Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ: દ્વારકામાં આખલાઓના ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીની પ્રાથમિક સુનાવણીમાં હાઇકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે માંગ્યો જવાબ માગ્યો છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી યોજવામાં આવશે.

હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, દ્વારકાની શેરીઓમાં 2 હજાર રખડું આખલા, પર્યટકોને મારે છે. દ્વારકામાં જીવલેણ આખલાઓએ ઘણા બધા જીવ લીધા છે. દ્વારકા નગરપાલિકા આ સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી. આખલાઓને રાખવા માટે અલગ જગ્યા ફાળવાઈ છે, પણ આખલાઓને ત્યાં રખાતા નથી. આ આખલા દ્વારકામાં આવતા પર્યટકો માટે ભયરૂપ સાબિત થયા છે. દરમિયાનમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવા માટે સમયાંતરે ડ્રાઇવ કરવામાં આવે છે અને તેઓને ગૌશાળામાં પુરવામાં આવે છે. એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે અરજદારે કહ્યું હતું કે આ ફક્ત પેપર વર્ક છે, જમીન ઉપર કામ થતું નથી. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી યોજાશે.

To Top