વાપી: વાપીના આઝાદનગર ડુંગરી ફળિયામાંથી રહેતી શ્રમજીવીની છ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ તેમજ ગળે ટૂંપો દઈ માથામાં ઈજા કરીને હત્યા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.4 પશ્ચિમ રેલ્વે, રેલ્વે બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અનુસાર, તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ સુધારો અમલમાં મૂકી રહ્યું છે....
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત આવ્યા છે. તેઓ 23મા રશિયા-ભારત વાર્ષિક સમિટમાં હાજરી આપી રહ્યા છે. પુતિનનું વિમાન સાંજે...
બીલીમોરા: ગણદેવીનાં ચાંગા ધનોરીનાં યુવકે આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હોવાનાં પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આરોપી યુવાને પોલીસમાં કરેલી અરજીમાં...
કનડગત અને માનસિક ત્રાસનો આક્રોશ: VMC ક્લાસ 1 અધિકારીઓનો જબરદસ્ત વિરોધ! ‘માસ CL’ પર ઉતરી કમિશનરને આવેદનપત્ર: આવતીકાલથી તમામ અધિકારીઓ સામૂહિક રજા...
ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરી: કારેલીબાગ ટાંકીએથી એક મહિનાથી રજિસ્ટરની એન્ટ્રી વિના 15 ટેન્કરો દ્વારા પાણીનો કાળો કારોબાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તપાસના...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે સાંજે ભારત આવ્યા છે. તેઓ પોતાના વિશેષ પ્લેન દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. પીએમ મોદીએ તેમનું એરપોર્ટ...
ફતેપુરા તેમજ દાહોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા દાહોદ તા 4 વિનોદ પંચાલ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે મંગળવારે મૂડી રાતે એક...
એક વિદ્યાર્થી પર બીજા વિદ્યાર્થીઓ તૂટી પડ્યા અને બિભસ્ત ગાળો ભાંડી એસટી ડેપો પાસે બનેલી ઘટના કોઈકે મોબાઈલમાં કેદ કરી વીડિયો વાયરલ...
હાલોલ : સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે માગશરી પૂનમના રોજ માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીના...
દુર્ગમ વિસ્તારોમાં ગૌ તસ્કરી, પશુ ચોરી અને ગેરકાયદે વાવેતર પર ડ્રોન ‘બાજ નજર’ રાખશે પ્રતિનિધી ગોધરા તા.03પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને કાયદો...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી આવ્યા છે. ભારતમાં ઉતરતા પહેલા પુતિને યુક્રેન યુદ્ધ અંગે એક મોટું નિવેદન...
પથારા કરી બેસતા તથા લારી ગલ્લા ઉપર ધંધો કરતા ટ્રાફીકમાં નડતર રૂપ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં દબાણોને લઈને...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારત આવશે. પુતિનની બે દિવસીય મુલાકાત બંને દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પુતિન પીએમ મોદી...
અજમેરમાં અનેક સ્થળોએ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ અધિક્ષક વંદિતા રાણાએ જણાવ્યું હતું કે આજે બપોરે (4 ડિસેમ્બર) જિલ્લા...
બિહારના મોતીહારીના ભાજપના ધારાસભ્ય પ્રમોદ કુમારે મહિલાઓ વિશે શરમજનક નિવેદન આપ્યું છે. બુધવારે પટના વિધાનસભાની બહાર સાંસદ રેણુકા ચૌધરીના કૂતરા સાથે દિલ્હી...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દિલ્હી મુલાકાતથી રાજધાનીના હોટલ ઉદ્યોગમાં અચાનક તેજી આવી છે. શહેરની તમામ મોટી લક્ઝરી હોટલો લગભગ હાઉસફુલ થઈ ગઈ...
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે રાજ્ય સરકારો અથવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કર્મચારીઓએ SIR ફરજો બજાવવી જોઈએ. જો કોઈને...
કડોદરાના તાંતીથૈયાના એક કારખાનામાં આઘાતજનક ઘટના બની છે. કામ કરતી વખતે મશીનમાં મજૂરનો હાથ ફસાઈ ગયા બાદ કપાઈને ધડથી અલગ થઈ ગયો...
આજે સંસદના શિયાળુ સત્રનો ચોથો દિવસ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત માટે રવાના થયા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેઓ આજે...
પ્રખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકર એર ઇન્ડિયા પર ભારે નારાજ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું છે કે એર ઇન્ડિયામાં મુસાફરી દરમિયાન તેમનો...
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યના મોટા ભાગના જિલ્લા, શહેર, તાલુકા, ગામડા અને ફળિયામાં દારૂ પીવાય છે. દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર...
પ્રજાની ભેટ પર પ્રતિબંધ નહીં! કમિશનરને આવેદનપત્ર આપી નિર્ણય પાછો ખેંચવા માંગ; શુક્રવારથી ‘વોર્કેથોન’ની ચીમકી વડોદરા શહેરના કમાટીબાગ સહિતના વિવિધ બાગ-બગીચાઓમાં પ્રવેશ...
દવાખાનાનું સરનામું પૂછવાના બહાને ઘરમાં આવ્યા બાદ મહિલાને બાથરૂમમાં પુરી ચોરી કર્યાની યુવતીની કબૂલાત વડોદરા તા.4તરસાલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાને બાથરૂમમાં...
મદીનાથી હૈદરાબાદ જતી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનામાં બન્યું એવું કે...
