આશરે સો વર્ષ પહેલા એવું બન્યાનું નોધાયું છે કે વિદેશ જઇને આવનાર વ્યકિતએ જાહેરમાં ગમે નક્ક કરેલ સજા ભોગવવી પડતી અને ત્યાર બાદ જ તે વ્યકિતનો ફરીવાર સ્વિકાર થતો. આજે ઘરે-ઘરેથી કોઇને કોઇ વ્યકિત કે પરિવાર છેલ્લા પચાસથી વધુ વરસોથી વિદેશમાં વસે છે અને માદરે વતન આવે છે ત્યારે આપણે બધા તેઓને વિશેષ માન આપી છીએ. આપણે વિદેશ પ્રેમ અભ્યાસ કરવા માટેથી શરૂ થાય છે અને પછી તે ત્યા સ્થાયી થવામાં પૂરો થાય છે. આપણુ બુધ્ધિધન આ રીતે વિદેશ જતુ રહે છે અને તે તેનુ નામ તેના પરિવારનું નામ અને ભારત દેશનું નામ પણ રોશન કરે છે તે ખરેખર અભિનંદનીય વાત છે.
હાલમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રિવ રૂઇયા એ લંડનમાં બારસો કરોડની હવેલી ખરીદી? શું ભારતમાં તેઓ આટલી રકમ ખર્ચી હવેલી ખરીદી ન શકતા ન હતા ? શું તેવી હવેલી ભારતમાં તેમને મળી શકતી ન હતી. મહેશ ઉદ્યોગપતિ અને સેલીબ્રીટી રૂપિયા ભારતમાંથી કમાય છે અને વિદેશમાં ખર્ચવા જાય છે ! તે ખરેખર જ દુ:ખ અને ધ્રુણાસ્પદ છે પણ આપણે તો સેલિબ્રીટીને સર આંખો પર બેસાડીએ છીએ. અને તેઓ તેમના ચાહકો સાથે દેશને પણ વફાદાર રહેતા નથી ત્યારે ભારતમાં જ બુધ્ધિધન અને ઉદ્યોગપતિએ પોતાના ધનનું રોકાણ કરે તે સમયની માંગ છે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
હું કોઇનું રમકડું નહિ બનું
ફાધર વોલેસે લખ્યું છે કે મારા જીવનમાં એક પાયાનો સિધ્ધાંત છે, ગમે તે થાય, પણ હું કોઇનું રમકડું નહિ બનું. મને કોઇ નચાવી શકે એમ નથી. હું કોઇના હાથો નથી. મારું જીવન હું ચલાવું, હા હોય તો હું હા પાડું અને ના હોય તો હું ના પાડું. પણ કોઇને પણ મારી પાસે પરાણે હા ના પડાવવા દેતો નથી. હું પ્રસંગ જોઉં છું,હું પરિસ્થિતિ તપાસું છું, હું નિર્ણય લઉં છું. હું એ જણાવું છું અને હું એ લીધેલા અને જણાવેલા નિર્ણયને વળગી રહું છું. કોઈને ખોટું લાગે તો ભલે લાગે. કોઇ મને ગાળો દે તો ખુશીથી દે. પણ મારે જો કોઇ કામ કરવું ન હોય તો મારી પાસે એ કામ કરાવનાર હજી જન્મ્યો નથી. મારું જીવન હું બીજાના હાથમાં નહિ મૂકું. કારણ કે મારું જીવન મારું છે.
વિજલપોર -ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.