SURAT

સુરત સેઝની આ કંપનીમાં કસ્ટમનાં દરોડા, 200 કરોડનું ઓવર વેલ્યુએશન કૌભાંડ ઝડપાયું

  • ડાયમંડ જ્વેલરી કંપનીના માલિકો આશિષ જયરાજ ભેડા તથા જયરાજ રમણીકલાલ ભેડાની ધરપકડ

સુરત : સચિન સ્થિત સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં આવેલી જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેકચરિંગ કંપની દ્વારા સરકાર સાથે આશરે બસો કરોડના કોભાંડ કેસમાં SIIB કસ્ટમ યુનિટ દ્વારા આરોપીઓ – આશિષ જયરાજ ભેડા તથા જયરાજ રમણીકલાલ ભેડાની કંપનીમાં દરોડા પાડી સરકારની તિજોરીને નુકશાન કરવાનાં મામલે કેસ નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી. મોડેથી આરોપીઓને જ્યુડીશયલ મેજીસ્ટ્રેટનું કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને જ્યડીશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

આ બહુચર્ચિત કેસની વિગત એ રીતની છે કે, આરોપીઓ કે જેઓ સચીન સેઝ મુકામે હીરા,કટિંગ પોલીશીંગ તથા હીરા ઈમ્પોર્ટ એક્ષપોર્ટ કરવામાંનું કામકાજ કરતા હતા. પણ આ કંપનીમાં ટ્રાન્જેક્શનમાં ગોટાળાઓ સામે આવ્યા પછી એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટે ડ્યુટી ડ્રોબેક તથા અન્ય સરકારની યોજનાઓના લાભો લેવા ઓવરવેલ્યુએશન કૌભાંડ આચરી સરકારને 200નું નુકશાન પહોંચાડ્યું હતું.

સેઝમાં વેપારના સંપુર્ણ ટ્રાન્જેક્શન ઓનલાઈન અને બેન્કિંગ ચેનલના માધ્યમ દ્વારા કરવાનું હોય છે.પણ તેમાં ગેરરિતીઓ સામે આવતા કસ્ટમ વિભાગ દ્વારા આરોપીની પેઢી પર ઈન્કવાયરી કરવામાં આવી હતી અને તે અનુસંધાને કસ્ટમ વિભાગ દ્વારા આરોપીઓ પાસે તેઓના ઈમ્પોર્ટ – એક્ષપોર્ટના હિસાબોની ચકાસણી કરતા તેઓના હિસાબોમાં વિસંતતા આવતા તેમજ તે અંગે ચકાસણી કરતા આરોપીઓએ સરકાર સાથે આશરે બસો કરોડ જેટલી માતબર રકમનો ગફલો બહાર આવ્યો હતો.

સરકાર સાથે છેતરપિંડી થયાનું બહાર આવતા કસ્ટમ વિભાગ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ ઓવર વેલ્યુએશન અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. અને જે કેસ અનુસંધાને બંનેની ધરપકડ કરવામાં આવી છે. અને ત્યારબાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યા હતા. કસ્ટમ વિભાગ વતી એડવોકેટ ઈમરાન મલેકે દલીલો કરી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

Most Popular

To Top