SURAT

વિસ્કોસ ફિલામેંટ યાર્ન પર એન્ટિ સબસિડી ડ્યૂટીની ભલામણ સામે વણાટ ઉદ્યોગમાં રોષ

સુરત: વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસીડી ડ્યૂટી ( duty) લાગુ કરવાની ડીજીટીઆરની ભલામણ સામે સુરતના વણાટ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી રહી છે. ફિઆસ્વી સહિતના વીવિંગ સંગઠનોએ આ મામલે કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રી પીયૂષ ગોયલ( કેબિનેટ) અને રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષને રજૂઆત કરવામાં આવી છે. વીવિંગ ઉદ્યોગના અગ્રણીઓ નીરવ સભાયા અને મયૂર ગોળવાળાએ બંને આગેવાનોને આવેદનપત્ર મોકલી ડીજીટીઆરમાં ચાલી રહેલી પીટીશનમાં વીવિંગ ઉદ્યોગના સંગઠનોમાં પાર્ટી નહીં બનાવવા સામે નારાજગી વ્યક્ત કરી છે અને યાર્નના કોઇ પણ રો મટીરિયલ્સ પર એન્ટિ સબસીડી ડ્યૂટી લાગુ નહીં કરવા માંગ કરી છે.

ચીનથી આયાત થતું વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સ્થાનિક યાર્ન કરતાં મોંઘું છે. જો તેની પર એન્ટી સબસીડી ડ્યૂટી લાગુ પડશે તો તે વધુ મોંઘું થશે. હાલમાં આયાતી યાર્નમાંથી સ્થાનિક વીવર્સ ઓર્ગેન્ઝા ક્વોલિટીનું કપડું બનાવે છે, જેની સુરતના વીવર્સ વૈશ્વિક બજારમાં મોનોપોલી ધરાવે છે. યાર્ન મોંઘું થતાં આ કપડું પણ મોંઘું થશે અને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાની તક વીવર્સ ગુમાવી બેસશે. વળી, લોકલ યાર્ન હલકી ગુણવત્તાનું હોવાથી નુકસાની વધુ થાય છે અને સરવાળે ઈમ્પોર્ટેડ કરતા દેશી યાર્ન 50 ટકા મોંઘું પડે છે.

આ અગાઉ સ્પીનર્સ દ્વારા નાયલોન યાર્ન પર એન્ટી ડ્યૂટી લાદવા ડીજીટીઆરમાં ભલામણ કરાઈ હતી તેને કાપડ મંત્રાલયે નકારી કાઢી હતી તે જ રીતે વિસ્કોસ પરની ભલામણ પણ નકારી કાઢી કાપડ ઉદ્યોગના વિશાળ હિતમાં નિર્ણય લેવા વીવર સભાયાએ રજૂઆત કરી છે.વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન કાપડ ઉદ્યોગ માટે નું કી – રો મટિરિયલ છે.જે યાર્ન હાલમાં દેશી યાર્ન કરતા તો મોંઘુ જ છે અને જો એન્ટી સબસીડી ડ્યુટી તેના ઉપર લાદવામાં આવે તો તે હજી મોંઘુ થઇ જશે.જેના કારણે અમે આ યાર્ન માંથી બનાવવામાં આવતી મોનોપોલી વાળી ક્વોલિટી ઓર્ગેન્ઝા જે આંતરરાષ્ટ્રીય બજારમાં એક્સપોર્ટ થાય છે. તેની પડતર કિંમત વધી જશે અને તે વધવાથી અમો આંતરરાષ્ટ્રીય બજારના ભાવ થી કપડું વહેંચી શકતું નહીં અને બજારમાં ટકવું મુશ્કેલ થઈ પડશે . જેની દેશના એક્સપોર્ટના આંકડાઓ ઉપર પણ માઠી અસર પડશે.
સ્થાનીય યાર્ન પર 24 કલાકમાં 25 મીટર જ્યારે આયાતી યાર્ન પર 50 મીટર કાપડ બને છે

વીવર્સ ઓર્ગેન્ઝા ક્વોલિટી દેશી યાર્નમાંથી બનાવે તો તે નુકસાનીવાળું કાપડ બને છે. ૨૪ કલાકમાં તેનું પ્રોડક્શન ફક્ત ૨૫ મીટર સુધી જ જાય છે અને કારીગર પણ કામ કરવા માટે આનાકાની કરે છે જ્યારે આયાતી યાર્ન માંથી તે ખામી વગર નું કપડું બને છે અને મશીન પર ૨૪ કલાકમાં તેનું ૫૦ મીટર કપડું વણાય છે.આમ દેશી યાર્ન કરતા આયાતી યાર્ન વાપરવાથી વીવર્સની કોસ્ટિંગ ૫૦ ટકા નીચે આવે છે અને તે કોસ્ટિંગ નીચે આવવાથી અમે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકી શકાય છે.અન્ય ક્વોલિટી જેવી કે ૧૦૦ બાય ૧૦૦ જોરજેટ, બ્રાસો, ચીનોન, 75બાય 75 જ્યોર્જેટ, શાંતુન જેવા ફેબ્રિકની પણ છે. જેથી આયાતી વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની સામે દેશી વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની ક્વોલિટી ખૂબજ નબળી છેઅને આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકે તેમ નથી

Most Popular

To Top