસે તૂટેલા જીવંત તારથી અબોલ પશુઓ ભોગ બન્યા ગુજરાત મિત્ર ન્યુઝ, શિનોર : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તેરસા ગામે...
ગાંધીનગર : આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને રાજયના ખેડૂતોની 11 માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. જેમાં કડદા...
₹60 હજાર રોકડ અને એકટીવા સ્કૂટર ચોરી; પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ: ડભોઇ નગરમાં ચોરીની ઘટનાઓએ ફરી એકવાર પોલીસની...
ગાંધીનગર: રાજ્ય સરકારના ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, સમગ્ર રાજ્યમાં...
ગાંધીનગર : પૂર્વીય પવનની અસર હેઠળ ગુજરાત શીત લહેરની અસર જોવા મળી રહી છે. કચ્છ હાલ શીત લહેરની ચપેટ આવી ગયુ છે....
‘નકલી પત્રકારો’ દ્વારા તોડ કરાયાની ચર્ચાથી ચકચાર શિનોર | શિનોર તાલુકાના પુનિયાદ ગામ નજીક લક્કડચોરી કરનાર વિરપ્પન બેફામ બન્યા હોવાના આક્ષેપો સામે...
ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા છે ત્યારથી કેટલીક બાબતો પર મચી પડ્યા છે અને તેમાંની એક સૌથી ચર્ચિત અને વિશ્વના સંખ્યાબંધ...
લોકો ઘણીવાર પીએફ ઉપાડની સિસ્ટમ અંગે ફરિયાદ કરે છે અને કહે છે કે આ પ્રક્રિયા સરળ નથી. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા...
અમદાવાદની 8 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ મેઈલ મળતા દોડધામ મચી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મત વિસ્તારની સ્કૂલોને...
પૂરાવા સાથે વિવિધ કચેરીઓમાં લેખિત રજૂઆતકાલોલ | તા. 17 કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણ બાબતે ફરી એક વખત...
સયાજીગંજ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોની ધરપકડવડોદરા, તા. 17 વડોદરા શહેરમાં સગીરો અને યુવાનો ચરસ-ગાંજા જેવા...
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
લાંચ કેસ બાદ અપ્રમાણસર મિલકતનો વધુ એક ફટકો
દાહોદ | તા. 17
દાહોદ જિલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. લાંચ કેસમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ હવે તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો ગંભીર ગુનો નોંધાયો છે. પંચમહાલ એસીબીએ તપાસ દરમિયાન રૂ. 65.40 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.
પંચમહાલ એસીબી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મયુર પારેખે 01/01/2005 થી 30/06/2023 દરમિયાન પોતાના ફરજકાળ દરમ્યાન કાયદેસરની આવકની સરખામણીમાં રૂ. 65,40,163.81 જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ મિલકત તેમની કુલ કાયદેસરની આવક કરતાં અંદાજે 22.58 ટકા વધુ હોવાનું તપાસમાં ખુલ્યું છે.
એસીબીના જણાવ્યા મુજબ, આરોપીએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હોવાનો ગંભીર આરોપ છે. અગાઉ લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમની આવક-ખર્ચ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે અપ્રમાણસર મિલકતનો અલગ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ દ્વારા સરકાર તરફેથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 08/2025 હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(ઇ) સાથે સુધારા અધિનિયમ 2018ની કલમ 13(1)(બી) તથા 13(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ગુનાની તપાસ દાહોદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ડીંડોર કરી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસની દેખરેખ પંચમહાલ એકમ, ગોધરાના મદદનીશ નિયામક બી.એમ. પટેલ રાખી રહ્યા છે.
લાંચ કેસ બાદ હવે અપ્રમાણસર મિલકતનો વધુ એક ગુનો નોંધાતા શિક્ષણ વિભાગ તેમજ વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.