આપણી બુધ્ધિ ખરેખર વિશ્વ વિખ્યાત થઇ ગઇ છે. કોઇ કહે કે આપણી સંસ્કૃતિ 5000 વર્ષ જુની છે તો કોઇ કહે છે ભારત-લંકાને જોડતો તે પુલ છે તેને રામસેતુ એટલે કે રામબ્રીજ કહેવાય તે 20 લાખ વર્ષ જુનો છે અને આ વાત તામલીનાડુની મુખ્યમંત્રી જયલલિતા હિંદુ ન હતી. ખ્રિસ્તી હતી તેના અવસાન પછી ના બધો ભાંડો ફૂટ્યો. તેને ભ્રષ્ટાચારની 10 વર્ષની સજામાંથી મુક્તિ જોઇતી હતી. તેથી તેણે આ ડિંડવાણું વર્ષો સુધી ચલાવ્યે રાખ્યુ. હિન્દુ હિન્દુનો જયજયકાર બોલવા માંડી અને જજો પણ એવુ સમજ્યા કે કોઇ હિન્દુ મહિલાને જેલને બદલે મહેલમા જવા દીધેલી સારી તે સેવા તો હિન્દુધર્મની જ કરે છે ને.
એટલે જજો પણ તેને 10 વર્ષની સજા ઊભી હોવા છતાં -3-3 વખત તામીલનાડુની મુખ્યમંત્રીની મુખ્યમંત્રી બનતી હોંશે હોંશે જાતા રહ્યા. માત્ર તાલીમનાડુ જ નહીં દેશ આખાની બુધ્ધિને આ બાઇને કચરાપેટીમા નાંખી દીધી. આવો એક બનાવ વડોદરાની બેસ્ટ બેકરીની ટ્રેજેડીની એક સાક્ષી મુસ્લિમ યુવતીઓ બનાવ્યો. તે તો વડોદરા શું અમદાવાદની હાઇકોર્ટ અને દિલ્હીની સુપ્રીમકોર્ટના જજોને પણ છેતરી ગઇ. છેલ્લે તેના બેંક એકાઉન્ટે ભાંડો ફોડ્યો. જજો પણ તેની વાત માનતા ગયા માનતા ગયા.બુધ્ધિ તો હિંદુની જ ને. આપણી બુધ્ધિ ખરેખર વિશ્વભરમાં અજોડ છે. શ્રી કૃષ્ણ યુધ્ધના મેદાન પર આધ્યાત્મિક શાસ્ત્ર રચે છે. અલ્યા યુધ્ધનુ મેદાન શાસ્ત્રનુ જમ્પીંગ બોર્ડ છે. તેમનુ સુદર્શન ચંદ્ર દુશ્મનનુ માથુ કાપીને વળી શ્રીકૃષ્ણની આંગળી પર ગોઠવાઇ જતુ તે એ ચક્રને કોઇ મગજ હતુ.
મહાદેવની પત્ની ઉમિયા ન્હાવા જાય તો ચોકી પહેરો કરવા ગણપતિને મુકે છે અરે મહાદેવનુ ઘર પણ સલામત નહીં કે ચોકી પહેરો ગોઠવવો પડે. વળી ગણપતિ મહાદેવને અટકાવે તો મહાદેવને ખબર ન પડે કે આ મારો દિકરો છે. તેનુ માથું વાઢી નાંખ્યું. તો તેના એક માત્ર શબ્દથી એ માથુ ફરી ગણપતિની ડોંકપર ચોંટાડી ન દેવાય. હાથીની રાહ જોવાની. સારુ થયુ હાથી આવી થયો કોઇ બીજુ પ્રાણી આવી ગયુ હોત તો આપણે તો તેની પણ પૂવાર કરવા લાગત. હાથીની સાઇઝ જુઓ અને માનવીના ડોકાની સાઇઝ જુઓ. છે ને અફલાતૂન આઇડીયા અને આપણે એવા ગણપતિના મંદિરો અમેરિકા અને તાજેતરમા દુબઇમાં ખુલ્લા મુક્યા છે. મૂર્તિઓનુ નહી આપણી બુધ્ધિનુ પ્રદર્શન કર્યું છે.
સુરત – ભરતભાઇ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે