Top News

પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રાનું 89 વર્ષની વયે નિધન

પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક અને પદ્મ વિભૂષણ પંડિત છન્નુલાલ મિશ્રાનું આજ રોજ તા. 2 ઓક્ટોબર ગુરુવારે વહેલી સવારે અવસાન થયું. તેઓ 89 વર્ષના હતા. મિર્ઝાપુર સ્થિત પુત્રી નમ્રતા મિશ્રાના ઘરે સવારે 4:15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે કાશીના મણિકર્ણિકા ઘાટ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પંડિત મિશ્રા 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક પણ રહ્યા હતા.

છેલ્લા કેટલાક મહિનાથી બિમાર
પંડિત છન્નુલાલ મિશ્રા છેલ્લા સાત મહિનાથી અસ્વસ્થ હતા. સપ્ટેમ્બરમાં તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને મિર્ઝાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં BHUની સર સુંદરલાલ હોસ્પિટલમાં સારવાર મળી.

તબિયતમાં સુધારો થયા બાદ તા.27 સપ્ટેમ્બરે તેમને રજા અપાઈ હતી અને તેઓ પુત્રીના ઘરે મિર્ઝાપુર ગયા હતા.
ડોક્ટરોના જણાવ્યા મુજબ તેઓ તીવ્ર શ્વસન તકલીફ સિન્ડ્રોમ (ARDS), ફેફસાની ગંભીર બળતરા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ઑસ્ટિયોઆર્થરાઇટિસ અને પ્રોસ્ટેટની સમસ્યાથી પીડાતા હતા.

શાસ્ત્રીય સંગીતની દુનિયામાં આગવું સ્થાન
તા.3 ઓગસ્ટ 1936ના રોજ આઝમગઢના હરિહરપુરમાં જન્મેલા છન્નુલાલ મિશ્રાએ બાળપણથી જ સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી પ્રાથમિક તાલીમ મેળવી હતી. બાદમાં કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન અને ઠાકુર જયદેવ સિંહ પાસેથી માર્ગદર્શન મેળવ્યું.

પંડિત મિશ્રા ખયાલ, ઠુમરી, ભજન, દાદરા, કજરી અને ચૈતી જેવા શાસ્ત્રીય અને લોક સ્વરૂપોના અનોખા મિશ્રણ માટે જાણીતા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં તાલીમ લીધા બાદ તેઓ ચાર દાયકા પહેલા વારાણસી સ્થાયી થયા અને કાશીને પોતાના સંગીતનો કેન્દ્ર બનાવ્યો.

પુરસ્કાર અને સન્માન
પંડિત મિશ્રાને 2000માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 2010માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. 2021માં પદ્મ વિભૂષણ મળતાં તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકારોમાં સ્થાન પામ્યા.

પરિવાર અને વારસો
પંડિત છન્નુલાલ મિશ્રાની ચાર પુત્રીઓ હતી. સૌથી મોટી પુત્રી સંગીતાનું કોરોનાકાળ દરમિયાન અવસાન થયું હતું. અનિતા અને મમતા પરિણીત છે. જ્યારે સૌથી નાની પુત્રી નમ્રતા KBPG કોલેજમાં સંગીત વિભાગની પ્રોફેસર છે. હાલમાં મિશ્રા પરિવાર મિલકતના વિવાદને કારણે ચર્ચામાં હતો.

પંડિત મિશ્રાનું પ્રસિદ્ધ ગીત “ખેલ મસાને મેં હોળી” આજે પણ લોકપ્રિય છે. શાસ્ત્રીય સંગીતમાં તેમના યોગ

Most Popular

To Top