હાલમાં આપણે કોરોના કાળની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારે પહેલી લહેર વખતે ઘણાં પ્રોત્સાહક પેકેજો કે રાહત પેકેજો જાહેર કયાઁ હતાં. એટલે બીજી લહેર વખતે પણ સરકાર વધુ રાહત પેકેજો લાવશે એવી પ્રજાની અપેક્ષા છે. આમ તો લોકડાઉનની જાહેરાત રાષ્ટ્રીય સ્તરે કરાઈ નથી એટલે ટેકનીકલી તેનું ભારણ કેન્દ્ર સરકાર પર આવતું તો નથી. છતાં સરકારે સંકેતો આપ્યા છે કે પ્રોત્સાહક પેકેજો આપી શકાય છે. જેમાં સરકાર તરફથી ટેક્સની રાહત હોઈ શકે છે કે ખચઁ ફાળવણી કરવામાં આવી શકે છે. પણ સાથે એક વાત નોંધવી રહી કે કોરોનાને લીધે થોડાં વષૅ પહેલાં દુનિયાના તેજ ગતિએ આથિર્ક વૃધ્ધિ કરતું આપણું અર્થતંત્ર હાલમાં ૧૪૨ મા સ્થાને પહોંચી ગયું છે. આજે સમગ્ર ભારત દેશ ચીંથરેહાલ થઈ ગયો છે. સરકાર કંગાળ થઈ રહી છે. દેશની પ્રજા બેરોજગારી સહન કરી રહી છે. મોંઘવારી તો ઘટવાનું નામ જ લેતી નથી. જો કે દેશની બરબાદીની આ પરિસ્થિતિ વચ્ચે પણ કેટલાક ધનિકો માલામાલ થઇ રહ્યા છે. આમ સરકારે એક બાજુ દેશને કોરોના મહામારીથી બહાર કાઢવાનો છે અને બીજી બાજુ અર્થતંત્રને પણ સાચવવાની જવાબદારી છે. આ તમામ પાસાંઓ જોતાં નાણાંકીય ખાધ ઘટાડવા કે રાહત પેકેજો આગળ વધારવા જેવી સ્થિતિ સરકાર માટે પડકારજનક તો છે જ.
સુરત-સૃષ્ટિ-કનક શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સરકારના રાહત પેકેજો અને અર્થતંત્ર
By
Posted on