ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ બુસ્ટરથી જનતાને હાલાકી વડોદરા : શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ માટે મુખ્ય...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો ફરી વાયરલ થયો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે પટણામાં આયુષ ડોક્ટરોને નિમણૂક પત્રો વહેંચવામાં...
પ્રતિનિધિ ગોધરા તા.15 દેશની દરેક મહિલાને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે અને ઘરે બેઠા શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર...
પાંચ દિવસમાં ઉકેલ ન આવે તો વાઇસ ચાન્સેલર ઓફિસને તાળાબંધીની ચીમકી વાઇસ ચાન્સેલરની કેફિયત :“આઈડી કાર્ડ બનાવેલા છે, વિદ્યાર્થીઓના લોગીનમાં ઉપલબ્ધ છે,...
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બિહાર એકમના નવા પ્રદેશ પ્રમુખ તરીકે દરભંગા શહેરના ધારાસભ્ય સંજય સરાવગીની નિમણૂક કરી છે. તેઓ હાલના પ્રદેશ પ્રમુખ...
સુરત મનપા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગ્ન તેમજ સામાજિક પ્રંસગોમાં જાહેર જનતા ઉપયોગમાં લઈ શકે તે માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા...
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા સરકારી પ્લોટ TP 49 FP 359 પર છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ગાર્ડન વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ અને પ્લાસ્ટિક...
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફને બમણું કરીને 50% (યુએસ 50% ટેરિફ ઓન ઈન્ડિયા) કરી દીધું હતું, જેની શરૂઆતની અસર તમામ...
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન 15 જાન્યુઆરીએ થશે...
રવિવારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર બે આતંકવાદીઓએ ઉજવણી કરી રહેલા લોકો પર હુમલો કર્યો. આ દરમિયાન 44 વર્ષીય અહેમદ અલ-અહમદે લોકોને...
ડોગ બાઈટના સામાન્ય કિસ્સામાં પણ તાત્કાલિક સારવાર લેવાની ડોક્ટરની અપીલહડકવો એવો રોગ છે કે એકવાર થયો પછી તેની સારવાર અસાધ્ય(પ્રતિનિધિ) વડોદરા, તા....
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર રવિવારે થયેલા આતંકવાદી હુમલાની પોલીસે પુષ્ટિ કરી છે અને દાવો કર્યો છે કે બે આતંકવાદીઓ પિતા અને...
કપૂરાઇ–સોમા તળાવ વિસ્તાર નજીકની નંદઘર આંગણવાડીની આસપાસની હાલત તંત્રની બેદરકારી ઉજાગર કરે છે વડોદરા : શહેરના કપૂરાઇ–સોમા તળાવ વિસ્તાર નજીક આવેલી નંદઘર...
તલસટ ગામે બાઈક ચોરીનો બનાવ, ચોર CCTVમાં કેદ વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તલસટ ગામમાં ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના સામે...
ગુજરાત સીઆઈડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ અને સશસ્ત્ર કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ આજે તા. 15 ડિસેમ્બરને સોમવારે ગાંધીનગરના સરગાસણ ખાતે જાહેર રસ્તા...
રામ મંદિર ચળવળના સંત અને ભૂતપૂર્વ સાંસદ ડો. રામ વિલાસ દાસ વેદાંતીનું સોમવારે અવસાન થયું. તેમણે મધ્યપ્રદેશના રેવામાં બપોરે 12:20 વાગ્યે અંતિમ...
કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલીને ગ્રામીણ રોજગાર માટે હવે નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. સરકાર ટૂંક...
સિડનીના બોન્ડી બીચ પર થયેલા ગોળીબાર બાદ ઓસ્ટ્રેલિયાએ બંદૂક કાયદા કડક બનાવવાનો સંકેત આપ્યો છે, જે લગભગ 30 વર્ષમાં દેશનો સૌથી ઘાતક...
ચાલ બેસી જા, તારી પટ્ટી કરાવી દઉં”, જેવી ધમકીભરી ભાષા વપરાતા પરિસ્થિતિ વધુ તંગ બની ( પ્રતિનિધિ ) વડોદરા, તા.15વડોદરા શહેરના વડસર...
સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ સન્માન આણંદ:; સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૮માં દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક...
કચરો સડી જતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ, પર્યાવરણને નુકસાનપાલિકાની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ વિસર્જન તળાવમાં સફાઈનો અભાવ( પ્રતિનિધિ ) વડોદરા, તા.15 વડોદરા...
ભીનો, સૂકો અને ધાર્મિક ફૂલ-શ્રીફળ વેસ્ટ માટે અલગ વ્યવસ્થા; પરિવહન વાહનોને હરિત ઝંડી વડોદરા — વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને...
વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની બિનહરિફ વરણી પ્રતિનિધિ, આણંદ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમુલ ડેરી)ના ચેરમેન પદે શાભેસિંહ પરમાર...
મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન આપ્યાવડોદરા, તા. 15 — વડોદરા શહેરના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર...
