અસદુદ્દીન ઓવૈસી (owaisi)ની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) નું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. હેકરોએ પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખ્યું હતું. એટલું જ નહીં, એલન મસ્કનો ફોટો પણ ટ્વિટર ડીપી પર મૂક્યો હતો. એલન મસ્ક વિશ્વનો બીજો સૌથી ધનિક વ્યક્તિ છે. તેની પાસે સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીની માલિકી છે.
મહત્વની વાત એ છે કે આ હેક થવાની ઘટના એવા સમયે આવી છે જયારે માંડ ટ્વીટર ઇન્ડિયાની વિવાદ શાંત પડ્યો છે. ત્યારે ભારતના નેતાઓના એકાઉન્ટ બ્લોક થવાથી લઇ બ્લુ ટીક સહિતની ખબરો હમણાં સુધી અખબારોમાં હતી જો કે હવે ટ્વીટર પર કોઈ નેતાની પાર્ટીનું એકાઉન્ટ હેક થવાનો આ પહેલો કિસ્સો છે, જો કે હમણાં સુધી આ પેજ પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં નથી આવી કે પાર્ટી દ્વારા પણ કોઈ ઓફિસિયલ ખુલાસો કરવામાં આવ્યો નથી, ત્યારે આ હેક કોણે અને શા માટે કર્યું તેના પર સૌકોઇની નજર રહેશે.
ઓવૈસીની પાર્ટી યુપીની 100 બેઠકો પર ચૂંટણી લડશે,
ઓવૈસીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ ઉત્તર પ્રદેશની 100 બેઠકો પર ચૂંટણી લડશે. આ માટે તેમણે ઉત્તર પ્રદેશમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના સહયોગથી ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે. આમાં વધુ નાના પક્ષો ભાગ લે તેવી અપેક્ષા છે. જો કે ઓવૈસીની ઘોષણા બાદ તે પણ વિરોધી પક્ષોના નિશાના પર છે.
તાજેતરમાં જ યોગીએ ઓવૈસીના પડકારને સ્વીકાર્યો ,
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે તેઓ કોઈપણ સંજોગોમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનવા દેશે નહીં. ઓવૈસીના પડકાર અંગે સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘ઓવૈસી એક મોટા નેતા છે, તેઓ દેશની અંદર પ્રચાર કરે છે. તેમને ચોક્કસ સમુદાયનો ટેકો છે, પરંતુ તેઓ યુપીની અંદર ભાજપને પડકાર આપી શકતા નથી. ભાજપ તેના મુદ્દાઓ, મૂલ્યો સાથે ચૂંટણીના મેદાનમાં રહેશે. અમે તેના પડકારને સ્વીકારીએ છીએ.’
જોકે યુપીની ચૂંટણી માટે ઓવૈસી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ અહીં તેમની પાર્ટીને ઘણા મોટા આંચકાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં, વારાણસીમાં એઆઈએમઆઈએમનું આખું જિલ્લા એકમ કોંગ્રેસમાં જોડાયુ હતું. લગભગ બે ડઝન નેતાઓએ એઆઈએમઆઈએમ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.