ઘરના આગળના ભાગે ઊંઘી રહેલા યુવકને નિશાન બનાવી હત્યારા ફરાર પાદરા પોલીસ અને એલસીબીની ટીમો દોડી આવી, સીસીટીવી આધારે તપાસ શરૂવડોદરા તા.19...
મોટરસાઇકલને અડફેટે લેતા ચાલકનું સ્થળ પર મોત, એક ઇજાગ્રસ્ત શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં...
વર્ષ 2025ને અલવિદા કહી નવા વર્ષ 2026ને આવકારવા થનગનાટ કરી રહેલાં યુવાન સુરતીઓ માટે ખાસ સમાચાર છે. ફાર્મ હાઉસ પર ખાવાપીવાની પાર્ટી...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલ તારીખ 17 ડિસેમ્બરના રોજ વહેલી સવારે જુદી જુદી શાળાઓ અને સરકારી સંસ્થાઓમાં ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં...
અમદાવાદ: રાજ્યમાં ૧-૪-૨૦૨૫ થી ૩-૧૨-૨૦૨૫ સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય...
હાસ્ય કલાકાર ભારતી સિંહનું ઘર ફરી એકવાર ખુશીઓથી ભરાઈ ગયું છે. એક નાનો રાજકુમાર આવ્યો છે. 41 વર્ષની ઉંમરે ભારતી બીજી વખત...
ગાંધીનગર: રાજયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે કડક વલણ અપનાવતા ડે સીએમ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુનેગારો સામે એવી કડક હાથે કાર્યવાહી...
ગાંધીનગર: રાજ્યના ડે સીએમ હર્ષ સંઘવીએ આજે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા પંથકની મુલાકાત લઈ રાજ્યની ઔદ્યોગિક પ્રગતિની સમીક્ષા કરી હતી.હર્ષ સંઘવીએ...
ગાંધીનગર: ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ...
સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનનો પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવિણસિંહ જાડેજા 3 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે....
ગાંધીનગર: રાજયમાં આગામી ત્રણેક દિવસ માટે ઠંડી ઘટશે અને તાપમાન વધશે, જયારે આજે શુક્રવારે રાજયમાં અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી....
હાલોલ | હાલોલ શહેરમાં કેરલા સમાજ દ્વારા ભગવાન શ્રી ઐય્યપ્પા ઉત્સવની ઉજવણી ગુરુવારના રોજ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાથી કરવામાં આવી હતી. હાલોલ–ગોધરા...
દાહોદ, તા.18 રાજ્ય સરકારના આદેશ બાદ દાહોદ જિલ્લામાં નશાજન્ય માદક પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક...
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ધુમ્મસના કારણે ઓછી દૃશ્યતાના લીધે એક વધુ જીવલેણ માર્ગ અકસ્માત સર્જાયો છે. ગઈકાલે મોડી રાત્રે ચિલ્લા પોલીસ સ્ટેશન...
અન્ય રાજ્યોની ઠગાઈની રકમ દાહોદના ખાતામાં ટ્રાન્સફર દાહોદ, તા.18 | દેશભરમાં સાયબર ક્રાઇમના બનાવો સતત વધી રહ્યા છે અને લોકો લાખો રૂપિયા...
દાહોદ, તા.18 | જૂની ગાડીઓના લે-વેચના વ્યવસાયમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો ગંભીર બનાવ દાહોદમાં સામે આવ્યો છે. અમદાવાદના જૂની ગાડીઓના વેપારીને બે ગાડીઓના...
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનું જિલ્લા પોલીસ વડા દ્વારા અવલોકન કાલોલ: પોલીસ અને પ્રજા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો મજબૂત બને તેમજ સુરક્ષાનો વિશ્વાસ ઊભો થાય તે...
ફેરફાર રિપોર્ટ નામંજૂર થતા વિવાદ ભડક્યોકાલોલ; કાલોલના શામળદેવી રોડ પર આવેલી શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટમાં ગંભીર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી...
