Charchapatra

આપણો સમાજ કર્તવ્ય ભૂલતો જાય છે

છેલ્લા પચાસ વર્ષોમાં નહોતા સાંભળ્યા કે વાંચ્યા એવા બનાવો પાછલા વર્ષોથી દૈનિક પત્રો તથા મિડીયા દ્વારા જાણવા મળે છે ત્યારે એમ થાય છે કે આપણાં દેશમાં આટલા બધા સંતો અને ધાર્મિક પુસ્તકો માનવના વિચારોમાં કેમ સુધારો લાવી શકતા નથી! વર્ષો પહેલાં આવા કિસ્સા બહાર નહોતા આવતા તેમાં (1) બાપ પોતાની દીકરીનું જાતીય શોષણ કરે (2)એક સાધુ બળાત્કાર કરે અને તેને કોર્ટ જેલની સજા કરે (3)શિક્ષિકા વિદ્યાર્થીનું જાતીય શોષણ કરે (4) શિક્ષક કે સંચાલક વિદ્યાર્થિનીનું જાતીય શોષણ કરે (5) ડૉક્ટરો પર રેપના કેસ નોંધાય (6)માતા પોતાના બાળકની નિર્દય રીતે હત્યા કરે (7)પ્રેમી જેને પ્રેમ કરે છે તેનું ગળું કાપી નાંખે કે શરીરના કટકા કરી નાંખે (

8) આધેડવયનાં પુરુષ સાથે હનીટ્રેપ થાય (9) કાકા કે મામા ભત્રીજા કે ભાણીયાનું અપહરણ કરાવે (10)જન્મ આપ્યા બાદ માતા બાળકને રઝડતું મૂકી દે છે. આ વિચિત્ર પ્રકારના સમાચારો હમણાના વધતા જાય છે. તેનું એક કારણ લોકો ફરિયાદ નોંધાવવા માટે સજાગ થયા છે તથા સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો, વર્તમાન પત્રો નીડરપણે આવા કિસ્સા બહાર લાવે છે. જે લોકો સમાજના સેવકો છે,જેમને ભાવિ પેઢીના ઘડતર માટે જવાબદારી સોંપવામાં આવી છે આ લોકો જ પોતાનું કર્તવ્ય નહિ સમજે તો વાડ જ ચીભડાં ગળે એમ થશે. આ પ્રકારની દરેક વ્યકિતએ પોતાની જાત પર કાબૂ રાખવાનો છે. આવા બનાવો ફરી ના બને તેની જાગૃતિની ઝુંબેશ પણ ઉપાડવા જેવી છે.
સુરત     – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top