Top News

More Posts

   The Latest

Most Popular

હાલોલ:

હાલોલ નગરના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપનીમાં આજે મોડી સાંજે કંપની માં ફર્નેશ ઓઈલની ટેન્ક ધડાકાભેર ફાટતા આગ લાગી હતી. બનાવને પગલે કંપનીમાં ભાગદોડ મચી જવા પામી હતી.જોકે ઘટનામાં કોઈ જાનહાનિ કે ભારે નુકશાન થયુ હોવાનું આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધી જાણવા મળી આવ્યું નથી.

હાલોલના ઔધોગિક વિસ્તારમાં આવેલી રૂબામીન કંપનીમાં આજે મોડી સાંજે સાત વાગ્યાના સમય ગાળા દરમિયાન કંપનીની અંદર ફર્નેશ ઓઈલના સ્ટોરેજ વિભાગની અંદર ટેન્કમાં અચાનક ધડાકા ભેર બ્લાસ્ટ થતા આજુબાજુ ના વિસ્તારમાં કોઈ ધડાકો થયો હોવાનું જણાઈ આવ્યું હતું કંપનીમાં ધડાકાભેર ટેન્ક ફાટતાની સાથે આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાને પગલે કંપની કામદારોમાં ભાગદોડ મચી જવા પામી હતી આગને કાબૂમાં લેવા માટે કંપની માં રાખવામાં આવેલા સેફ્ટી ઉપકરણો થી આગને કાબૂમાં લેવા ની પ્રયાસ હાથ ધરાયો હતો. સાથે સાથે ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈને કંપની સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સંપર્ક કરી મદદની માંગ કરવામાં આવી હતી. જેને લઈ હાલોલ, કાલોલ તેમજ ખાનગી કંપનીઓની ફાયર બ્રિગેડ કંપની ખાતે દોડી આવ્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં આગ પર કાબુ મેળવતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો જોકે ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઈ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણી શકાયું નથી.

To Top