Charchapatra

આપણી કમાણી અને ચલણી નોટો

નાના હતા ત્યારે “રાષ્ટ્રીય સંપત્તિ” કોને કહેવાય તે ભણવા માં આવેલુ, જેનો સારાંશ કંઇક એવો હતો કે કોઇ પણ વસ્તુ ભલે નાની હોય પરંતુ જો એ વિશાળ પ્રમાણ માં ભેગી થતા રાષ્ટ્ર પર એનો સારો કે ખરાબ પડતો હોય તો તે “રાષ્ટ્રીય સંપત્તિ” કહેવાય. આવુ જ કંઇક પડોશ માં દસ-એક વર્ષ થી રહેતી સંસ્કારી અને જોશ થી તરવરતી દિકરી (સંબંધ તો પુત્રવધૂ પણ) તે  શાકભાજી લઈ ને આવી ત્યારે તેના હાથમાં જે પ્રકારે પૈસા (કરન્સી) હતા તે જોઈ સલાહ અપાઇ ગઇ, ગમ્મત માં કહ્યુ “દિકરા, આ નોટ તારી નથી, એને જરા સાચવીને રાખ. એનો જે જવાબ હતો એ કદાચ આપણુ સૌ નુ મંતવ્ય હોય શકે, કે આતો મારી મહેનતની કમાણી ના છે, એટલે તો સંપૂર્ણ સ્વરૂપે મારી સંપત્તિ છે.

આ સાંભળી નોટબંધી દરમ્યાન સરકાર ના,  કરન્સી પાછળ થતા “ઓવર હેડ એક્ષપેન્સીસ” ધ્યાન માં આવી ગયા. “ચર્ચા” કરતા પહેલા ‘હોમવર્ક’ કર્યુ. ઇન્ટર નેટ પરથી મળેલ માહિતી કંઇક આ પ્રમાણે છે. માત્ર છપામણી પાછળ જ સરકારના ચાર હજાર કરોડ થી વધુ ખર્ચાય જાય છે. આ સિવાય સારા મા ના કાગળ – શાહી, સિક્ક, કે પછી વોટર માર્ક જેવા સુરક્ષાના પગલા પાછળ પણ કરોડો ₹ જાય છે. નેટ પર વાંચ્યા પ્રમાણે નાણાકિય વર્ષ 2021 -22 માં રિઝર્વ બેન્ક નો ચલણી નોટ ના આવા વિવિધ ખર્ચ નો આંકડો છ હજાર ત્રણસો કરોડ નો થયો હતો.

જ્યારે યુપીઆઇ પાછળ માત્ર એક સો કરોડ. આશા છે, પેલી કહેવત છે ને “પહેલા જાત સુધાર, પછી દેશ સુધાર.” આપણે સૌ એ રાષ્ટ્રીય સંપત્તિ નુ ધ્યાન રાખીએ. મારી અંગત વાત કહું તો, બેન્ક માં થી જ્યારે પણ નોટો નુ બંડલ લાવું છું ત્યારે અમે બન્ને જણા એ નોટોનું શોર્ટીંગ કરી, જૂની જૂની નોટો પહેલા બજાર માં આપી દઈએ છીએ. બાકી રહી વાત યુપીઆઇ ની તો, છોકરો-વહુ જ બધો વ્યવહાર કરે છે. હા, શાકભાજી – ફળફળાદી, દુધ-દહિં કે પછી ભૂસુ-ખમણ જેવા જ ખર્ચા માં ચલણ નો ઉપયોગ કરતા હોઇએ છીએ. એક “જાગૃત” નાગરિક તરીકે એટલુ જ કહીશ કે આ વિષમ પર વિચાર બદલીશ. અસ્તુ.
પાલણપોર,  સુરત – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top