દેલાડ: ઓલપાડ કાંઠા વિસ્તારના દિહેણ ગામની સીમમાં આવેલા સુરત (Surat) શહેરમાં રહેતા તબીબ પરિવારના (Family) વીક એન્ડ હોમમાં (Week And Home) ત્રાટકેલા તસ્કરો રૂ.૧,૬૧,૦૪૮ મત્તાની ચોરી (Stealing) કરી ફરાર થઈ ગયા છે. જેના પગલે વીક એન્ડ હોમ માલિકોમાં (Owners) ફફડાટનો માહોલ ફેલાયો છે.
વિગત મુજબ તબીબના વ્યવસાય સાથે સંકળાયેલા અભિનવ બિમલ ચોક્સી છેલ્લાં ૧૨ વર્ષથી એલ.પી. સવાણી રોડ, અડાજણ ખાતે ચોક્સી સ્કીન એન્ડ હેર ક્લિનિક ચલાવી તબીબી પ્રેક્ટિસ કરે છે. તેમનું ઓલપાડના દિહેણ ગામે સન-ડે વિલેજ રિયલ ફાર્મના પ્લોટ નં.૬૬ ઉપર વીક એન્ડ હોમ આવેલું છે. આ વીક એન્ડ હોમની સોસાયટીમાં રહેતો વિકાસ ઉર્ફે રાજુ પાનેરી અને વોચમેન તરીકે અર્જુન છગન પટેલ તથા હરજીવન નરસિંહ પટેલ નોકરી કરે છે. જ્યારે આ તબીબ પરિવાર દર રવિવારે પિકનિક મનાવવા તેમના વીક એન્ડ હોમમાં આવતા હોવાથી ત્યાં ઘરવખરીનો સામાન પણ હતો.
આ પરિવારે ગત તા.૨૮ ઓગસ્ટના રોજ વિકાસ ઉર્ફે રાજુ પાનેરીને વીક એન્ડ હોમમાં ઉગાડેલાં ફૂલ-છોડના પ્લાન્ટને પાણી પાવા ચાવી આપી હતી. જો કે, તેમના વીક એન્ડ હોમને ગત તા.૩૧ ઓગસ્ટથી તા.૩ સપ્ટેમ્બર દરમિયાન કોઈ અજાણ્યા ચોરોએ ટાર્ગેટ બનાવ્યું હતું. પાછળના ભાગેથી ઘૂસેલા તસ્કરોએ બેડરૂમના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી વીક એન્ડ હોમમાં આઉટડોર તથા ઈનડોર યુનિટ-રિમોર્ટ સાથે લગાડેલાં કુલ ૫ નંગ એ.સી., જેની કુલ કિં.રૂ.૧,૫૨,૪૫૦, વોલ ફેન નંગ-૨, જેની કિં.રૂ.૪,૫૯૮, કિચન તથા બાથરૂમમાં લગાવેલા નળ નંગ-૩, જેની કિં.રૂ.૨૦૦૦, સાવર પેનલ નંગ-૧, જેની કિં.રૂ.૧૦૦૦, બાથરૂમમાં લગાવેલા ફ્લસ કોક-૧, જેની કિં.રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૧,૬૧,૦૪૮ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ મામલાની જાણ ફરિયાદી અભિનવ બિમલ ચોકસીને તેના વોચમેને કરી હતી. પરંતુ ફરિયાદી તબીબ અમદાવાદ ખાતે કોન્ફરન્સ અર્થે ગયા હોવાથી તેમણે ગત તા.૫ના રોજ મોડી સાંજે ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ઓલપાડ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરીની ઘટનાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહુવા સુગરના ડિરેક્ટરના ફાર્મ હાઉસમાં તસ્કરો ભાટક્યાં
અનાવલ: મહુવાના ગામોમાં ફરી તસ્કરો સક્રિય થતાં તાલુકાની જનતા ચિંતિત બની ગઈ છે. હાલ તસ્કરો ઘરો બાદ બંધ ફાર્મ હાઉસને પણ નિશાન બનાવી રહ્યા છે. મહુવા તાલુકાના બિડ ગામની સીમમાં મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર મહુવા તાલુકા માજી ભાજપ પ્રમુખ અને મહુવા સુગરના ડિરેક્ટર જીગરભાઈ નાયકનું એન. જે ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશી સામાન વેરવિખેર કરી શોધખોળ હાથ ધરી હતી પરંતુ કિમતી કોઈ વસ્તુ નહીં હાથમાં ન આવતા તસ્કરો ફાર્મ હાઉસમાંથી નળ અને સેનેટરી સામાન ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે ફાર્મ હાઉસ માલિક જીગરભાઈ નાયકે જાણ કરતાં મહુવા પોલીસે સ્ટાફ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.