સુરતની એક 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ધો. 11માં ભણતી સ્ટુડન્ટ ભાવિકા મહેશ્વરીએ વડાપ્રધાનનું ધ્યાન મોબાઈલના વળગણની બિમારી...
પ્રતિબંધિત ગોગો રોલિંગ પેપર, ઈ-સિગારેટ અને હુક્કાના સાધનો સહિત રૂ.15 હજારનો મુદ્દામાલ જપ્ત ડભોઇ, તા.18 ડભોઇ શહેરમાં પાનના ગલ્લાની આડમાં નશીલા પદાર્થોના...
શિયાળામાં દર્દીઓ માટે સેવાભાવનો સહારો વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તેમજ સામાજિક કાર્યકર સુલેમાનભાઈ મેમણ, ફારૂકભાઈ સોની, બાબુભાઈ ચશ્માવાલા અને SIFA ચેરીટેબલ ટ્રસ્ટના...
ઓનલાઈન લાઈવ અપડેટ્સથી થશે ઐતિહાસિક ચૂંટણી મતદાન મંડપો સહિત તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે, 19 ડિસેમ્બરે મતદાન (પ્રતિનિધિ) વડોદરા, તા.18વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીને...
ઠેકઠેકાણે તૂટેલી નહેરની મરામત ન થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં વેડફાતા પાણીથી ખેતી પર ગંભીર અસર, સિઝનમાં પૂરતું પાણી ન મળ્યાની ફરિયાદ ઝાડી-ઝાંખરાથી...
નવા વર્ષની પાર્ટીઓ પહેલા દારૂ માફિયાઓ પર પોલીસ ત્રાટકી બે લક્ઝરી ગાડીઓ અને મોબાઈલ ફોન જપ્ત ચાર આરોપીઓની ધરપકડ, મુખ્ય સપ્લાયર વોન્ટેડ(પ્રતિનિધિ)...
કેલનપુર પાસે મોડી રાત્રે મગર દેખાતા દોડધામવાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે સાડા પાંચ ફૂટના મગરને બચાવ્યોઅડધા કલાકની જહેમત બાદ મગરને વનવિભાગને સોંપાયો (પ્રતિનિધિ)...
સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઊર્જા સંરક્ષણમાં યોગદાન બદલ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા....
સલાટવાડા વિસ્તારમાં ભાથુજી મહારાજના મંદિરે મોડી રાત્રે આયોજિત કાર્યક્રમ અટકાવ્યોસ્થાનિકોનો આક્ષેપ—એક સમાજના જુલુસ ચાલુ, હિન્દુ કાર્યક્રમ પર રોકભારે ખર્ચ બાદ કાર્યક્રમ બંધ...
પ્રખ્યાત શિલ્પકાર અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર રામ સુતારનું ગઈ કાલે બુધવારે રાત્રે નિધન થયું છે. તેઓ...
અધિકારીઓએ જગ્યા જોઈ, માપણી કરી… છતાં જમીન ફાળવણી અટવાયેલી બસ સ્ટેશન ન હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી સંજેલી–લીમખેડા–પીપલોદ જવા મજબૂર, નવી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓમાનની બે દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈ કાલે બુધવારે મસ્કત પહોંચ્યા છે. મસ્કત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું...
ગાંધીનગર : અમદાવાદ અને ગાંધીનગરની 12 જેટલી શાળાઓમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીભર્યા ઈમેલ બાદ સુરક્ષા એજન્સીઓએ તમામ શાળાઓની સઘન તપાસ હાથ ધર્યા...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતાં સ્પષ્ટ કર્યું છે કે મુસ્લિમ વકફ બોર્ડ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓએ હવે અન્ય ધાર્મિક ટ્રસ્ટો...
ગાંધીનગર : કેન્દ્રના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર...
અમદાવાદ : સરકાર દ્વારા ખોટા આરોપો લગાવી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. જેમાં આખરે સત્યની જીત થઈ અને...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે ચેક અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ 2132 કરોડ રૂપિયા તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને...
વડોદરાની નવી કલેકટર કચેરીને મળ્યો ધમકીભર્યો ઈ-મેલ “1 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે” લખાતા જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ તૈનાત તપાસ બાદ કોઈ...
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આજે 18 ડિસેમ્બર ગુરુવારથી ‘નો PUC, નો ફ્યુઅલ’ નિયમ અમલમાં આવ્યો છે. દિલ્હી સરકાર...
એસઓજી પોલીસે એલોપથી દવાઓ સાથે ઝડપી કરી કાર્યવાહી તબીબી ડિગ્રી વગર ચલાવતો હતો દવાખાનું રૂ. 43,900ની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત (પ્રતિનિધિ)...
એસીમાં સ્પાર્ક બાદ આગ લાગ્યાનું અનુમાન પાણીગેટ ફાયર સ્ટેશનની તાત્કાલિક કાર્યવાહી, આગ પર કાબુ સદનસીબે કોઈ જાનહાનિ નહિ, પાર્લરમાં નુકસાનની શક્યતા (પ્રતિનિધિ)...
રૂ. 90 હજારથી વધુની નશાસહાયક સામગ્રી જપ્ત40 નંગ ગોગો પેપર, 33 બોક્સ સ્મોકિંગ કોન અને 116 બોક્સ રોલિંગ પેપર મળ્યા સરકારના પ્રતિબંધ...
કરજણ પાસે ગમખ્વાર અકસ્માત, બસમાં સવાર હતા 30થી વધુ મુસાફરો ફાયર બ્રિગેડની તાત્કાલિક બચાવ કામગીરી, કટર મશીનથી મુસાફરને બહાર કાઢ્યોએક મુસાફરની હાલત...
દાદા અને દાદીની લગ્નની ૬૦ મી મેરેજ એનીવર્સરી હતી. ૮૦ વર્ષના દાદા અને ૭૬ વર્ષનાં દાદી તેમની વચ્ચે‘ડોસી ડોસાને વ્હાલ કરે છે’...
તાજેતરમાં ભારતમાં સિવિલ એવિએશનના મામલે મોટી સમસ્યા ઊભી થઈ હતી. સરકારે પાયલોટ સહિતના ક્રુ મેમ્બર્સના આરામના કલાકો વધારતાં ઈન્ડિગોની રોજની હજારો ફ્લાઈટો...
H-1B વિઝા – અમેરિકાનું ‘ટેલન્ટેડ ઇમિગ્રેશન’ વિશ્વનાં ટોચનાં કુશળ કામદારોને અમેરિકન કંપનીઓમાં લાવવા માટે ૧૯૯૦માં શરૂ થયું. આ વિઝા ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને...
માનવજાત જે ઝડપે વિકાસ સાધી રહી છે એમાં ખરેખર તો કોનો વિકાસ થઈ રહ્યો છે એ સમજવું મુશ્કેલ છે. કેમ કે, વિકાસની...
એ.આઈ.ની ટેકનિકલ વિગતો વિશે મને જાણકારી નથી પરંતુ લોકો પરસ્પર વાતચીતમાં એ.આઈ. માનવજાત માટે ફાયદાકારક છે કે ખતરનાક એવી ચર્ચા કરતા જોવા...
મોંઘવારી વર્ષને કચડતી આવે છે. ગત સદી કરતાં હાલની પરિસ્થિતિ ગરીબ અને મધ્યમ વર્ગ માટે વણસતી લાગે છે. પ્રજા જીવન જીવતાં હાંફી-થાકી...
ગુ. મિ ના તંત્રીલેખ “અત્યંત ગરીબી નાબૂદ, હવે સરકારે માથાદીઠ આવક વધારવા પ્રયાસ કરવા જોઇએ “ મિષે થોડું મૌલિક ચિંતન રજૂ કરું...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
સુરતની એક 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ધો. 11માં ભણતી સ્ટુડન્ટ ભાવિકા મહેશ્વરીએ વડાપ્રધાનનું ધ્યાન મોબાઈલના વળગણની બિમારી તરફ ખેંચ્યું છે. ભાવિકા પત્રમાં લખે છે કે દેશના 25 કરોડથી વધુ બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઝેરીલા પ્રભાવથી ગ્રસ્ત છે. આ બાળકોને ભવિષ્યની પેઢીને આ દુષ્પ્રભાવથી બચાવવા માટે રાષ્ટ્રીય સ્તરે એક ડિજીટલ ડિસિપ્લિન આંદોલન શરૂ કરવાની જરૂર છે.
ભાવિકાએ પત્રમાં ઓસ્ટ્રેલિયન ગર્વન્મેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને ટાંકતા લખ્યું છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મુકતો કડક કાયદો બનાવાયો છે. ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝરની ઉંમરનું વેરિફિકેશન કરવું ફરજિયાત બનાવાયું છે.
ભાવિકાએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે ભારત સરકાર પણ આ વિષયની ગંભીરતા સમજી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના રક્ષણ માટે કડક નિયમો ઘડે, જેથી નાની વયના બાળકો પર થતાં ડિજિટલ અત્યાચારને રોકી શકાય.
ભાવિકાએ પીએમ મોદીને વિનંતી કરી છે કે મન કી બાત ના આગામી એપિસોડમાં ડિજિટલ ડિસ્પિલન અને ચાઈલ્ડ મેન્ટલ હેલ્થ પર ચર્ચા કરે. વડાપ્રધાને દેશવાસીઓને સાત સંકલ્પ આપ્યા છે તેમાં મોબાઈલ એડિક્શનથી મુક્તિનો આઠમો સંકલ્પ ઉમેરવામાં આવે.
ભાવિકા કોણ છે?
ભાવિકા મહેશ્વરીએ 16 વર્ષની નાની ઉંમરે અનેક સિદ્ધિઓ મેળવી છે. તે 4 વખત વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને TEDx સ્પીકર રહી ચૂકી છે. અત્યાર સુધીમાં 5 પુસ્તકો લખ્યા છે. ડિજિટલ ડિસ્પિલન નામના તેના પુસ્તકનો સીબીએસઈના કોર્સમાં સમાવેશ કરાયો છે. તે ગુજરાત સરકારના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે.
ભાવિકા શું કહે છે?
ભાવિકાએ કહ્યું, હું પોતે મોબાઈલ વાપરું છું પરંતુ શું જોવું અને કેટલું જોવું તે હું નક્કી કરું છું. સમયસર જાગૃતિ નહીં આવે તો આવનારી પેઢી ટેક્નોલોજીની ગુલામ બની ડિજીટલ સ્ક્રીન પાછળ કયાંક ખોવાઈ જશે. દુરગામી પરિણામો દેશ માટે ભયજનક સાબિત થશે. વડાપ્રધાન ડિજિટલ ડિસિપ્લિન અને ચાઈલ્ટ મેન્ટલ હેલ્થ પર વાત કરે તો દેશના 25 કરોડથી વધુ બાળકો માટે તે માર્ગદર્શક બની રહેશે.