નવી દિલ્હી: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) બીજા તબક્કાના મતદાન (Voting) માટે તમામ પાર્ટીઓ દ્વારા એડી જોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતમાં ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં બેનરો લગાવી ભાજપના (BJP) ઉમેદવાર હાર્દિક પટેલનો (Hardik Patel) વિરોધ (Protest) કરવામાં આવી રહ્યો છે. ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, હાર્દિક જાય છે, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં તેવાં નારા સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરામગામ સહિત, માંડલ, દેત્રોજ વિસ્કતારની અંદર બેનરો લગાવી અને વિરોધ દર્શવામાં આવ્યો હતો.
5 ડિસેમ્બરના રોજ એટલે કે આવતી કાલે રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં ભાજપનું પલ્લું ભારી જોવા મળી રહ્યું છે. પરંતુ થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપના શરણમાં આવેલા પાટીદાર સમાજના નેતા હાર્દિક પંડ્યાને વિરમગામમાંથી ટિકિટ મળી છે. પરંતુ ચૂંટણીના થોડા દિવસો પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિ જાહેરાત કરવામાં આવી હતી કે પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાનો દ્વારા સમાજના ગદ્દાર હાર્દિક પટેલનો વિરમગામમાં વિરોધ કરવામાં આવશે. ત્યારે મતદાનના એક દિવસપૂર્વે વિરમગામની અંદર હાર્દિક પટેલ વિરુદ્ધ બેનરો લગાવેલા જોવા મળ્યા હતા.
પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન નિલેશ એરવડિયાએ ચૂંટણી પહેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલ પાટીરદા અનામતનો મુખ્ય ચહેરો હતો. પરંતુ હાર્દિક પટેલે સમાજને ગમુરાહ કરી અને જે ઓબીસીની મુખ્ય માંગણી હતી તેની જગ્યાએ 10 ટકા ઈબીસીની લોલીપોપ પકડાવી અને પોતે આ અપાવ્યું હોવાની વાત કરે છે તે ખોટું છે. તેમણે કહ્યું લાખો પોટાદીર યુવાનો રોડ ઉપર ઊતર્યા અને તેમની સામે કેસ થયા હતા. તમણે કહ્યું કે આજે પણ કેટલાક યુવાનો કોર્ટ-કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. હાર્દિકે પોતાનો એક પણ વાયદો પૂરો નથી કર્યો. તેમણે કહ્યું કે હાર્કિદકે 200થી250 કરોડની સંપત્તિ બનાવી લીધી છે અને હવે પોતે દિલ્હીથી સોલિસિટર અને ઊંચી ફી આપી વકીલો પાસે પોતાની અલગ ચાર્જશીટ બનાવડાવી કેસમાંથી નીકળવાની વાત કરે છે. ત્યારે અમે હાર્દિક પટેલનો ખુલ્લો વિરોધ કરીશું.
વધુમાં તેમણે જણાવ્યું કે હાર્દિક પટેલ લોભ અને લાલચમાં ભાજપમાં જોડાયો છે, તેણે કહ્યું હતું કે સરકારી કે અર્ધસરકારી નોકરી અપાવીશું પણે તેણે એક પણ કામ પૂર્ણ કર્યું નથી. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિની કોઈ મિટિંગ નથી બોલાવી અને કહ્યું નથી કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. વધુમાં તેમણે કહ્યું કે હાર્દિક પટેલે પાટીદાર સમાજને ગુમરાહ કરી અને પોતાના લોભ લાલચ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.