જે ખાવા માટે નાની મોટી હોટેલો તો છે જ પરંતુ ચોરે ચૌટે લારી ભોજન તો ઊભેલું જ છે. કેટલાંય કુટુંબો તો રવિવારની સાંજનું ભોજન ઘરે બનાવતા જ નથી પરંતુ સહકુટુંબ લારી ભોજન કે હોટેલ ભોજનથી જ ચલાવી લે છે. આજે જે ભાતીગળ રોગો જોવા મળે છે તેનું કારણ આ જ છે. શું ખાવું? શું ન ખાવું? કયારે ખાવું? કયારે ન ખાવું એ વિવેક આજે જોવા મળતો જ નથી. ખાવાથી શરીર બરાબર કામ આપે તે વાત ભૂલાઇ ગઇ પરંતુ ખાવું એટલે બસ ખાવું એ જ વિચાર આજે કામ કરે છે.
આમ પણ જાહેર ભોજનમાં પણ સ્વચ્છતા જાળવાતી નથી.
ભારતીય ઋષિ વિચારો તો ત્યાં સુધી કહે છે કે, રસોઇ બનાવનાર વ્યકિત જયારે રસોઇ તૈયાર કરે છે. ત્યારે તેના જે વિચારો ચાલતા હોય તે પણ રસોઇમાં ઉતરે જ છે. આજે તો વિજ્ઞાને આટલી સગવડ ઊભી કરી આપી છે છતાં સામાન્ય માણસનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું હોતું નથી. જેવો આહાર તેવું મન એ કહેવાયું છે તેમાં તથ્ય છે. ઘણા લોકો ભાતભાતના ઉપવાસો કરે છે પરંતુ તેમાં રોજની જેટલી કેલેરીવાળું ભોજન લે તેનાથી વધુ કેલેરીવાળું ભોજન ઉપવાસને દિવસે લેતા હોય છે. આમાં ઉપવાસનો આશય જ માર્યો જાય છે.
કેટલાક રસોઇ પ્રેમીઓ તો અગાઉથી નકકી કરી લે કે, આવતી અગિયારસે આટલું તો ખાવા માટે બનાવીશું જ. આહારની સીધી અસર મન પર પડે છે. જેવું ખાવાનું તેવું તેનું મન બનતું જ હોય છે. આપણા વડવાઓ પાસે ખાવા માટેના ઝાઝા વિકલ્પો નહતા તેથી સવાર સાંજે ઘરે જે બને તે જ ખાઇ લેતા પરંતુ તે સમયે આટલા દવાખાનાંઓ ન હતાં અને લોકો હોંશથી જીવતા તથા હોંશથી જ મરતાં. આજે તો ઘણા લોકો રીબાઇને જીવે છે અને મરે પણ છે. આહાર પરથી આપણું ધ્યાન જ ચલિત થઇ ગયું તેનું આ મોટું કારણ છે. એક સુભાષિત છે:
અનારોગ્યં અનાયુષ્યં અસ્વર્ગ્યં આતિ ભોજનમ્ I
અપુણ્યં લોકવિદ્ધિષ્ટં તસ્માત્ તત્ પરિવર્જયત્ II
વધુ પડતું ભોજન આરોગ્ય અને આયુષ્યનો નાશ કરે છે, એટલે પ્રગતિ અટકાવે છે. અપવિત્ર, અનર્થક ભોજનનો ત્યાગ કરવો.