Charchapatra

પ્રકૃતિમાંથી ઓક્સિજન

એક વ્યક્તિ રોજ પ્રકૃતિમાંથી ૫૫૦ લીટર ઓક્સિજન લે છે જેની રૂપિયામાં કિંમત રોજના ૧૩ લાખ થાય. હૃદયરોગની, કિડની, કેન્સર, ફેફસાં, મગજના જ્ઞાનતંતુ, પેટ, હાડકાં, દાંત કે આંખની બીમારી થઈ તેઓને ભાન થયું કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે કહેવતમાં કેટલું બધુ તત્ત્વજ્ઞાન આવી ગયું. પણ જે બહોળો જનસમુદાય છે તેના સુધી તો પીડા પહોંચતી નહોતી. તેઓને ખાસ કોઈ બીમારી નહતી. બહુ તો બ્લડપ્રેશર, ડાયાબીટીસ કે કોલેસ્ટેરોલ હોય. આ તકલીફને તો જાણે રૂટિન લેવાઈ ગઈ હોય તેથી તેના લીધે આવનારાં વર્ષો આપણા માટે પણ ‘પહેલું સુખ તે જાતે નર્યા’નો પાઠ ભણવાના જ ઈંતેજાર કરતા હોય પણ આપણા બધાનું તો એવું કે સબક તો જ શીખીએ જ્યારે કુદરત અને દેહરચનાની સિસ્ટમ સજા કરે.એક વ્યક્તિ રોજના ૫૫૦ લીટર જેટલો ઓક્સિજન પ્રકૃતિમાંથી લે છે.

હોસ્પિટલમાંથી આટલો ઓક્સિજન લઈએ તો રોજનું ૧૩ લાખ રૂપિયાનું બિલ આવી શકે. આપણે સાજા, નરવા અને તન-મનથી તંદુરસ્ત હોઈએ ત્યારથી જ તેના મર્મ કે ચોટને સમજીને જીવીએ તો રામાયણ, ભગવદ્ગીતા કે વેદોના અધ્યયનની પણ જરૂર નથી. પણ કમનસીબે આપણને ફટકો પહોંચે પછી જ કહેવતનું બ્રહ્મજ્ઞાન આવે છે. ‘જાગ્યા ત્યારથી સવાર’ને પણ આપણે અનુસરતા નથી અને પતન તરફ આગળ ધકેલાતાં જ જઈએ છીએ. કોરોનાએ આપણને એક સુવર્ણ ઐતિહાસિક તક આપી છે.

છેલ્લાં ૧૦૦ વર્ષમાં મૃત્યુ ક્યારેય આ હદે ક્રૂર નહતું. ઈશ્વર પરથી વિશ્વાસ ઊઠી જાય. મૃતકનાં સ્વજનોને આશ્વાસન માટે શબ્દો મોમાંથી નીકળી ના શકે તેવા કારમા આઘાત પરિવાર અને સમાજે સહન કર્યા છે. ‘હસતા રમતા સાવ અચાનક’ જેવી વિદાય યુવા ધડકતા દિલોએ લીધી છે. કોઈ પણ સ્વજન ભલે તે ૬૦, ૭૦ કે ૯૦ વર્ષની વયના હોય પણ એમ જ વિના કોઈ કારણ વગર ગણતરીના દિવસોમાં જ ચિરવિદાય લે તે ખોટ ક્યારેય ભરી ન જ શકાય. માનવજગત જો કોરોનાના કાળમાંથી પ્રેરણા નહીં લે , સુધરશે નહીં તો માનવું કે ક્યારેય કદાચ આ માટેની આશા નહીં રાખી શકાય.
ભરૂચ- વીરેન્દ્રસિંહ અટોદરિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top