Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ 2.19 કરોડના ગુનામાં સંડોવાયેલી ગેંગના બે આરોપી નીતિન બચુભાઈ જાદવ અને બકુલ નટુભાઈ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 9.72 કરોડના રોકાણ ફ્રોડમાં કચ્છથી એકની ધરપકડ સાથે રાજ્ય સીઆઈડી ક્રાઈમએ બે અલગ અલગ ગુનામાં ત્રણ આરોપીની ઘરપકડ કરી છે.

સ્ટેટ સીઆઈડી ક્રાઈમના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદીને વોટ્સએપ મારફતે સંપર્ક કરી કસ્ટમર સર્વિસ તરીકેની ઓળખ આપી ગ્રુપમાં એડ કરીને ટીપ મુજબ રોકાણ કરવાથી ખૂબ નફો થશે, તેમ કરી લલચાવીને જુદી જુદી બેંક ખાતાઓની વિગતો મેળવી લઈ ટ્રેડિંગમાં અને આઇપીઓમાં રોકાણ કરાવીને 2.19 કરોડનું રોકાણ કરાવી છેતરપિંડી કરવાના ગુનામાં આરોપી નીતિન બચુભાઈ જાદવ (ઉં.વ. 30 રહે સાણંદ), અને બકુલ નટુભાઈ મકવાણા રહે (આકરુ ધંધુકા)ની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

To Top