Top News

More Posts

   The Latest

Most Popular

એક સમય હતો કે હોલીવુડની ફિલ્મોની રિમેક બન્યા કરતી. બીજી રીમેક બંગાળી ફિલ્મોની બનતી કારણ કે અનેક બંગાળી દિગ્દર્શકો હિન્દી ફિલ્મોમાં હતા. ત્રીજી રિમેક સાઉથની ફિલ્મોની થતી. હવે હોલીવુડની ફિલ્મોની રિમેક થાય તો ઓફિશીયલ કરવી પડે છે કારણ કે લોકો તેનું મૂળ વર્ઝન જોઈ ચૂકયા હોય છે એટલે ખબર પડી જાય કે કયાંથી ઉઠાંતરી થઇ મુંબઈવાળાઓને અત્યારે જેની રિમેક વધુ ફાવે છે તે સાઉથની ફિલ્મો છે. અલબત્ત, કયારેક મરાઠી ફિલ્મની રિમેક પણ બની જાય ચે. હમણાં ‘છોરી’ નામની ફિલ્મ આવી રહી છે જે મરાઠીની લપાછપી આધારીત છે. નુસરત ભરુચા, મીતા વશિષ્ઠ તેમાં કામ કરી રહ્યા ચે એ એક હરોર ફિલ્મ છે મૂળ ‘લુપાછુપી’ના જ દિગ્દર્શક વિશાલ ફૂરીઆ તેનું દિગ્દર્શન કરે છે એટલે નુસરત માને છે કે મૂળનો ઇમ્પેક જળવાય રહેશે.

જે કલાકારો હોય તેને એ વાતનો ફરક નથી પડતો કે ફિલ્મ ઓૅરીજિનલ છે કે રિમેક, ફિલ્મ સફળ જાય પછી લોકો ઓરીજિનલ અને રિમેકનો મુદ્દો ભુલી જાય છે. નુસરત આજ સુધી ઓરીજિનલ ફિલ્મોમાં જ કામ કરતી રહી છે. પણ ઓફબીટ ફિલ્મો ઓરીજિનલ જ હોય છે. સવાલ એ છે કે તે સફળ હોય છે ખરી? નુસરત પ્રયોગ વિષયો કરતાં કરતાં અહીં સુધી આવી છે. લવ સેકસ ઔર ધૌકા, પ્યાર કા પંચનામા, સોનુ કે ટિટુકી સ્વીટી, ડ્રીમગર્લ ને છલાંગ, અજીબ દાસ્તાન પ્રયોગો ફિલ્મોથી તે રણબીર કપૂર યા ઋતિક રોશન કે ટાઈગર શ્રોફની હીરોઇન નથી બની. હમણાં તો તે ઓટીટી પ્લેટફોર્મની હીરોઇન એવું લાગે છે. ચલાંગ એમેઝોન પ્રાઈમ પર રજૂ થયેલી અને અજીબદાસ્તાન્સ નેટફલિકસ પર રજૂ થશે.

આમ છતાં તે ઉત્સાહી છે કારણ કે ‘હુર્ડંગ’ને ‘છોરી’ તૈયારી થઈ ચૂકી છે ને વાતાવરણ ઠીક રહેશે તો થિયેટરમાં રજૂ થશે. હુર્ડંગ ફિલ્મ 1990ના અલાહાબાદના વિદ્યાર્થી આંદોલનમાં એક લવસ્ટોરી કહે છે. નુસરત સાથે સની કૌશલ છે. ‘હુર્ડંગ’ ને ‘છોરી’ નજીક નજીકનાં રજૂ થશે તો નુસરત એક સાથે બે વિષયમાં દેખાશે. ભલે મોટા સ્ટાર્સ વિનાની ફિલ્મો હોય પણ તેને વિષયો પર ભરોસો છે. પણ પહેલીવાર તે અક્ષયકુમાર સાથેની ‘રામસેતુ’માં આવી રહી છે. અલબત્ત, તેમાં જેકલીન ફર્નાન્ડીસની ય હાજરી છે પણ તે ખુશ છે કે આ ફિલ્મ મોટા લેવલ પર રજૂ થશે.

બાકી તેની પાસે જનહિતમાં જારી પણ છે જે ઉમંગ કુમારની છે. નુસરતને ખાત્રી છે કે આ ફિલ્મ સેન્સેશન પુરવાર થશે. નુસરતનું પાત્ર મેડિકલ શોપમાં કોન્ડોમ વેચનારી યુવતીનું છે.નાના શહેરમાં તે એક શિક્ષિત ને પ્રોગ્રેસિવ છોકરી છે અને કોન્ડોમ બનાવનારી કંપની તેને સેલ્સ એન્ડ પ્રમોશન એક્સિકયૂટિવ બનાવી દે છે. ફિલ્મમાં કોમેડીનું તત્વ છે ને અલબત્ત, ગ્લેમર પણ છે. નુસરતની ઇમેજ એવી બની ગઈ છે કે આવા પ્રકારની કોમેડીમાં તે પર્ફેકટ લાગે.આ દાઉદી વહોરા છોકરી કારકિર્દીના બીજા તબક્કામાં પ્રવેશી ચૂકી છે પણ એ તબક્કો ત્યારે જ શરૂ થયેલો ગણાશે. જયારે થિયેટરમાં તેની ફિલ્મો આવશે.

To Top