પુરાણકાલીન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અવતારો વગેરે દેવો કરતા વૈદિક દેવોનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. બીજા શબ્દોએ તો વૈદિક ઋષિઓએ પાકૃતિક પર્યાવરણની જાળવણી શુધ્ધિના ઉમદા હેતુથી પ્રકૃતિ પૂજાના આરંભ કર્યો હતો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ : ગુરુદેવ મહેશ્વર ગુરૂદેવ પર બ્રહ્મ તસમે શ્રી ગુરુવે નમ: તેરમામાં સ્કંદશ્રોતા છે અને મહાદેવ વક્તા છે તેથી તે સ્કંદપુરાણ કહેવાય છે. આ પુરાતમાં ગુરૂ ગીતામાં ઉપર જણાવેલ શ્લોક ગુરુગીતામાં જણાવેલ છે. સત્યનારાયણની કથા ખંડમાં જણાવેલ છે. આજે આપણે જે અગ્નિ, વરસાદ, સૂર્ય વગેરેની પૂજા કરીએ છીએ તે વૈદિક દેવભાવનાનો પ્રભાવ છે. વૈદિક ઋષિએ પ્રાકૃતિક તત્વોનું ભાવની કરણ અને દૈવી કરણ રાખ્યું છે. દેવોની સ્તુતિ કરવા માટે અનેક સુક્તો રચ્યા છે. આવશ્યકતા મોક્ષ માવેશ ઋણવેદ, અર્થવેદ, ગુરૂપુરાણ, વિષ્ણુ પુરાણ મત્સયપુરાણ જણાવી તેનાં મહિમા ગાવતાં આવ્યા છે એ સાથે તેને અનુરૂપ આખ્યાનો પણ હોય છે. મનુષ્યનું જીવન અનેક સંઘર્ષ પણ કેવી રીતે સમાધાન મેળવે તે આપણને આવી કથા આત્માથી જોઈ શકીએ છીએ.
સુરત – જીવણભાઈ કાપડીયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ટપાલખાતું ચાલુ છે કે બંધ?
સૂરતના અડાજણમાં છેલ્લા લગભગ ત્રણ થી ચાર મહિનાથી સાદી (રજિસ્ટર્ડ નહીં) ટપાલો આ લખનારના વિસ્તાર મુક્તાનંદ નગર, ગેંસ સર્કલ ખાતે વહેંચાઈ નથી. પરિણામે આ વિસ્તારના અસંખ્ય નાગરિકો/રહીશો ટપાલમાં મળતાં સામાયિકો અને જુદાજુદા સાહિત્યોથી વંચિત રહેવા પામ્યા છે. તેમણે ભરેલાં લવાજમો એળે ગયાં છે, જઈ રહ્યા છે. પશ્ચિમના કોઈ દેશમાં આવું બને તો જે તે તંત્ર સામે વળતરની ફરિયાદ/દાવો કરવામાં આવે છે. સરકાર સ્પષ્ટતા કરે કે ટપાલખાતું ચાલુ છે કે બંધ. ચૂંટણી આવી ત્યારે પણ આવી વાસ્તવિક અ-રાજક્તા વિશે કોઈ કશું (પોતાનાં ભાષણોમાં) બોલ્યું હોય એવું બન્યું નથી એ આપણી પ્રજા તરીકેની મહાન (!) ઉદારતા જ ગણાય.
સુરત – વિજય શાસ્ત્રી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.