આજથી એટેલે કે તા. 4 ઓક્ટોબર શનિવારથી બેંક ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં મોટો બદલાવ આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ...
અમદાવાદઃ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને ઈનિંગ અને 140 રનથી હરાવ્યું છે. બીજી ઈનિંગમાં વેસ્ટ...
જાપાનના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ નોંધાઈ છે. ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન સનાઈ તાકાઈચીએ શનિવારે શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના પ્રમુખ માટે...
બોલિવૂડ અભિનેતા સંજય દત્તના એક વીડિયો બાદ રાજકીય તોફાન ઊભું થયું છે. હાલ થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની આગામી 100મી...
છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી અંગે તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી હતી, તે તમામ ચર્ચા અને અટકળોનો આખરે...
વડોદરા : શહેરમાં તાજેતરમાં જ એક સિનિયર ડોક્ટર તેમજ બે વકીલ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યા હોય તેવી ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે વધુ...
શિયાળાના આગમન પહેલા આ સિઝનનું પહેલું ચક્રવાતી તોફાન “શક્તિ” ઝડપથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ...
ગુજરાત મિત્ર….પાવીજેતપુર પાવીજેતપુરના બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી ચલાવતા વેપારીએ સફરજનની પેટી ખોલતા પેટીમાંથી રસેલ વાઇપર સાપ નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો...
હાલમાં ઝેરી કફ સિરપ પીવાના લીધે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 12 જેટલા બાળકોના થયેલા મૃત્યુ બાદ તમિલનાડુ સરકારે “કોલ્ડ્રિફ” નામની કફ સિરપના વેચાણ...
હવે દર વર્ષે વિશ્વમાં ક્યાંકને ક્યાંક ક્રિકેટની રમત રમાતી જ હોય છે. તે 20-20, વન-ડે કે પછી ટેસ્ટ મેચોની સિરીઝ હોય શકે....
પૂજ્ય બાપુ, આઝાદીનાં મીઠાં ફળો મળ્યાં જ નથી! જે કમનસીબી લેખાય! ખેર, આઝાદ હિંદ ફોજ : ભારતની આઝાદી મેળવવા બ્રિટિશ સૈન્ય સામે...
રવિવારે બાદ થયેલા એશિયા કપના ફાઇનલ મુકાબલાના અત્યંત રસાકસી બાદ ભારતે પાકિસ્તાનની સામે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવી એશિયા કપમાં 9મી વાર...
જ્યાં સુધી ચૂંટણીઓ પ્રામાણિકપણે યોજાશે નહીં અને વોટચોરી ચાલુ રહેશે ત્યાં સુધી યુવાનોને નોકરીઓ મળશે નહીં અને ભ્રષ્ટાચાર વધતો રહેશે એવું ખોંખારીને...
દેશભરનાં તમામ રાજ્યોનું દેવું ચિંતાજનક હદે વધી ગયું છે. આ ચિંતાજનક આંકડા કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગના રિપોર્ટમાં સામે આવ્યા...
શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા તાત્કાલિક અસરથી ત્રણ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. તા. 5 થી 7 ઓક્ટોબર 2025 દરમિયાન...
રોહન અને તેના પાર્ટનર વચ્ચે મોટો ઝઘડો થયો. રોહને ના પાડી હોવા છતાં પાર્ટનરે તેની જાણ બહાર મોટો સોદો કર્યો અને તેમાં...
પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે. તેમના મિત્ર બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે...
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ બધાની નજર નીતીશકુમાર ઉપર છે. આ વખતે વડા...
સંશોધક-પર્યાવરણવાદી સોનમ વાંગચુક શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનો, લાંબી કૂચ અને અનિશ્ચિત ભૂખ હડતાળ છતાં કંઈ પ્રાપ્ત કરી શક્યા નથી, તે કઠોર રાષ્ટ્રીય સુરક્ષા...
અત્યારે તો ચર્ચા બિહારની ચૂંટણીની છે પણ આવતા વર્ષે આસામની ચૂંટણી પણ થવાની છે. ઇશાન ભારતનું આ નાનું રાજ્ય છે અને ઇશાન...
છેલ્લા બે વર્ષથી તેની ભારે ચર્ચા ચાલતી હતી તેવા ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે આખરે ભાજપે મંત્રી જગદીશ પંચાલ એટલે કે વિશ્વકર્મા પર...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને શાંતિ પ્રસ્તાવ સ્વીકારવા માટે સમયમર્યાદા આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસને રવિવાર (5 ઓક્ટોબર, 2025) સાંજે...
સ્થાયી સમિતિ બેઠકમાં વધારાની એક દરખાસ્ત સાથે 10 કામોને મંજૂર VSPF સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું હાલ સંચાલન કરે છે...
ગુરુવારે રામલીલાના કલાકારો પલળ્યા, આખરે શુક્રવારે ગ્રાઉન્ડમાંથી પાણી નિકાલ કરી ઉત્સાહભેર કાર્યક્રમ સંપન્ન કરાયો વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા દર વર્ષની...
લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા મુદ્દે વડોદરા શહેર ભાજપમાં જ મતભેદ અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે ભાજપ કાઉન્સિલરોની પણ હાજરી વડોદરા શહેરના લક્ષ્મી...
સાંજના તમામ ઝોનમાં પાણી કાપ અને હળવા દબાણથી ઉપલબ્ધ થશે વડોદરા શહેરમાં રવિવારે પાણી પુરવઠામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 05/10/2025ના રોજ...
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ અનુસાર ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા આજથી રાજ્યભરમાં શરૂ...
મામલતદાર, જનસેવા કેન્દ્ર સહિત ઝોનલ કચેરી નં. 1,2,4 હવે નવા સરનામે વડોદરા :;શહેરમાં નર્મદા ભવનનું રિનોવેશન કાર્ય શરૂ થતાં હવે કેટલીક મહત્વની...
મદ્રાસ હાઈકોર્ટે કરુર ભાગદોડ કેસમાં ટીવીકે નેતાને કડક ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે પાર્ટીના વડા વિજય ભાગદોડ પછી ઘટનાસ્થળેથી ભાગી ગયા...
દબાણ શાખાની ટીમ આવતા જ વેપારી રોડ પર સૂઈ જઈ ઉગ્ર વિરોધ કરતા મામલો ભીચક્યો, અધિકારીએ કહ્યું- માત્ર ગંદકી ન કરવાની સૂચના...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
આજથી એટેલે કે તા. 4 ઓક્ટોબર શનિવારથી બેંક ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં મોટો બદલાવ આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરાયેલા નવા નિયમો અનુસાર હવે બેંકમાં જમા કરાયેલા ચેક તે જ દિવસે થોડા કલાકોમાં ક્લિયર થશે. આ બદલાવથી લાખો બેંક ખાતેદારને નાણાકીય વ્યવહારોમાં ઝડપી સુવિધા મળશે.
અગાઉ ચેક ક્લિયર થવામાં સરેરાશ બે દિવસનો સમય લાગતો હતો. ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) બેચ-પ્રોસેસિંગ મોડ પર આધારિત હોવાથી ચેક સવાર, બપોર અથવા સાંજના બેચમાં સામેલ કરવામાં આવતા અને તે પ્રમાણે પ્રોસેસ થતા હતા. જો ચેક મોડા જમા કરાય તો તેની ક્લિયરિંગ પ્રક્રિયા બીજા કાર્યકારી દિવસે જ થઈ શકતી હતી. જેના લીધે પ્રક્રિયામાં 1 થી 2 દિવસનો સમય લાગતો હતો.
RBIની નવી સિસ્ટમ દ્વારા આમાં ફેરફાર કરવામાં આવશે. જે સતત ચેક ક્લિયરિંગ મોડ લાગુ કરે છે. આ સિસ્ટમ હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેકની છબીઓ અને ડેટા તાત્કાલિક સ્કેન કરવામાં આવશે અને ક્લિયરિંગ હાઉસને મોકલવામાં આવશે. જેણે સાંજે 7 વાગ્યા સુધીમાં ચેકની પુષ્ટિ કરવી આવશ્યક રહેશે. જેથી ચેક ક્લિયરિંગની પ્રક્રિયા ઝડપી બનશે.
RBIએ ઓગસ્ટ 2025માં આ નિર્ણય જાહેર કર્યો હતો કે CTS સિસ્ટમને બે તબક્કામાં પરિવર્તિત કરવામાં આવશે. પહેલો તબક્કો આજથી એટલે કે તા. 4 ઓક્ટોબરથી શરૂ થયો છે. જ્યારે બીજો તબક્કો તા.3 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે.
આ નવો નિયમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે
તબક્કો 1: તા. 4 ઓક્ટોબર 2025થી 2 જાન્યુઆરી 2026 સુધી બેંકો પાસે ચેકની પુષ્ટિ માટે સાંજે 7:00 વાગ્યા સુધીનો સમય રહેશે.
તબક્કો 2: તા. 3 જાન્યુઆરી 2026 થી બેંકો પાસે ચેક પુષ્ટિ કરવા માટે ફક્ત ત્રણ કલાકનો સમય રહેશે. જો ચેક સવારે 10:00 વાગ્યે મોકલવામાં આવે છે. તો તેને બપોરે 2:00 વાગ્યા સુધીમાં ક્લિયર કરવાની જરૂર પડશે. જે ક્લિયરન્સને વધુ ઝડપી બનાવશે.
આ નવી સિસ્ટમ શરૂઆતમાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોના ક્લિયરિંગ ગ્રીડમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દેશભરમાં તેનો વિસ્તાર થશે.
નવા નિયમના ફાયદા:
આ નવા નિયમો અમલમાં આવતા ચેક આધારિત વ્યવહારોમાં ઝડપી બનશે. હવે બે દિવસની રાહ જોવાની જગ્યાએ થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થવાથી સામાન્ય ગ્રાહકથી લઈને મોટા વેપારી સુધી દરેકને લાભ થશે.