National

પદ્મ પુરસ્કારો 2020: સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, કેશુબાપા, નરેશ કનોડીયાને મરણોત્તર એવોર્ડ મળ્યા, જુઓ સંપૂર્ણ યાદી

દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, મનોહર પારિકર, કેશુ પટેલ જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે અભિનેત્રી કંગના રાણાવત, સરિતા જોશી, ગાયક અદનાન સામી, રમતગજગતમાંથી રાની રામપાલ, પીવી સંધુ સહિતનાઓને સન્માનિત કરાયા હતા.

આજે વર્ષ 2020 માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 141 લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. મંગળવારે એટલે કે આવતીકાલે 2021 માટે 119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને આ એવોર્ડ એનાયત કર્યો હતો. એવોર્ડ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા. 

આ વર્ષે 119 વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં 7 હસ્તિઓને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ અને 102ને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સન્માનિત થનારી હસ્તિઓમાં 29 મહિલાઓનો અને 16 લોકોને મરણોપંરાંત સન્માન આપવામાં આવ્યો છે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વિભૂતિઓનું સન્માન કર્યું હતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશભાઇ પટેલને પણ મરણોપરાંત પદ્મ ભૂષણનો પુરસ્કાર અપાયો છે. પોત પોતાના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન પુરું પાડનારી વિભૂતિઓને પદ્મ એવોર્ડનો સન્માન કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત આ સમારંભમાં હાજર રહ્યાં હતાં.

ગાયક સુરેશ વાડેકરને પદ્મશ્રી એવોર્ડ સોંપવામાં આવ્યો. સુરેશ વાડકરે કહ્યું કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન એવોર્ડ મેળવીને તેઓ ખુશ છે. તેણે કહ્યું કે તે લાંબા સમયથી આ એવોર્ડની રાહ જોઈ રહ્યા હતા.

આ ઉપરાંત જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, ગાયક એસપી સુબ્રમણ્યમ (મરણોપરાંત), સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન સાહૂ, પુરાતત્વવિદ બીબી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઇને મરણોપરાંત પદ્મ ભૂષણ આપવામાં આવશે. પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત) અને ધર્મગુરુ કબ્લે સાદિક (મરણોપરાંત) સહિત 10 વિભૂતિઓને પદ્મ ભૂષણ પુરસ્કારનું સન્માન મળશે. પદ્મશ્રી પુરસ્કાર મેળવાનારા 102 લોકોમાં ગોવાના પૂર્વ રાજયપાલ મૃદુલા સિંહ (મરણોપરાંત), બ્રિટિશ ફિલ્મ નિર્દેશક પીટર બ્રૂક, ફાધર વાલેસ (મરણોપરાંત) , પ્રોફેસર ચમન લાલ સપ્રુ (મરણોપરાંત)ના નામ સામેલ છે.

આ યાદીમાં 5 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. પબ્લીક અફેર્સ કેટેગરીમાં કેશુભાઈ પટેલને પદ્મભૂષણ ઍવોર્ડ મળ્યો છે. લિટરેચર અને એજ્યુકેશન કેટેગરીમાં દાદુદાન ગઢવીને પદ્મશ્રી ઍવોર્ડ મળ્યો. આર્ટ કેટેગરીમાં મરણોપરાંત મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો. લિટરેચર અને એજ્યુકેશન કેટેગરીમાં ચંદ્રકાંત મહેતાને પદ્મશ્રી ઍવોર્ડ મળ્યો.

પદ્મ એવોર્ડનું સન્માન કોને મળે છે એ પણ તમને જણાવીએ. આ દેશનો સર્વોચ્ય એવોર્ડ એવો  પદ્મ વિભૂષણ એવા લોકોને આપવામાં આવે છે જેમનું જુદા-જુદા ક્ષેત્રમાં વિશેષ યોગદાન રહ્યું હોય. અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે પદ્મ ભૂષણ આપવામાં આવે છે. જયારે ઉચ્ચક્રમની વિશિષ્ટ સેવા અને કોઇ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવે છે.

આ લોકોને મળશે પદ્મ વિભૂષણ

  • શિંબો આબે, પબ્લિક એફેયર્સ, જાપાન
  • એસ.પી. બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત) કલા, તમિલનાડુ
  • ડોકટર બેલે મોનપ્પા હેગડે, મેડિસિન, કર્ણાટક
  • શ્રી નરિંદર સિંહ કપની ( મરણોપરાંત), સાયન્સ એન્ડ એન્જી., અમેરિકા
  • મૌલાના વહીદુદદીન ખાન, અધ્યાત્મવાદ, દિલ્હી
  • બી બી લાલ, પુરાતત્વ, દિલ્હી
  • સુદર્શન સાહૂ, કલા, ઓડીશા
  • આ લોકોને મળશે પદ્મ ભૂષણ
  • કૃષ્ણવ નાયર શાંતાકુમારી, કલા, કેરળ
  • તરુણ ગોગાઇ (મરણોપરાંત), પબ્લિક અફેર્સ, આસામ
  • ચંદ્રશેખર કંબરા, સાહિત્ય અને શિક્ષા, કર્ણાટક
  • સુમિત્રા મહાજન, પબ્લિક અફેર્સ, મધ્ય પ્રદેશ
  • નૃપેન્દ્ર મિશ્રા, સિવિલ સર્વિસ, ઉત્તર પ્રદેશ
  • રામવિલાસ પાસવાન (મરણોપરાંત) પબ્લિક અફેર્સ, બિહાર
  • કેશુભાઇ પટેલ (મરણોપરાંત) , પબ્લિક અફેર્સ, ગુજરાત
  • કલ્બે સાદિક(મરણોપરાંત, અધ્યાત્મવાદ, ઉત્તર પ્રદેશ
  •  રજનીકાંત દેવીદાસ, ઉદ્યોગ, મહારાષ્ટ્ર
  • તરલોચન સિંહ, પબ્લિક અફેર્સ, હરિયાણા

Most Popular

To Top