Top News

More Posts

   The Latest

Most Popular

હાલમાં જ વરિષ્ઠ રાજકારણી અને વર્તમાન સુરત જનરલ હોસ્પિટલના ચેરમેન દ્વારા મ્યુ. કમિશનરને ચૌટાબજારમાંથી કાયમી ધોરણે દબાણ હટાવવા અંગે લેખિત રજુઆત કરવામાં આવી છે જેથી વર્ષો જૂની સુરત જનરલ હોસ્પિટલનું અસ્તીત્વ જળવાઇ રહે જે ત્યાંના રહેવાસીઓના હિતમાં છે. વરાછામાં યુધ્ધના ધોરણે મનપાના સત્તાધીશો અને પોલીસ તંત્રની મદદથી દબાણ હટાવવાનું અભિયાન સફળતાપૂર્વક પાર પાડયું. જયારે ચૌટાબજારમાં દબાણ ખાતા દ્વારા એકશન રીપોર્ટ બતાવવા પૂરતુંટૂંક સમય માટે જ દબાણ દૂર કરવામાં આવે છે. જેથી પરિસ્થિતિ જેવી હતી તેવી જ યથાવત થઇ જાય છે. ત્યાંના રહેવાસીઓનો પ્રશ્ન એ છે કે ચૌટાબજારમાં કાયમી ધોરણે દબાણ દૂર કરવા અંગે મનપાના સત્તાધીશોને કયુ દબાણ અટકાવે છે એ સમજાતું નથી.
સુરત              – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top