મહારાષ્ટ્રના થાણે શહેરમાં ગઈ કાલે ગુરુવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત ટળી ગયો. શહેરના ઘોડબંદર રોડ પર આવેલા બ્લુ રૂફ ક્લબ ખાતે...
કાલોલ: સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કાલોલ તાલુકામાં મોટી કાર્યવાહી કરી દેલોલ–ઝાંખરીપુરા રોડ પર દેલોલ મસ્જિદ ફળિયુ પાસે નબર પ્લેટ વગરની બે...
વી.એલ. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સને GWSSB પાસેથી ₹42.12 કરોડનો મોટો વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ મળ્યો વડોદરા : પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના માળખાગત પ્રોજેક્ટ્સમાં નિષ્ણાત વી.એલ....
પ્રતિનિધિ | વડોદરા, તા.19 વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે 19 ડિસેમ્બરના રોજ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. કુલ 37...
અમેરિકામાંથી ફરી એક વખત ભયાનક વિમાન દુર્ઘટના સામે આવી છે. ઉત્તર કેરોલિનાના સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ નજીક એક બિઝનેસ જેટ વિમાન ક્રેશ થતાં...
“આપણને આપણાં જ સંતાનો ,પુખ્ત ઉમરનાં સંતાનો પ્રેમ કરે, પ્રેમલગ્ન કરે તે સામે ભરપૂર વાંધો છે પણ જાહેરમાં કોઈ કોઈનું ગળું કાપી...
નામમાં શું રાખ્યું છે? રોમિયો – જુલિયટ લખતા શેક્સપિયર આ સારી સલાહ આપી ગયો હતો. “નામ વ્યક્તિના સાચા પાત્રની ઓળખ નથી આપતું,...
રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની ચિંતાઓ વચ્ચે હાલમાં એક કંઇક સારા આર્થિક સમાચાર આવ્યા છે અને તે એ છે કે નવેમ્બર મહિનામાં ભારતના માલની...
સરકાર ભલે કહે કે પેટ્રોલને બદલે ઇથેનોલ વાપરવાથી પર્યાવરણને લાભ થશે પણ ભારતના કિસાનો તે વાત માનવા તૈયાર નથી. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના...
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના સિંગાપુરમાં અવસાન બાદ દેશમાં ફરી એકવાર ભારે...
સુખદ ઉકેલ તરફ: “દૂધ ઉત્પાદકોના હિતમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્રની કવાયત તેજ.” વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા...
એડવોકેટની આગેવાનીમાં રહીશોએ પાલિકા ગેટ ગજવ્યો; રહેઠાણની વ્યવસ્થા વિના મકાનો ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા બિલ ગામ વિસ્તારમાં...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
ઘરના આગળના ભાગે ઊંઘી રહેલા યુવકને નિશાન બનાવી હત્યારા ફરાર
પાદરા પોલીસ અને એલસીબીની ટીમો દોડી આવી, સીસીટીવી આધારે તપાસ શરૂ
વડોદરા તા.19
પાદરા–જંબુસર હાઇવે પર મહલી તલાવડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક યુવકની નિર્મમ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘરના આગળના ભાગે ઊંઘી રહેલા યુવકને અજાણ્યા શખ્સોએ ચાકુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે પરિવારના સભ્યો અંદરના રૂમમાં ઊંઘતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મહલી તલાવડી પાસે રહેતા રાણાભાઈ રાવજીભાઈ ચાવડા રાત્રિના સમયે પોતાના ઘરના આગળના ભાગે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન 18 ડિસેમ્બરની મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ ત્યાં આવી ઊંઘી રહેલા રાણાભાઈના છાતીના ભાગે ચાકુના ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
વહેલી સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે રાણાભાઈ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા હોવાનું જોઈ પત્ની તથા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ સંબંધીઓને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાદરા પોલીસ તેમજ એલસીબીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. રાણાભાઈ ચાવડાની હત્યા કયા કારણોસર અને કોના દ્વારા કરવામાં આવી તે બાબતે પાદરા પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે.