Comments

ઓશોને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી માની રોકડા કરવાના?

ઓશો જેવા અધ્યાત્મ જગતમાં જીવનરાહ ચીંધનાર સમર્થ ગુરુને પણ વેચીને રોકડા કરી લેવાની પ્રવૃત્તિ થાય તે અધ્યાત્મ જગતમાં ઘાતક અને અકલ્પનીય છે. સમગ્ર વિશ્વમાં વિદ્રોહી અને મિસ્ટીકચિંતક તરીકે આજે પણ વ્યાપક અને ગહેરી અસર કરનાર આવા ઇન્ટેલેકચ્યુઅલ રિચગુરુની વિદાય પછી વિદેશી શિખોનાં એક જૂથ દ્વારા કેપ્ચર કરી લેવાના પ્રયાસો થઇ રહયા છે.

ભારતના પ્રજ્ઞાવાન સદ્‌ગુરુની ઇન્ટેલકચ્યુઅલ પ્રોપર્ટી પર ત્રણ વિદેશી શિષ્યોએ ઓશોનું બનાવટી વિલ બનાવીને માલિકીયપણાનો સ્પેનની કોર્ટમાન દાવો કર્યો છે. ઓશોનો ચિંતન ખજાનો જયાં સ્થિત છે તે પૂણેના ઓશો ઇન્ટરનેશનલ કમ્યુનનો અનઅધિકૃત કબજો વિદેશી તત્વો લય જાય એ કેવું? ઓશો મલ્ટિવર્સિટીના ચાન્સેલર એંશી વર્ષે પણ આજે ઓશોમય એવા સ્વામી સત્યવેદાંત પૂણેની એ સદ્‌ગુરુસ્વામિ પર પગ મૂકી શકતા નથી? આપણે કેટકેટલી જગ્યાએથી વિદેશીઓને હટાવી આપણા વારસાને બચાવીશું?

ઓશોની વાણી ધ્યાન પ્રવૃત્તિમાંથી નાણું એકઠું કરી વિદેશમાં ઠલવવાની સાઝિશ સફળ થઇ રહી છે ત્યારે સંસ્કૃતિ રક્ષકો નિર્લેપ છે? એ મેરા ભારત મહાનની કેવી કમનસીબી? ઓશો આશ્રમનો સમગ્ર વહીવટ ભારત સરકાર હસ્તક આવે એવું મહારાષ્ટ્ર સરકારે કરવું જોઇએ ને? જય અધ્યાત્મ.

ગંગાધરા – જમિયતરામ હ. શર્મા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top