Business

આપણું મન આપણા હાથમાં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અવારનવાર વિશ્વની પ્રજા માટે અહેવાલ બહાર પાડે છે. આ સંસ્થાનો છેલ્લો અહેવાલ ભારત અંગે વિચાર માંગે તેવો છે. અહેવાલ જણાવે છે કે ભવિષ્યમાં ભારતના લોકોમાં ડાયાબિટીસ તથા હૃદયરોગના પ્રશ્નો વધશે. આ માટે જીવન શૈલી જ બદલવાની જરૂર છે. યોગપટ હવે ઘણાનું ધ્યાન ગયું છે એ તો સારી વાત છે પરંતુ સ્વાસ્થ્યમાં મનુષ્યનું મન બહુ મોટો ભાગ ભજવે છે. હું તો નબળો તેથી મારાથી આ કામ ન થાય એવું માનનારો ઉત્તરોત્તર નિર્બળ થતો જશે. તે જ રીતે જેઓ મનથી વિચારે કે, હું અધિક સ્વસ્થ બની રહ્યો છું તો તે ધીમે ધીમે સ્વસ્થ બની જશે. શરીરમાં તકલીફ આપતા ભાગ પર વિચાર લઇ જઇ હવે મારી તકલીફ ઓછી થઇ છે અને હું સ્વસ્થ થઇ રહ્યો છું એવો વિચાર માણસની અધિક સ્વસ્થા રાખી શકે છે.

મોટેભાગના લોકોનું મન જ અસ્વસ્થ છે. ભાતભાતના વિચારો ચાલ્યા કરે અને તેમાં અશુભ વિચારો પણ હોય છે. નવરા પડેલા મનનો આ ધંધા શરીરને અધિક નિર્બળ બનાવે છે કોઇને માથું દુ:ખે છે કે શરીરમાં કોઇ અંગનો વિશેષ દુ:ખાવો ઓછા થયો છે તેઓ અનુભવ કરવો. આવો પ્રયોગ બે-ત્રણ વખત કરવો અને તેનું પરિણામ આવ્યા વિના રહેશે નહીં. ઋષિ વાણી કહે છે કે, ‘મન: એવ મનુષ્યાણામ કારણે બંધ મોક્ષયોછ’ માણસનું મન જ તેના બંધન માટે અને તેની મુક્તિ માટે જવાબદાર હોય છે. આ પ્રયોગ સવાર સાંજ કરવો અને તેનું ઉત્તમ પરિણામ મળશે જ. ઋષિઓનું આ મનોવિજ્ઞાન છે અને તે પરિણામ લક્ષી હોય છે.

આકાશના ચંદરવા હેઠળ જીવતો માણસ જો શરીરથી સુખી થયો તો તેનું જીવન તેને જીવવા જેવું લાગશે. કોઇ પણ માણસને પૂછીશું કે છાતી પર હાથ રાખી બોલો કે તમે સંપૂર્ણ સુખી છો? ઘણા લોકોનો ઉત્તર ના માં મળશે. આજે દવાની દુકાનો વધી અને ત્યાં પણ ગિરદી જોવા મળશે. આ દર્શાવે છે કે, આપણે જીવન શૈલીમાં બદલાવ લાવવાની જરૂરત છે. તેમાં મનથી જ સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય તેવી મન પાસે શક્તિ છે પણ ત્યાં સુધી આપણું ધ્યાન ગયું નથી. આ પ્રયોગ બને ત્યાં સુધી ભૂખા પેટે થાય તો તે ફળદાયી બની શકશે. એક પણ પૈસાના ખર્ચ વિના સ્વાસ્થ્યનો આ પ્રયોગ કરતા રહીએ.

Most Popular

To Top