ડભોઇ–તિલકવાડા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોતરસ્તો ઓળંગતી વખતે અકસ્માત, સ્થળ પર જ મોતડભોઇ:!ડભોઇ–તિલકવાડા માર્ગ પર ચૌતરિયાપીર દરગાહ નજીક આવેલ નર્મદા...
પાલિકા તંત્રની બેદરકારી સામે નગરજનોમાં ભારે રોષ સાવલી: નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયો હાલ બિસમાર હાલતમાં પહોંચી ગયા છે. યોગ્ય દેખરેખ અને...
દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને હવાઈ મુસાફરીને...
ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો; આખરી યાદી 11 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થશેમતદાર યાદી સુધારણા કાર્યક્રમનું સત્તાવાર સમયપત્રક જાહેરવડોદરા:...
હિન્દુ યુવાનોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વાભિમાન જાગૃત કરવાનો હેતુશિનોર: ગીતા જયંતી નિમિત્તે શૌર્ય દિવસ અંતર્ગત શિનોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા હિન્દુ...
સંબંધિત તંત્ર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માગણીઓછા વરસાદે તળાવ ખાલી, રવિ પાક જોખમમાંકપડવંજ: કપડવંજ તાલુકાના રામપુરા તળાવની હાલત ચિંતાજનક...
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ભૂતડી ઝાંપા વિસ્તારમાં પાણી વિતરણ બુસ્ટરથી જનતાને હાલાકી
વડોદરા : શહેરના ભૂતડી ઝાંપા વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ માટે મુખ્ય રસ્તા પર દબાણ કરીને મૂકાયેલા બુસ્ટરને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક રહીશો સહિત શાળાના બાળકો અને શિક્ષકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ત્રણ શાળાઓના હજારો બાળકો અસરગ્રસ્ત
નવી ધરતી, નાગરવાડા, વોર્ડ નંબર–૭ વિસ્તારમાં આવેલી જીવન સાધના શાળા, ન્યૂ ઈરા સ્કૂલ તથા કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાના મુખ્ય માર્ગ પર જ આ વિવાદાસ્પદ બુસ્ટર મૂકવામાં આવ્યું છે. જેના કારણે રોજ શાળાએ આવતા-જતાં બાળકો, શિક્ષકો અને વાલીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વારંવાર લાઈન ભંગાણ અને કાદવ-કીચડની સમસ્યા
બુસ્ટરની આસપાસ પાંચ પાણીની લાઈનોના વાલ્વ મૂકવામાં આવ્યા છે. આ લાઈનોમાં દર ત્રીજા-ચોથા દિવસે ભંગાણ પડતું હોવાથી પાણી લીકેજ સામાન્ય બની ગયું છે. પરિણામે રસ્તા પર કાદવ અને કીચડ ફેલાય છે. સમારકામ માટે વારંવાર ખોદકામ થતાં સ્થિતિ વધુ ખરાબ બને છે.
નાની ખામી તરફ તંત્રનું ધ્યાન નથી
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ નાની લિકેજ બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન આપતા નથી. લિકેજ મોટી બન્યા બાદ જ રિપેર થાય છે, જે તંત્રની સ્પષ્ટ બેદરકારી દર્શાવે છે.
સરકારી દબાણ સામે કાયદો મૌન?
રહિશોનો આક્ષેપ છે કે ગેરકાયદેસર બાંધકામો અને લારી-ગલ્લા હટાવવામાં કોર્પોરેશન સક્રિય રહે છે, પરંતુ જ્યારે સરકારી સ્તરે જ દબાણ કરવામાં આવ્યું હોય ત્યારે નિયમો લાગુ પડતા નથી. અધિકારીઓ મનસ્વી રીતે વર્તે છે તેવી લાગણી લોકોમાં વ્યાપી છે.
મુખ્યમંત્રી ઓનલાઈન સુધી પહોંચ્યો મામલો
જીવન સાધના શાળાના શિક્ષક હસમુખભાઈ પાઠકે આ મુદ્દે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ પ્રણાલીમાં અરજી કરી હતી. ફરિયાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લેખિતમાં ખાતરી આપી હતી કે વિકલ પૂલ ખાતે નવા બુસ્ટર તૈયાર થયા બાદ આ જૂનું બુસ્ટર હટાવવામાં આવશે.
પાંચ વર્ષ પૂર્ણ છતાં કોઈ કાર્યવાહી નહીં
વિકલ પૂલ ખાતે નવા બુસ્ટર બની ગયા આજે પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છતાં નવી ધરતી–નાગરવાડા વિસ્તારમાં આવેલું આ બુસ્ટર હટાવવામાં કોર્પોરેશન દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોમાં રોષ, હવે CMOના હસ્તક્ષેપની રાહ
લાંબા સમયથી ચાલતી સમસ્યા અને તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે મુખ્યમંત્રી કાર્યાલયના હસ્તક્ષેપ પછી જ આ દબાણ ક્યારે હટશે અને વિસ્તારના લોકોને કાયમી રાહત ક્યારે મળશે તે જોવું રહ્યું.