વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના મુખ્યાલય ખાતે બુધવાર, તા. 17-12-2028ના રોજ સાંજે 5:00 કલાકે મનપાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શહેરના...
એક સાંધો તો 13 તુટે એટલે એનું નામ VMC વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની બેદરકારી ફરી એકવાર સામે આવી...
( પ્રતિનિધિ ) વડોદરા,તા.8 વડોદરા વકીલ મંડળની આગામી ચૂંટણી માટે પ્રક્રિયા હાલ તેના મહત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ત્યારે સોમવારે ઉમેદવારી ફોર્મની...
સોમવારે લોકસભામાં શિયાળુ સત્ર દરમિયાન વંદે માતરમ પર ચર્ચા થઈ. ચર્ચા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ...
વહેલી સવારે ચોરીની ઘટના; CCTV ફૂટેજમાં ગઠિયો કેદ: માંજલપુર પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી વડોદરા: શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર...
10 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ ઓનલાઈન સબમીટ કરી શકાશે: અંતિમ દિવસે કેટલાક વિદ્યાર્થી ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોવાની શક્યતાને...
હાલોલ: હાલોલ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ( ચાંપાનેર ) નો મુખ્ય પ્રવેશ દ્વાર આ અગાઉ થોડા સમય પહેલા જ પુરાતત્વ ખાતા દ્વારા...
ચેકડેમની પ્લેટો કોઈ કાઢી ગયું કે રેતી માફીયાઓ દ્વારા જાણીને હટાવી દેવામાં આવી તેવા પ્રશ્નો ચર્ચામાં પ્લેટો વગર પાણીનો સંગ્રહ નહીં થાય...
કરોડોના ખર્ચે બનેલા ખાડામાં ગટરના પાણી ભરાયા: પાલિકા અને રેલવે તંત્રના પાપે પ્રજા પરેશાન શહેર મધ્યે રસ્તો બંધ થતાં વેપાર-ધંધા અને વિદ્યાર્થીઓના...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય કોરિડોર પર ચર્ચા થઈ હતી. આ કોરિડોર ફક્ત 10,370 કિમી...
6 ડિસેમ્બરે નાથકુવા-જીતપુરાના ગ્રામજનો જીવ બચાવવા હિજરત કરી ગયા બાદ કંપનીએ ઘટનાને ‘મોકડ્રીલ’ ગણાવી: વહીવટી તંત્ર અજાણ હોવાનો કોંગ્રેસનો દાવો ૨૦૨૨માં થયેલા...
વાસ્તવિક ઘટનાઓ પર આધારિત આદિત્ય ધારની ફિલ્મ ‘ધુરંધર’ પાકિસ્તાનમાં આતંકવાદ સામે, ખાસ કરીને કરાચીના લ્યારી ગેંગ સામે ભારતની લડાઈનું અર્ધ-કાલ્પનિક વર્ણન છે....
કપુરાઈ પોલીસે સફળ દરોડો પાડી રોકડ, 8 મોબાઈલ, બાઈક અને રીક્ષા સહિત કુલ ₹2,66,600નો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા: શહેરના વાઘોડિયા-ડભોઈ રીંગ રોડ...
આગામી કોર્પોરેશનની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી : તાત્કાલિક ફોલ્ટ શોધી લાઈનની મરામત કરવા માંગ : ( પ્રતિનિધિ )વડોદરા,તા.8 વડોદરા શહેરમાં પીવાના પાણીમાં...
સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. લોકસભામાં વંદે માતરમ પર ખાસ ચર્ચા ચાલી રહી છે. આ ખાસ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના...
ભારત-શ્રીલંકા મેન્સ T20 વર્લ્ડ કપના ત્રણ મહિના પહેલા પ્રસારણકર્તા JioStar એ મેચોના પ્રસારણમાંથી પીછેહઠ કરી લીધી છે. જો ટૂંક સમયમાં કોઈ નવો...
દક્ષિણ એશિયાઈ દેશો થાઈલેન્ડ અને કંબોડિયા ફરી એકવાર આમને-સામને થયા છે. ટ્રમ્પ દ્વારા બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા છતાં થાઈ સેનાએ આજે...
માઓવાદી પક્ષ (સપા) ના પ્રમુખ અખિલેશ યાદવે શાસક ભાજપની ટીકા કરતા કહ્યું કે “વંદે માતરમ” ફક્ત ગાવું જ નહીં, પણ તેનું પાલન...
સપ્તાહનો પહેલો દિવસ શેર બજાર માટે નબળો રહ્યો છે. આજે બંને સૂચકાંકો બીએસઈ અને નિફ્ટી રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. સ્મોલ, મિડ...
ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા હોમગાર્ડ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હોમગાર્ડની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરાયો છે. હવે હોમગાર્ડ 55 વર્ષના...
સાઉદી અરેબિયામાં હજ યાત્રા મુસ્લિમો માટે વિશેષ મહત્વ ધરાવે છે. તાજેતરના વર્ષોમાં યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે. હજ દરમિયાન ઘણી અપ્રિય...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરી. પીએમ મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી અને જવાહરલાલ...