વિદેશ પ્રવાસના બહાને યુવક પાસેથી રૂ 2.43 લાખની છેતરપિંડી કરનાર ટુર ઓપરેટર સહિત બે ઠગ વિરુદ્ધ ફરિયાદ Vadodara : અઝરબૈજાન દેશના બાકુ...
મુંબઈમાં આવતા ચાર દિવસ એટેલે તા.4થી 7 ડિસેમ્બર દરમિયાન દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ નાગરિકોને ચેતવણી આપતા...
વડોદરામાં 200થી વધુ આંગણવાડીઓ હજુ ભાડાના મકાનોમાં; કરોડોના ખર્ચ છતાં કાયમી ઉકેલનો અભાવ, બાળકો અને કર્મચારીઓ પરેશાન. વડોદરા : મહાનગરપાલિકા સંચાલિત ઇન્ટિગ્રેટેડ...
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. તાજેતરમાં જેલમાંથી બહાર આવેલી કીર્તિ પટેલ સામે હવે રેતીના વેપારીને...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
વાપી: વાપીના આઝાદનગર ડુંગરી ફળિયામાંથી રહેતી શ્રમજીવીની છ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ તેમજ ગળે ટૂંપો દઈ માથામાં ઈજા કરીને હત્યા કરવાના બનાવમાં સ્પે.પોક્સો કેસમાં વાપીની સ્પેશિયલ સેશન્સ કોર્ટના જજ એચ.એન. વકીલે આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારતો ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સુરતના મુખ્ય સરકારી વકીલ તેમજ આ કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાળાએ દલીલો કરી હતી. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને ફાંસીની સજા આપતો ચુકાદો આપ્યો હતો તેમજ ભોગ બનનાર બાળકીના પરિવારને રૂપિયા ૧૭ લાખ વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ૨૩-૧૦-૨૦૨૩ના રોજ વાપીના ડુંગરી ફળિયાના આઝાદનગરમાં એક શ્રમજીવીની છ વર્ષની બાળકી ગુમ થઈ હોવાની ડુંગરા પોલીસમથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા બાળકીની હત્યા પહેલાં સાથે દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ આખા વિસ્તારમાં પોલીસે કોમ્બીંગ કરીને ત્રણ સંતાનના પિતા એવો ૪૨ વર્ષીય આરોપી રઝાક સુભાન ખાનને ઝડપી પાડ્યો હતો. આરોપીના નવ દિવસના રિમાન્ડ બાદ પોલીસ સંયોગીક પુરાવા, ફોરેન્સિક પુરાવા, મેડીકલ પુરાવા, સીસીટીવી, મોબાઈલ જેવા ટેકનીકલ પુરાવા તથા દસ્તાવેજી પુરાવા ભેગા કર્યા હતા. એફએસએલ અધિકારીની હાજરીમાં રીકંટ્રકશન, પંચનામું તેમજ આરોપીનો ફેઈસ રીકોગ્નાઇજેશન તેમજ ગેઈટ એનાલિસીસ કરી ફોરેન્સિક પૃથ્થકકરણ તથા વૈજ્ઞાનિક પુરાવા સાથે ૧૯ દિવસમાં ૭૦ સાહેદોના નિવેદન તેમજ આશરે ૭૦૦ પાનાની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તથા સ્પેશિયલ સરકારી વકીલની માટે પોલીસે દરખાસ્ત કરી હતી. ગુરુવારે વાપીની સ્પેશિયલ સેશન્સ કોર્ટના જજ એચ.એન. વકીલે આરોપી રઝાક સુભાન ખાનને ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
વાપીની પોક્સો એક્ટની સ્પેશિયલ કોર્ટે 2023 માં પણ ફાંસીની સજાનો હુકમ કર્યો હતો
વાપીમાં 9 વર્ષની માસૂમ બાળા સાથે બળાત્કાર અને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરનાર આરોપી પ્રદિપ રાજેશ્વર ઉર્ફે રાજેન્દ્ર શાહ (ગુપ્તા)ને 2023માં વાપીના પોક્સો એક્ટના સ્પેશ્યલ જજ કે. જે. મોદીએ આરોપીને ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો આપ્યો હતો. તે સમયે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી ફાંસીની સજાનો હુકમ કરાયો હતો. એ કેસની વિગત એવી છે કે, મૂળ બિહાર અને કામ ધંધા અર્થે વાપીના ગીતા નગર વિસ્તારમાં એક ચાલમાં રહેતા પરિવારમાં રહેતા પતિ પત્ની અને એક પુત્ર નોકરી કરતા હતા. જ્યારે તેમની 9 વર્ષની પુત્રી ધોરણ 4 માં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતી હતી. જેની સ્કૂલ 2 વાગ્યે છૂટતી હતી અને ત્યારથી સાંજે 7 વાગ્યા સુધી તે પોતાના ઘરે એકલી રહેતી હતી. તેનું આ શિડ્યુલ જાણનારા પ્રદિપ રાજેશ્વર ઉર્ફે રાજેન્દ્ર શાહ (ગુપ્તા) એ આ બાળકીની એકલતાનો લાભ લઇ તે જ્યારે ટીવી જોતી હતી, એ સમયે તેના ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ પ્રદિપે ટીવીનો અવાજ વધારી તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. ત્યારબાદ બાળકીને ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પંખા પર લટકાવી દીધી હતી. એ કેસમાં ફાંસીની સજા થયા બાદ હવે બે વર્ષ બાદ વાપીની કોર્ટે ફાંસીની સજાનો મહત્વપુર્ણ ચૂકાદો આપ્યો છે.