Gujarat

અસંતોષના કારણે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરવાના બદલે સીધી ફોર્મ ભરવાની સૂચના આપી

AHEMDABAD : અમદાવાદ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત અન્ય પાર્ટીના ઉમેદવારો એ પોતાના ફોર્મ ભરવા માટે દોડાદોડી કરી મૂકી હતી. કોંગ્રેસમાં ભારે વિરોધ અને અસંતોષ ઉભો થયો હોવાથી પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓએ યાદી બહાર પાડવાનું ટાળ્યું હતું, અને છેલ્લી ઘડીએ ટેલિફોનિક સૂચનાઓ આપવામાં આવી હતી, કે તમારે ફોર્મ ભરી દેવાનું છે. જેના પગલે ઉમેદવારોને ભારે મુશ્કેલી સાથે દોડાદોડી કરવી પડી હતી.

કલેકટર કચેરી તથા ફોર્મ ભરવાની કચેરીઓમાં આજે સવારથી જ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરવા માટે લાઇનો લગાવી હતી. ખાસ કરીને કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી નામની જાહેરમાં થતા ઉમેદવારો વિમાસણમાં મૂકાયા હતાં, અને છેલ્લી ઘડી સુધી અસમંજસની સ્થિતિ સર્જાઇ રહી હતી. જેમ-જેમ ઉમેદવારોને ફોર્મ ભરવાની માહિતી મળતી ગઈ, તેમ તેમ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા ઊમટી પડ્યા હતાં. અમદાવાદમાં કોંગ્રેસના દરિયાપુર બોર્ડના સીટિંગ કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિનો છેલ્લી ઘડીએ વોર્ડ બદલાઈ જતા તેમને દરિયાપુરમાં બદલે શાહપુર વોર્ડમાંથી ટિકિટ આપવામાં આવી હતી. આથી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરતી વખતે ઉમેદવાર મોના પ્રજાપતિ રીતસર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં.

આ સમયે કોંગ્રેસના સિનિયર આગેવાન સુરેન્દ્ર બક્ષીએ તેમને સાંત્વના આપી હતી, અને તેમની જીત નિશ્ચિત હોવાની ખાતરી કરાવી હતી. કેટલાક સિનિયર કાર્યકરોએ ટિકિટ ન મળતા કોંગ્રેસ સાથે છેડો ફાડી અન્ય પાર્ટીમાં જોડાઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પરિણામે કોંગ્રેસે છેલ્લી ઘડીએ એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન સામે આવ્યું હતું. શહેરમાં કુબેરનગર વોર્ડમાં એનસીપીના નેતા નિકુલ સિંહ તોમર, જગદીશ અમીબેન અને ઉર્મિલા પરમારને કોંગ્રેસ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યા હતા. આમ છેલ્લી ઘડીએ ગઠબંધન સામે આવતા કોંગ્રેસમાં ભારે કચવાટ ઉભો થયો હતો. બીજી તરફ એન.એસ.યુ.આઇ.ના એક પણ યુવા કાર્યકરને ટિકિટ ન મળતા, એનએસયુઆઈના કાર્યકરો નારાજ થયા હતા, અને પાલડી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે ધરણા પ્રદર્શન કરી દેખાવો કર્યા હતા. એનએસયુઆઇના કાર્યકરોએ ઉગ્ર વિરોધ સાથે સ્થાનિક ધારાસભ્યોનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું, કે પોલીસના ડંડા ખાવામાં ધારાસભ્યો અમને આગળ કરે છે, અને લાભ લેવાનું આવે ત્યારે અમને પાછળ રાખે છે. આ વલણને કારણે 5૦૦થી વધુ એનએસયુઆઇના કાર્યકરોએ રાજીનામા ધરી દીધા હતાં. જોકે સિનિયર આગેવાનો કાર્યકરોને સમજાવતા છેલ્લી ઘડીએ મામલો શાંત પડ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top