National

મોહન ભાગવતના DNA ના ભાષણ પર ઓવૈસીએ આપ્યો વળતો જવાબ

હંમેશા ચૂંટણી ( ELECTION) સમયે મુદ્દો બનતો DNA નો વિષય ફરી ચર્ચામાં છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ( MOHAN BHAGVAT) ગાઝિયાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં DNAને લઈને નિવેદન આપ્યું હતું . મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રોગ્રામમાં સંઘ પ્રમુખે કહ્યું કે તમામ ભારતીયોના DNA એક જ છે, તે પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય.

વધુમાં તેઓએ કહ્યું કે હિંદુ-મુસ્લિક એકતાની વાતો જ ભ્રામક છે કેમકે તેઓ અલગ નથી, પરંતુ એક જ છે. લોકોમાં પૂજા પદ્ધતિના આધારે અંતર ન કરી શકાય. તેઓએ મોબ લિંચિંગ કરનારા વિરૂદ્ધ પણ પ્રહારો કર્યા. કહ્યું કે લિંચિંગ કરનારાઓ હિંદુત્વના વિરોધી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત તરફથી મોબ લિંચિંગ (Mob Lynching) પર અપાયેલા નિવેદન બાદ AIMIM ચીફ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ નિશાન સાધ્યુ છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે લિંચિંગનો ભોગ દર વખતે મુસલમાન જ બને છે અને આ નફરત હિન્દુત્વની દેણ છે જેને સરકારનું સમર્થન હાંસલ છે.

અસદુદ્દીન ઓવૈસીએ આજે એક ટ્વીટ કરીને સંઘ પ્રમુખના નિવેદન પર પોતાની પ્રક્રિયા આપી છે. આ ઉપરાંત તેમણે અખલાક(Akhlaq) અને આસિફનો મુદ્દો ઉઠાવતા ભાજપ ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે લિંચિંગમાં સામેલ આરોપીઓને સરકાર સહારો આપવાનું કામ કરે છે.

Most Popular

To Top