Gujarat

ભાવનગરમાં કોરોનાના કેસનો ભડકો, એક સાથે 11 નોંધાયા, રાજ્યમાં કુલ 44 કેસ

ગાંધીનગર: અમદાવાદ સૌથી વધુ 12 અને ભાવનગર મનપામાં 11 કેસ સહિત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 નવા કેસ નોધાયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 12, ભાવનગર મનપામાં 11, સુરત મનપા, વડોદરા મનપામાં 5-5, દાહોદમાં 3, નવસારી, રાજકોટ, વલસાડમાં 2-2, જ્યારે કચ્છ, રાજકોટ મનપામાં 1-1 નવો કેસ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા 326 થઈ છે, જ્યારે 320 દર્દીઓ સ્ટેબલ છે, તો વળી 06 દર્દીઓ વેલ્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજે 36 દર્દીઓ સાજા થયા છે.

શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,00,273 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 37,109 અને બીજો ડોઝ 2,57,275, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 11,698 અને બીજો ડોઝ 93,076, તેમજ હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 12 અને બીજો ડોઝ 1,103 મળી આજે કુલ 4,00,273 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,26,94,130 વ્યકિતઓને રસી આપવામાં આવી છે

Most Popular

To Top