ભોજપુરી ઇન્ડસ્ટ્રીના પાવર સ્ટાર પવન સિંહ બિગ બોસ 19 માં મહેમાન તરીકે આવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. તેમણે રિયાલિટી શોના ફિનાલે...
આજકાલ સુરત શહેરની પોલીસને રીલ ઉતરવાનો જબરો શોખ લાગ્યો છે. નાનો કેસ ઉકેલ્યો હોય તો પણ પોલીસ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો...
વડોદરાના સયાજીપુરામાં ગેરકાયદેસર વેચાણની વિગતોને પગલે દરોડો, આરોપી ગોળ-ગોળ જવાબ આપતાં રિમાન્ડ પર લેવાની કાર્યવાહી શરૂ વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં નશાયુક્ત...
છત્તીસગઢના બકરકટ્ટામાં આજે 8 ડિસેમ્બરે મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ તેના 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું છે. રામધર...
ખુલ્લા હથિયાર સાથે રીક્ષા પર ચડી બનાવ્યો વીડિયો ગુંડાગીરીનો વીડિયો થયો વાયરલ પુષ્પા ફિલ્મના બહુચર્ચિત ડાયલોગ બોલીને બનાવ્યો વિડિઓ પોતાની રિક્ષા પર...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8 અંકોડિયા ગામમાં ખુલ્લા ખેતરમાં બનાવેલા ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની 3 સ્ટેશનની...
પોલીસે ₹7.56 લાખની ફરિયાદ નોંધી, ઘડિયાળી પોળ વિસ્તારમાં સઘન તપાસ શરૂ વડોદરા: મહારાષ્ટ્રના થાણે પશ્ચિમમાં રૂમવાલ ફ્લેટમાં રહેતા અને યુકેમાં કેરટેકર તરીકે...
સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં બિલો પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન SIR અને BLO મૃત્યુ, ઈન્ડિગો કટોકટી અને...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા:
વડોદરા મહાનગરપાલિકાના મુખ્યાલય ખાતે બુધવાર, તા. 17-12-2028ના રોજ સાંજે 5:00 કલાકે મનપાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં શહેરના માળખાગત વિકાસ, શિક્ષણ અને વહીવટી સુધારાને લગતા અનેક અગત્યના કામોને મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે.
સામાન્ય સભામાં રજૂ થનારી મુખ્ય દરખાસ્તોમાં, યુવા પેઢીમાં વિજ્ઞાન અને જ્ઞાન પ્રત્યે રસ જગાવવાના ઉદ્દેશથી એક નવું ‘ખોજ મ્યુઝિયમ’ સ્થાપવાનો પ્રસ્તાવ સામેલ છે. આ મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટોરિયમના ગ્રાઉન્ડ ફ્લોર પર વિકસાવવામાં આવશે. આ માટે મનપા, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ઓથોરિટી સાથે સમજૂતી કરાર (M.O.U.) કરવા માટે કમિશનરને સત્તા સોંપવાની દરખાસ્ત મૂકાશે.
આ મ્યુઝિયમમાં પ્રવેશ માટે પુખ્ત વયના લોકો માટે ₹70/- અને બાળકો માટે ₹50/- જેવા દરો રાખવાનું સૂચન કરાયું છે. આવક વહેંચણીની પ્રણાલી પણ નક્કી કરાઈ છે, જે મુજબ પ્રથમ વર્ષે મહાનગરપાલિકાને 30% અને GCSRAને 70% આવક ફાળવવામાં આવશે.
શહેરી ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને નાગરિકોની સુવિધા વધારવાના ભાગરૂપે, મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તૂટેલા રસ્તાઓ પર પેવર બ્લોકવાળી નવી ફૂટપાથ બનાવવા તેમજ નવી ફૂટપાથના બાંધકામ માટેની દરખાસ્ત પણ રજૂ થશે. આ માળખાગત સુધારાના કામો માટે મ્યુનિસિપલ કમિશનરએ ભલામણ કરેલ ₹25,28,38,985 ની માતબર રકમ મંજૂર કરવા માટે સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે, જેનો ખર્ચ 2024-2025ના અનામત અંદાજપત્રની જોગવાઈઓ હેઠળ કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પગલું ભરતા, ટી.પી. સ્કીમ નં.24માં નવી પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સ્થાપવા માટે જમીન ફાળવવા અને શાળાના બાંધકામ માટે ₹2,52,08,948/-ની રકમની મંજૂરી લેવા માટેની દરખાસ્ત પણ સભામાં રજૂ થશે. આ ઉપરાંત, વહીવટી સ્તરે, આરોગ્ય વિભાગમાં કાર્યરત ડ્રાઇવીંગ હેલ્થ વર્કર અને ફૂટ જમાદાર જેવા કર્મચારીઓને ઉચ્ચ વર્ગ-03ના પદો પર બઢતી આપવાની નીતિને મંજૂરી આપવા માટે પણ દરખાસ્ત રજૂ કરાશે.
સામાન્ય સભામાં રજૂ થનાર આ તમામ મહત્વના કામો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે. શહેરના વિકાસ માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.