વડોદરા: શહેરના સિદ્ધનાથ તળાવમાં વર્ષોથી ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. આસપાસની ગટરનું પાણી ભળતું હતું જેના કારણે તળાવનું પાણી મલિન થઇ ગયું હતું. આ અંગેની વારંવાર રજૂઆતો બાદ પાલિકા દ્વારા તેનું શુદ્ધિકરણ કરાવવામાં આવ્યું હતું અને બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ તળાવની મુલાકાતે ડે. કમિશ્નર તથા વિવિધ વિભાગના વડા અને સ્થાનિક કોર્પોરેટરે સ્થળ મુલાકાત લીધી હતી.
શહેરના સિદ્ધનાથ તળાવમાં આસપાસના રહીશો દ્વારા ગંદકી ઠાલવવામાં આવતી હતી ઉપરાંત નજીકમાં આવેલ મંદિરમાં થતી ધાર્મિક વિધિ બાદની સામગ્રી પણ કેટલાક ભક્તો દ્વારા તળાવમાં નાખવામાં આવતી હતી જેના કારણે હતું. આ અંગે રજૂઆતો બાદ પાલિકા દ્વારા તેના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તળાવમાં ઠલવાતું ગટરનું કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત નજીકમાં એક કુંડ પણ બનાવવામાં આવ્યો છે.
જેમાં ધાર્મિક વિધિ બાદ સામગ્રી તેમાં નાખવા સૂચના આપવામાં આવી છે. આ તળાવની ફરતે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને હાલમાં ત્યાં દિવસ રાત સિક્યુરિટી ગાર્ડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આજરોજ ડેપ્યુટી કમિશ્નર હસમુખ પ્રજાપતિ, સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબહેન કાકા, બાગ બગીચા વિભાગના વડા મંગેશ જયસ્વાલ, આસિસ્ટન્ટ કમિશ્નર ઝાલા, ધાર્મિક દવે, સ્ટ્રીટલાઈટ વિભાગના વડા સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.